બાબરી વિધ્વંસઃ વરસી પર બોલ્યા ઓવૈસી, નવી પેઢીને જણાવો, અયોધ્યામાં 400 વર્ષથી હતી અમારી મસ્જિદ

AIMIM સાંસદ ઓવૈસીએ કહ્યુ કે, આ અન્યાયને ક્યારેય ન ભૂલવો જોઈએ. તેમણે ટ્વીટમાં કહ્યું કે, 22-23 ડિસેમ્બર 1949ની રાતે અમારી બાબરી મસ્જિદને અપવિત્ર કરવામાં આવી અને 42 વર્ષો સુધી ગેરકાયદેસર કબજામાં રાખવામાં આવી.
 

બાબરી વિધ્વંસઃ વરસી પર બોલ્યા ઓવૈસી, નવી પેઢીને જણાવો, અયોધ્યામાં 400 વર્ષથી હતી અમારી મસ્જિદ

નવી દિલ્હીઃ બાબરી મસ્જિદ વિધ્વંસની વરસી પર  AIMIM સાંસદ ઓવૈસીએ ટ્વીટ કરી પોતાના સમર્થકોને કહ્યુ કે, તે આવનારી પેઢીને યાદ અપાવે અને તેમને શીખવાડે કે 400 વર્ષ સુધી અયોધ્યામાં બાબરી મસ્જિદ ઉભી હતી. આપણા પૂર્વજ આ મસ્જિદના હોલમાં ઇબાદત કરતા હતા અને આંગણમાં રોઝા તોડતા હતા. જ્યારે તેમનું મૃત્યુ થતું તો આસ-પાસના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવતા હતા. 

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ શરૂ થયા બાદ બાબરી વિધ્વંસની પ્રથમ વરસી છે. બાબરી વિધ્વંસના બધા આરોપીઓ કોર્ટમાંથી નિર્દોષ મુક્ત થઈ ગયા છે. 

AIMIM સાંસદ ઓવૈસીએ કહ્યુ કે, આ અન્યાયને ક્યારેય ન ભૂલવો જોઈએ. તેમણે આગામી ટ્વીટમાં કહ્યું કે, 22-23 ડિસેમ્બર 1949ની રાતે અમારી બાબરી મસ્જિદને અપવિત્ર કરવામાં આવી અને 42 વર્ષો સુધી ગેરકાયદેસર કબજામાં રાખવામાં આવી.

On this date in 1992, our masjid was demolished before the whole world. The men responsible for this did not see even a day's punishment

Never forget this injustice [2]

— Asaduddin Owaisi (@asadowaisi) December 6, 2020

ઓવૈસીએ કહ્યુ, 'આજના દિવસે 1992મા દુનિયાની સામે આપણી મસ્જિદને ધ્વસ્ત કરી દેવામાં આવી. તેના માટે જે જવાબદાર છે તેને એક દિવસની પણ સજા ન થઈ, આ અન્યાયને ક્યારેય ન ભૂલતા.'

કિસાન આંદોલન પર પવારની મોદી સરકારને ચેતવણી- હવે જાગી જવાનો સમય  

મહત્વનું છે કે અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસની વરસી પર સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે. તો કોઈ સમુદાયના લોકોને કાર્યક્રમની મંજૂરી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news