વેપારીઓ GSTથી પરેશાન, વેચી રહ્યા છે આ ટી-શર્ટ, વાહ! શું ચોકીદાર છે: ઓવૈસી

AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાથી પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, દરેક વેપારી જીએસટીથી પરેશાન છે અને ટી-શર્ટ વહેંચી રહ્યાં છે. વાહ! શું ચોકીદાર છે.

વેપારીઓ GSTથી પરેશાન, વેચી રહ્યા છે આ ટી-શર્ટ, વાહ! શું ચોકીદાર છે: ઓવૈસી

હૈદરાબાદ: AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાથી પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, દરેક વેપારી જીએસટીથી પરેશાન છે અને ટી-શર્ટ વહેંચી રહ્યાં છે. વાહ! શું ચોકીદાર છે. જેટ એરવેઝ ડૂબી ગયું. આ ચોકીદાર એસબીઆઇના 1500 કરોડ તેને આપી રહ્યાં છે. ‘મેક ઇન ઇન્ડિયા’ના નામ પર હજારો ફેક્ટરીઓ બંધ છે. તમે તેમની લોન નથી આપી શકતા?

આ પહેલા ઓવૈસીએ પુલવામા આતંકવાદી હુમલાને લઇને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. એક ચૂંટણી સભાને સંબોધન કરતા સમયે ગૃહમંત્રી રાજનાથ સિંહના નિવેદનને રેખાંકિત કર્યું કે નિશનલ ટેક્નિકલ રિસર્ચ ઓગ્રેનાઇઝેશન (એનટીઆરઓ)એ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનો દ્વારા હવાઇ હુમલાથી પહેલા ત્યાં લગભગ 300 સક્રિય મોબાઇ ફોન હોવાની જાણાકરી મળેવી હતી.

અસદુદ્દીને સવાલ કર્યો, હું રાજનાથ સિંહ અને પ્રધાનમંત્રી મોદીથી પુછવા માગુ છું કે જો એનટીઆરઓ બાલાકોટમાં લગભગ 300 મોબાઇલ ફોન જોઇ શકે છે તો શું દિલ્હીમાં બેસી તમે આ નથી જોઇ શકતા કે કઇ રીતે 50 કિલોગ્રામ આરડીએક્સ પુલવામામાં લાવવામાં આવ્યું. 14 ફેબ્રુઆરીના દક્ષિણ કાશ્મીરના પુલવામામાં એક આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઇ ગયા હતા.

ઓવૈસીના ભાઇ અકબરૂદ્દીને પણ પીએમ મોદી પર સાધ્યું નિશાન
આ રીતે હૈદરાબાદના જુના શહેરની ચંદ્રાયનગુટ્ટા બઠકનું પ્રતિનિધિત્વ કરનારા ઓલ ઇન્ડિયા મઝલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ધારાસભ્ય અકબરૂદ્દીને પ્રધાનમંત્રીને ચોકીદાર અભિયાનનો મજાક ઉડાવ્યો, તમણે કહ્યું કે, હું મોદી ભક્તો પર અને મોદીને વોટ કરનાર પર હેરાન છું. ક્યારે મોદી ચાવાળો બની જાય છે તો ક્યારે ફકીર.

તેમણે કહ્યું કે, હું નરેન્દ્ર મોદીથી કહેવા માગીશ કે તમે એક ચાવાળા હતા અને જનતાએ તમને પ્રધાનમંત્રી બનાવ્યા હવે તમે કહી રહ્યાં છો કે તમે એક ચોકીદાર છો. કોના ચોકીદાર? હું સોશિયલ મીડિયા પર નથી. મારા એક મિત્રએ ટ્વિટર પર ચોકીદાર નરેન્દ્ર મોદી, ચોકીદાર અમિત શાહ વિશે બતાવ્યું. અકબરૂદ્દીને કહ્યું, ચોકીદાર માત્ર ટ્વિટર પર જ કેમ? ચોકીદાર આધારકાર્ડ, વોર્ટરકાર્ડ અને નરેન્દ્ર મોદીના પાસપોર્ટ પર પણ લખો.

સામાન્ય ચૂંટણીથી પહેલા ભાજપે હું પણ ચોકીદાર અભિયાન ઝડપી કરી દીધું છે અને મોદીની સાથે જ પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સહિત દરેક વરિષ્ઠ નેતાઓએ તેમના ટ્વિટર એકાઉન્ટમાં ચોકીદાર શબ્દ જોડી દીધો છે.
(ઇનપુટ; એજન્સી ભાષાથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news