સંસદના મોનસૂન સત્રની તૈયારીઓ પૂર્ણ, કોરાનાકાળમાં ઇતિહાસમાં પ્રથમવાર આ રીતે યોજાઇ શકે છે સત્ર

ભારતીય સંસદના ઇતિહાસમાં પ્રથમ વાર એવી વ્યવસ્થાઓ કરાઈ છે કે 60 સદસ્યો ચેમ્બરમાં બેસશે તો અન્ય 51 સદસ્ય રાજ્યસભા ગૃહમાં બેસશે. તેના સિવાય અન્ય 132 સદસ્ય લોકસભા ચેમ્બરમાં બેસશે.

સંસદના મોનસૂન સત્રની તૈયારીઓ પૂર્ણ, કોરાનાકાળમાં ઇતિહાસમાં પ્રથમવાર આ રીતે યોજાઇ શકે છે સત્ર

હિતેન વિઠલાણી, નવી દિલ્હી: સંસદનું મોનસૂન સત્ર સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહથી શરૂ થઈ શકે છે. આ વખતે સંભવિત બંને સદનોની કાર્યવાહી એક સાથે ના ચાલે. તો સોશિયલ ડિસ્ટસિંગના નિયમને ધ્યાનમાં રાખી પ્રત્યેક સદનના સદસ્યોને બેસવા માટે બંને સદનના ચેમ્બર, ગેલરીનો ઉપયોગ કરવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી એ કોરોના મહામારીને ધ્યાનમાં લઈ સત્રની તૈયારીઓની સમીક્ષા માટે સોમવારે લોકસભા અને રાજ્યસભા બંને સદનના ચેમ્બરનો પ્રવાસ કર્યો. આ પહેલા, રવિવારે રાજ્યસભા સચિવાલય એ કહ્યું હતું કે મોનસૂન સત્ર દરમ્યાન ઉચ્ચ સદનના સદસ્યોને વનને ચેમ્બર અને ગેલરીમાં બેસાડવામાં આવશે.

ભારતીય સંસદના ઇતિહાસમાં પ્રથમ વાર એવી વ્યવસ્થા હશે કે જ્યાં 60 સદસ્ય ચેમ્બરમાં બેસશે તો અન્ય 5 સદસ્ય રાજ્યસભા ગૃહમાં બેસશે. એ સિવાયના અન્ય 132 સદસ્યો લોકસભા ચેમ્બરમાં બેસશે. તમને જણાવી દઈએ કે લોકસભા સચિવાલય પણ સદસ્યોને બેસવા માટે રાજ્યસભાએ ઉભી કરેલી તૈયારીઓ મુજબ જ વ્યવસ્થા કરી રહી છે. 

ઇતિહાસમાં પ્રથમવાર લોકસભા અને રાજ્યસભા સદનની સત્રની કાર્યવાહી એક સાથે નહીં ચાલે. તેની પાછળ કોરોના મહામારીથી લડવા માટે બનાવેલા સરકાર ના નિયમો છે. તો તે સિવાય બંને સદનોમાં પ્રધાનમંત્રી મોદી અને મંત્રી સહિત, વિપક્ષી નેતા અને અન્ય સાંસદોને બેસવા માટે જગ્યાઓ ચિહ્નિત કરાશે. 

સૂત્રો મુજબ અત્યાર સુધી બંને સદનોની કાર્યવાહી એક સાથે યોજાતી હતી પણ આ વખતે અસાધારણ પરિસ્થિતિના કારણે એક સદનની કાર્યવાહી સવારના સમયે ચાલશે, તો બીજા સદનની કાર્યવાહી સાંજે ચલાવવામાં આવશે. સંસદના બજેટ સત્રની અવધિ પણ કોરોના મહામારીના કારણે ટુંકાવાઈ હતી અને 23 માર્ચના રોજ બંને સદનની કાર્યવાહીને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરાઈ હતી.

નિયમ મુજબ અંતિમ સત્રના છ મહિનાના અંત સુધીના પહેલા જ નવું સંસદનું સત્ર શરૂ થવું જરૂરી હોવાથી અનેક પ્રકારના વિકલ્પો બાદ છેવટે બંને સદનની કાર્યવાહી અલગ અલગ સમયે યોજીને સ્વાસ્થ્ય મંત્રાલયના તમામ નિયમોના પાલનો સાથે સપ્ટેમ્બરના શરૂઆતમાં સંસદના મોનસૂન સત્રને શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news