VIDEO: કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં નેતાઓ લડી પડ્યા, જાણો શું છે મામલો
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસનું ધાર્યું પ્રદર્શન ન થતા મંગળવારે તેના માટે એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કોંગ્રેસના ટોચના નેતૃત્વ દ્વારા યોજાયેલી આ બેઠકમાં ઉત્તર પ્રદેશમાં પાર્ટીને મળેલી સજ્જડ હારની સમીક્ષા થવાની હતી. આ દરમિયાન પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાક કોંગ્રેસી નેતાઓ વચ્ચે હૂંસાતૂંસી થઈ ગઈ. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા જારી કરાયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે નેતાઓ વચ્ચેની ઉગ્ર દલીલે ખુબ મોટું સ્વરૂપ લીધુ અને ત્યારબાદ ધક્કામુક્કી પણ થઈ. કહેવાય છેકે કોંગ્રેસના નેતાઓ સમીક્ષા બેઠક માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતાં પરંતુ બેઠક શરૂ થવામાં ખુબ વાર લાગી.
કોંગ્રેસના નેતા કે કે શર્માએ નેતાઓની આ તુતુ મેમે મામલે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે અમે અહીં સવારે 10 વાગ્યાથી રાહ જોઈ રહ્યાં હતાં. પરંતુ બેઠક બપોરે 3 વાગે બોલાવવામાં આવી. તેમણે આરોપ લગાવતા કહ્યું કે ટોચના નેતૃત્વએ બેઠક વગર જ નિર્ણય લઈ લીધો. તેમણે દાવો કર્યો કે બેઠકમાં સભ્યોને જગ્યા ન અપાઈ અને નેતૃત્વએ સભ્યોને મળ્યા વગર જ નિર્ણય લઈ લીધો. તેમણે કહ્યું કે જે લોકો ચૂંટણીના પરિણામો માટે જવાબદાર છે તેમને બેઠકમાં જગ્યા જ ન મળી. તેમણે કહ્યું કે મેં પશ્ચિમ ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયાને બેઠક દરમિયાન કહ્યું કે મારે ગુલામનબી આઝાદ વિશે ઘણું કહવું છે પરંતુ મને તક જ ન અપાઈ.
#WATCH: Argument between Congress leaders from Western Uttar Pradesh following a review meeting in Delhi on election results in UP; a Congress leader says, "it's our internal matter". pic.twitter.com/HUPt5uih2R
— ANI (@ANI) June 11, 2019
આ બાજુ આ મામલે કોંગ્રેસના નેતા મીમ અફઝલે કહ્યું કે આ અમારો આંતરિક મામલો છે. અફઝલે કહ્યું કે પશ્ચિમ ઉત્તર પ્રદેશના 10 જિલ્લાઓના નેતાઓને બોલાવવામાં આવ્યાં હતાં. તમામે કોંગ્રેસ નેતૃત્વની સામે પોતાનું વિશ્લેષણ રજુ કર્યું. તેમણે કહ્યું કે બેઠકમાં યુપી કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બર, અને પશ્ચિમ યુપી પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધ્યા પણ હાજર હતાં. તેમણે કહ્યું કે આ બેઠકમાં સમીક્ષા થઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે