Sushant Singh Rajput Case માં જબરદસ્ત મોટો વળાંક, મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ CBI ને કરી આ ખાસ અપીલ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે CBI ને એક અપીલ કરી છે.

Sushant Singh Rajput Case માં જબરદસ્ત મોટો વળાંક, મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ CBI ને કરી આ ખાસ અપીલ

મુંબઈ: મહારાષ્ટ્રના ગૃહમંત્રી (Maharashtra Home Minister ) અનિલ દેશમુખે (Anil Deshmukh) આજે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Death Case) ના મોત મામલે CBI ને એક અપીલ કરી છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગૃહમંત્રી અનિલ દેશમુખે સીબીઆઈને ભલામણ કરી છે કે, તેઓ જલદી એ વાત પરથી પડદો ઉઠાવે કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ હતી કે પછી તેણે આત્મહત્યા કરી હતી. 

અનિલ દેશમુખે કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત કેસના તપાસ રિપોર્ટના તારણો જલદી જાહેર કરવામાં આવે. તેમણે કહ્યું કે, તપાસ શરૂ થયે 5 મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ સીબીઆઈએ હજુ પણ એ ખુલાસો કર્યો નથી કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ કે તેમણે આત્મહત્યા કરી?

— ANI (@ANI) December 27, 2020

અત્રે જણાવવાનું કે તાજેતરમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે CBI તપાસ અંગે સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરી હતી. આ જનહિત અરજીમાં સુશાંત મામલે સીબીઆઈ પાસે સ્ટેટસ રિપોર્ટ લેવાની માગણી કરાઈ હતી. 

નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂત મુંબઈ સ્થિત પોતાના ઘરમાં 14 જૂન 2020ના રોજ મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. આ મામલે સીબીઆઈ ઉપરાંત ઈડી અને એનસીબી પણ તપાસ કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news