Hanuman Chalisa Row: અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિની ધરપકડ, શિવસેનાએ કરી ઉજવણી
Hanuman Chalisa Row Update: મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. મહારાષ્ટ્ર પોલીસે શિવસેનાની ફરિયાદ પર સાંસદ નવનીત રાણા અને તેમના પતિની ધરપકડ કરી છે.
Trending Photos
Hanuman Chalisa Row Latest Update: મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વિવાદ વધી રહ્યો છે. અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી છે. પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. રાણા દંપતિની ધરપકડના સમાચાર સામે આવતાની સાથે જ શિવ સેનાએ ઉજવણી પણ કરી.
નવનીત રાણા અને તેમના પતિની ધરપકડ
હનુમાન ચાલીસા વિવાદ મામલે નવનીત રાણાની મુશ્કેલીમાં વધારો થયો છે. નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા સામે શિવસેનાએ ફરિયાદ દાખલ કરી હતી. મહારાષ્ટ્રના ખાર સ્ટેશન પોલીસે ફરિયાદના આધારે નવનીત રાણાના આવાસ પરથી રાણા દંપતિની ધરપકડ કરી છે. બંનેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
'ઉદ્ધવ પર લગાવ્યા ગંભીર આરોપ'
જો કે, સીએમ ઉદ્ધવ ઠાકરે પર આરોપ લગાવતા નવનીત રાણાએ કહ્યું હતું કે, સીએમએ બેઠક કરી શિવસૈનિકોને જાણીજોઈને મારા ઘરે મોકલ્યા. અમારા મંત્રી બે-અઢી વર્ષથી કોઈપણ જિલ્લાની મુલાકાતે ગયા નથી. રાજ્યમાં ઘણી સમસ્યાઓ છે પરંતુ મુખ્યમંત્રી તેના પર ધ્યાન આપતા નથી. નવનીતે કહ્યું કે, હું 100 ટકા માતોશ્રી બહાર હનુમાન ચાલીસા પાઠ કરીશ. જો કે, થોડીવાર પછી તેમમે પીએમ મોદીની મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેઓ માતોશ્રી જશે નહીં.
'બાલા સાહેબના વિચારોને ભૂલી ગયા ઉદ્ધવ'
નવનીત રાણાએ મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, અમારા હાથમાં કોઈ લાકડી-ડંડો નથી. અમે તો માત્ર માતોશ્રી પર હનુમાન ચાલીસા વાંચવા માંગીએ છે. પરંતુ મુખ્યમંત્રીને તેનાથી સમસ્યા છે. મુખ્યમંત્રી બાલા સાહેબના વિચારો ભુલી ગયા છે. શિવસેનાના હંગામા બાદ નવનીત રાણાએ કહ્યું કે તે હનુમાન ચાલીસાના પાઠ કરશે, અમને કોઈ રોકી શકશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે