રાજનાથ સિંહે કરી ચીન સાથે તણાવ પર સમીક્ષા, ડોભાલે અધિકારીઓ સાથે કરી બેઠક

પેન્ગોંગમાં ચીનની સરખામણીએ ભારતની સ્થિતિ સારી છે. ચીને ભારત પર LACના ભંગનો આરોપ લગાવ્યો છે. 29-30 ઓગસ્ટની રાતે પેન્ગોંગમાં ચીની સૈનિકો સાથે ભારતીય સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. 

રાજનાથ સિંહે કરી ચીન સાથે તણાવ પર સમીક્ષા, ડોભાલે અધિકારીઓ સાથે કરી બેઠક

નવી દિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) ચીન સાથે તણાવના તાજા હાલાત પર સમીક્ષા કરી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે (Ajit Doval) પણ LAC ના હાલાત પર સમીક્ષા કરી. ચીન સાથે કમાન્ડર સ્તરની વાતચીત ઉપર પણ ડોભાલની નજર છે. હાલાતની સમીક્ષા માટે અજીત ડોભાલે ગઈ કાલે મહત્વપૂર્ણ બેઠક કરી. બેઠકમાં ગૃહ સચિવ અને ગુપ્તચર એજન્સીઓના પ્રમુખ હાજર રહ્યાં. ગુપ્તચર એજન્સીઓએ ચીન સાતે તણાવ પર ડોભાલને જાણકારી આપી. ચીન સાથે કમાન્ડર સ્તરની વાતચીત પર ડોભાલની નજર છે. 

ચુશુલમાં સવારે 10 વાગ્યાથી કમાન્ડર સ્તરની બેઠક ચાલુ છે. પેન્ગોંગમાં ચીનની સરખામણીએ ભારતની સ્થિતિ સારી છે. ચીને ભારત પર LACના ભંગનો આરોપ લગાવ્યો છે. 29-30 ઓગસ્ટની રાતે પેન્ગોંગમાં ચીની સૈનિકો સાથે ભારતીય સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પેન્ગોંગમાં ભારત-ચીન વચ્ચે ઘર્ષણ પર ચીનના દૂતાવાસનું નિવેદન સામે આવ્યું છે. ચીને ભારત પર LACના ભંગનો આરોપ લગાવ્યો છે. 

ચીનના લગભગ 500 સૈનિકો ગેરકાયદે કબ્જો જમાવવા આવ્યા હતાં
29/30 ઓગસ્ટની રાતે લદાખની પેન્ગોંગ ઝીલના દક્ષિણમાં ચીનના સૈનિકોએ કેટલાક વિસ્તારો પર કબ્જો જમાવવાની કોશિશ કરી. ચીનના લગભગ 500 સૈનિકો ગેરકાયદેસર રીતે કબ્જો જમાવવા માટે આવ્યાં હતાં. ચીનના સૈનિકોની પાસે દોરડું અને ચઢાણ માટેના બીજા ઔજારો પણ હતાં. રાતના અંધારામાં બ્લેક ટોપ અને થાકુંગ હાઈટ્સની વચ્ચે ટેબલ ટોપ વિસ્તાર પર ચીની સૈનિકોએ ચઢાણ શરૂ કર્યું. પરંતુ ભારતીય સેના પહેલેથી જ સતર્ક હતી. જવાનો મહત્વની જગ્યાઓ પર પહેલેથી પહોંચી ગયા હતાં અને તે પોઝિશન પર પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી. ભારતીય જવાનોએ ચીનની સેનાને પહેલા રોકી અને પછી ચીનને પાછળ હટવા માટે મજબૂર કરી દીધી. ચીન પેન્ગોંગના થાકુંગ વિસ્તારમાં ટશનમાં આવી ગયું હતું અને ભારતના શૂરવીરોનું ફરીથી પરાક્રમ જોઈને ટેન્શનમાં પાછું ફરી ગયું. આ ઘટનામાં ભારતની સેના તરફથી એક પણ ગોળી ન ચાલી કે ન તો કોઈ સૈનિકોનો જીવ ગયો. 

ચીનના ષડયંત્ર પર આ રીતે ફરી વળ્યું પાણી
ચીન દગાબાજી માટે કુખ્યાત છે. LAC વિવાદને લઈને ચીન ગલવાનની ઘટના બાદથી જે વાતચીત કરી રહ્યું છે તે ફક્ત ચીનની ચાલબાજી લાગે છે. વાતચીતની આડમાં સમય લઈને ચીન ભારતની પીઠમાં 1962ની જેમ ખંજર ભોંકવા માંગે છે. પરંતુ આ વખતે ચીનની તમામ ચાલાકી પર ભારતીય સેનાએ પાણી ફેરવી દીધુ પરંતુ ચીનની બેશર્મી તો જુઓ. ગલવાનની જેમ પેન્ગોંગની ઘટના માટે પણ ચીન ભારતને જ જવાબદારી ઠેરવી રહ્યું છે. ચીન સેનાના વેસ્ટર્ન થિયેટર કમાન્ડે નિવેદન બહાર પાડીને કહ્યું કે સોમવારે ભારતીય સેનાએ ફરીથી LAC પર જાણી જોઈને ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી. ગેરકાયદેસર રીતે LAC પાર કરનારી સૈન્ય ટુકડીને ભારત તરત પાછી બોલાવે. 

ચીન ગમે તેટલી બૂમો પાડે, જૂઠ્ઠુ બોલે કે ભારતે LAC પાર કરી છે પરંતુ હવે ચીનના દગાખોરીવાળા ચરિત્ર પરથી પડદો ઉઠી ગયો છે કારણ કે આજનું ભારત બળવાન છે જે પોતાની રક્ષા કરવાનું જાણે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news