ઓનલાઈન મંગાવ્યું ગાયનું છાણ પણ 'કેક' સમજીને ખાઈ ગયો, પછી જે થયું તે પેટ પકડીને હસાવે તેવું છે

આ મહાશયે કેક સમજીને આ સુંદર બિસ્કીટ જેવા દેખાતા છાણને મંગાવ્યું અને પછી સ્વાદ પણ ચાખ્યો. હાલ આ છાણનું રિવ્યૂની આ પોસ્ટ ઘણી જ વાયરલ થઈ રહી છે. 

ઓનલાઈન મંગાવ્યું ગાયનું છાણ પણ 'કેક' સમજીને ખાઈ ગયો, પછી જે થયું તે પેટ પકડીને હસાવે તેવું છે

નવી દિલ્હી: ઓનલાઈન શોપિંગના જમાનામાં તમને તમામ વસ્તુઓ ઘરે બેઠા મળી રહે છે. સમયની બચત અને સારુ ડિસ્કાઉન્ટ. ગ્રામિણ લોકોને પણ ઓનલાઈન વેપારના કારણે સારુ બજાર મળી રહે છે. પણ એક એવો કિસ્સો સમજી વિચારીને ખરીદી કરવાની શીખામણ આપે તેવો છે. તમે જે મંગાવો છો તેને ધ્યાનથી જોઈ તેના વિશે વાંચીને જ મંગાવજો. નહીં તો તમારી ભૂલના કારણે ખોટો કોઈના ધંધા પર અસર થઈ જશે.

Amazon હોય કે flipkart કોઈ પણ શોપિંગ સાઈટ પરથી ગમે તે વસ્તુઓ સારા ડિસ્કઉન્ટ પર મંગાવવી કોને ના ગમે. આવા જ એક વ્યક્તિએ ઉત્સાહ ભેર Amazon પર કઈક જોયુ અને ઓનલાઈન કરી દીધું. આ મહાશયે મંગાવી cow dung cake એટલે કે આપણી શુધ્ધ દેશી ભાષામાં ગાયનું છાણ.

હવે સવાલ થાય કે આ છાણ હવન, પૂજા કરવા માટે મંગાવ્યું હશે કારણ કે અહીં ઓનલાઈન શોપિંગ સાઈટ પર જે વસ્તુ ખરીદો તેના વિશે તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે. પણ એવું નથી થયું અહીં તો આ મહાશયે કેક સમજીને આ સુંદર બિસ્કીટ જેવા દેખાતા છાણને મંગાવ્યું અને પછી સ્વાદ પણ ચાખ્યો.

છાણ, છાણ જેવું જ હોય છે. તેનો ઉપયોગ પૂજા પાઠ, હવનમાં વાતાવરણને શુદ્ધ કરવા માટે થાય છે કે કારણ કે તે છે તો ઘાસ અને અન્ય ખાદ્ય સામગ્રીમાંથી નીકળેલું ગાયનું મળ. પણ આ મહાશયને એમ હશે કે ઓનલાઈન મંગાવ્યુ છે તો તેનો સ્વાદ પણ કઈક હટકે હશે. પણ અહીં બાદમાં તેણે જે રિવ્યૂ આપી કમેન્ટ લખી તે હસી હસીને બેવડાવાળી દે તેવી છે.

આ મહાશયે છાણ ચાખ્યા બાદ પોતાનો રિવ્યૂ આપ્યો અને લખ્યું કે, "આ ખૂબ જ ખરાબ હતું, જ્યારે મે આ cow dung cakeને ખાધી તો, ઘાસ જેવો અને માટી જેવો સ્વાદ હતો. આ ખાધા પછી મને લૂઝ મોશન થઈ ગયા. જેણે પણ આ બનાવ્યું છે તેને વિનંતી છે તે cow dung cake બનાવતા સમયે સ્વચ્છતાનું થોડું ધ્યાવ રાખે સાથે જ તેના સ્વાદ અને કરકરાપણાનું પણ થોડું ધ્યાન રાખે."

હાલ આ છાણનું રિવ્યૂની આ પોસ્ટ ઘણી જ વાયરલ થઈ રહી છે. કારણ કે જ્યારે પણ Amazon એ cow dung cakeને વેચાણ માટે મૂક્યું તો તેમાં સ્પષ્ટ લખ્યુ છે કે 100 ટકા ગાયના મળમાંથી બનેલા આ છાણને રોજ હવન, પૂજન અને ધાર્મિક પ્રવૃત્તિમાં વાપરી શકાશે. ભારતીય ગાયના 5 ઈંચ વ્યાસના છાણને સૂકી જગ્યાએ રાખો જેથી તમારે જ્યારે વાપરવા હોય ત્યારે સરળતાથી તમે ઉપયોગ કરી શકો.

હાલ તો આ પોસ્ટ વાયરલ થયા બાદ અન્ય લોકોના કમેન્ટ્સ પણ આવી રહ્યા છે. લોકો પણ છાણના સ્વાદ અને કરકરાપણા પર ભાર મૂકવા કંપનીને સલાહ આપી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news