Independence Day 2021: આઝાદીનો 75 જશ્ન હશે ખાસ, લાલા કિલ્લા પર પુષ્પવર્ષા કરશે સેનાના બે હેલિકોપ્ટર્સ

આ વખતે સ્વતંત્રતા દિવસ ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યો છે, કારણ કે 15 ઓગસ્ટની સવારે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) લાલ કિલ્લાના પ્રાંગણ પરથી તિરંગો ફરકાવશે ત્યારે આકાશમાંથી ફૂલોનો વરસાદ થશે

Independence Day 2021: આઝાદીનો 75 જશ્ન હશે ખાસ, લાલા કિલ્લા પર પુષ્પવર્ષા કરશે સેનાના બે હેલિકોપ્ટર્સ

નવી દિલ્હી: આ વખતે સ્વતંત્રતા દિવસ ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યો છે, કારણ કે 15 ઓગસ્ટની સવારે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) લાલ કિલ્લાના પ્રાંગણ પરથી તિરંગો ફરકાવશે ત્યારે આકાશમાંથી ફૂલોનો વરસાદ થશે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાના બે Mi-17 1V હેલિકોપ્ટર પ્રથમ વખત સ્થળ પર ફૂલ વરસાવશે.

ઓલિમ્પિયન્સ પણ રહેશે હાજર
આ વખતે ટોક્યો ઓલિમ્પિક અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) ના મેડલ વિજેતાઓને લાલ કિલ્લા પર આયોજિત સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઓલિમ્પિકના તમામ ખેલાડીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં જબ્લિનમાં ગોલ્ડ જીતીને ભારતના ખોળામાં ગોલ્ડ મેડલ રાખનાર અને સેનામાં સુબેદાર નીરજ ચોપડા (Neeraj Chopra) સહિત ઓલિમ્પિકના તમામ ખેલાડીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ક્રાયક્રમમાં લગભગ 240 ઓલિમ્પિયન્સ, સહાયક સ્ટાફ, SAI અને સ્પોર્ટસ ફેડરેશનના અધિકારીઓને પણ પ્રાચીરની સામે જ્ઞાન પથની શોભા વધારવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

લાલ કિલ્લા પર યોજાશે આવો કાર્યક્રમ
મંત્રાલયે પોતાના નિવેદનમાં રવિવાર સવારે લાલ કિલ્લા પર આયોજિત સમારોહ વિશે વિસ્તૃત માહિતી આપી છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે લાલ કિલ્લા પર પ્રધાનમંત્રીના આગમન પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટ અને સંરક્ષણ સચિવ ડો.અજય કુમાર તેમનું સ્વાગત કરશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોવિડ-19 સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોરોના યોદ્ધાઓના સન્માનમાં લાલ કિલ્લાની દક્ષિણ બાજુએ એક અલગ બ્લોક બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ સંરક્ષણ સચિવ દિલ્હી પ્રદેશના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC), લેફ્ટનન્ટ જનરલ વિજય કુમાર મિશ્રાને પ્રધાનમંત્રીથી પરિચય કરાવવામાં આવશે. ત્યાબાદ દિલ્હી પ્રદેશના જીઓસી મોદીને સેલ્યૂટિંગ બેઝ સુધી લઈ જશે, જ્યાં સંયુક્ત ઇન્ટર-સેવાઓ અને દિલ્હી પોલીસ ગાર્ડ પ્રધાનમંત્રીને સામાન્ય સલામી આપશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરશે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી માટે ગાર્ડ ઓફ ઓનરમાં સેના, નૌસેના, વાયુ સેના અને દિલ્હી પોલીસ પ્રત્યેક વિભાગમાંથી 1-1 અધિકારી અને 20-20 જવાન સામેલ થશે. ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યા પછી, પ્રધાનમંત્રી મોદી લાલ કિલ્લાની પ્રાચીર માટે રવાના થશે, જ્યાં તેમનું સ્વાગત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ એમ.એમ. નરવણે, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ અને વાયુ સેના ચીફ એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયા કરશે.

MCPO વિન્સેન્ટ જોનસન બેન્ડનું કરશે સંચાલન
સંરક્ષણ મંત્રાલયના નિવેદન અનુસાર, દિલ્હી પ્રદેશના જીઓસી રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટે પ્રધાનમંત્રીને પ્રાચીર સ્થિત મંચ પર લઈ જશે. ધ્વજ ફરકાવ્યા બાદ તિરંગાને 'રાષ્ટ્રીય સલામી' આપવામાં આવશે. ઉપરાંત, નેવલ બેન્ડ રાષ્ટ્ર ધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રીય સલામી દરમિયાન રાષ્ટ્રગીત વગાડશે. 16 લોકો આમાં સામેલ થશે. બેન્ડનું સંચાલન એમસીપીઓ વિન્સેન્ટ જોનસન કરશે. પ્રધાનમંત્રીને ધ્વજવંદન દરમિયાન લેફ્ટનન્ટ કમાન્ડર પી. પ્રિયંબદા સાહુ દ્વારા તિરંગો ફરકાવવામાં મદદ કરવામાં આવશે. આ સાથે વિશિષ્ટ 2233 ફિલ્ડ બેટરીના બહાદુર સૈનિકો દ્વારા 21 તોપોની સલામી આપવામાં આવશે.

હેલિકોપ્ટર કરશે ફૂલોનો વરસાદ
આ વર્ષે પ્રથમ વખત પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવતાની સાથે જ ભારતીય વાયુસેનાના બે Mi 17 1V હેલિકોપ્ટર સ્થળ પર ફૂલો વરસાવશે. પ્રથમ હેલિકોપ્ટરનું નેતૃત્વ વિંગ કમાન્ડર બલદેવ સિંહ બિષ્ટ કરશે, જ્યારે બીજા હેલિકોપ્ટરની આગેવાની વિંગ કમાન્ડર નિખિલ મહેરોત્રા કરશે. આ ફૂલ વર્ષા બાદ પ્રધાનમંત્રી રાષ્ટ્રને સંબોધન કરશે.

NCC કેડેટ ગાશે રાષ્ટ્રગીત
મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ના કેડેટ્સ પ્રધાનમંત્રીના ભાષણના સમાપન સમયે રાષ્ટ્રગીત ગાશે. રાષ્ટ્રીય ઉમંગના આ ઉત્સવમાં વિવિધ શાળાઓના 500 એનસીસી કેડેટ્સ (આર્મી, નેવી અને એરફોર્સ) ભાગ લેશે. પ્રધાનમંત્રીએ ભારતની આઝાદીના 75 માં વર્ષની ઉજવણી માટે માર્ચ 2021 માં ગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમથી 'આઝાદી કા અમૃત મહોત્સવ' શરૂ કર્યો હતો. આ સમારોહ 15 ઓગસ્ટ, 2023 સુધી ચાલુ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news