એરબસ ફ્લાઈટમાં 'ટેક્સીબોટ'નો ઉપયોગ કરનારી વિશ્વની પ્રથમ એરલાઈન્સ બની એર ઈન્ડિયા
ટેક્સીબોટ (Taxi Bot- Taxiing Robot) એ પાઈલટ દ્વારા નિયંત્રિત સેમી-રોબોટિક(semi-robotic) ટોબાર( towbar-less) વગરનું એરક્રાફ્ટ ટ્રેક્ટર( aircraft tractor) હોય છે, જેનો ઉપયોગ વિમાનને એરપોર્ટ પર અહીંથી તહીં લઈ જવા માટે કરવામાં આવે છે. આ ઉપકરણનો ઉપયોગ કરીને પાર્કિંગમાં રહેલા વિમાનને તેનું એન્જિન ચાલુ કર્યા વગર રનવે પર લાવી શકાશે. આ ટેક્સિબોટનો ઉપયોગ ડિપાર્ટિંગ ફ્લાઈટ માટે જ કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ એર ઈન્ડિયાએ (Air India) મંગળવારે એક નવો ઈતિહાસ રચ્યો છે. એર ઈન્ડિયા પોતાની એરબસ(Air Bus) ફ્લાઈટ A320માં ટેક્સીબોટનો(Taxi Bot) ઉપયોગ કરનારી વિશ્વની પ્રથમ એરલાઈન્સ બની છે. એર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની લોહાણીએ મંગળવારે ટર્મિનલ ત્રણ પર દિલ્હીથી મુંબઈની AI665 ફ્લાઈટને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી.
શું છે ટેક્સી બોટ(Taxi Bot)?
ટેક્સીબોટ (Taxi Bot- Taxiing Robot) એ પાઈલટ દ્વારા નિયંત્રિત સેમી-રોબોટિક(semi-robotic) ટોબાર( towbar-less) વગરનું એરક્રાફ્ટ ટ્રેક્ટર( aircraft tractor) હોય છે, જેનો ઉપયોગ વિમાનને એરપોર્ટ પર અહીંથી તહીં લઈ જવા માટે કરવામાં આવે છે. આ ઉપકરણનો ઉપયોગ કરીને પાર્કિંગમાં રહેલા વિમાનને તેનું એન્જિન ચાલુ કર્યા વગર રનવે પર લાવી શકાશે. આ ટેક્સિબોટનો ઉપયોગ ડિપાર્ટિંગ ફ્લાઈટ માટે જ કરવામાં આવશે.
એર લાઈન્સ દ્વારા આ પગલું કાર્બન ઉત્સર્જનમાં(Carbon Emmission) ઘટાડો કરવા માટે લેવાયું છે. તેનાથી વિમાનના એન્જિનમાંથી નિકળતો ધૂમાડો ઓછો થશે અને પરિણામે હવાની ગુણવત્તામાં સુધારો થશે.
ટેક્સીબોટના ઉપયોગથી ઈંધણમાં પણ બચત થશે. પાર્કિંગમાંથી એન્જિન ચાલુ કરીને ટર્મિનલ સુધી લાવવામાં વિમાનનું ઘણું ઈંધણ વપરાઈ જતું હતું. એર ઈન્ડિયાના અધિકારીઓ અનુસાર તેનાથી ઈંધણમાં 85 ટકાનો ફાયદો થશે. સાથે જ બોર્ડિંગ દરવાજા બંધ કરવામાં અને વિમાનને પુરતો ધક્કો લગાવવામાં પણ ટેક્સીબોટ ઉપયોગી થશે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે