કોરોનાની દહેશત: વિમાનમાં પેસેન્જરને આવી ઉપરા ઉપરી છીંક, પાઈલટ કોકપિટમાંથી કૂદીને ભાગ્યો

વિમાનના મુસાફરોની સાથે સાથે ચાલક દળમાં પણ ખળભળાટ મચાવનારી આ ઘટના શુક્રવાર ના રોજ 20 માર્ચની છે. કોરોના વાયરસ સામે ઝઝૂમી રહેલા પુણે એરપોર્ટથી એર એશિયાની ફ્લાઈટ I5-732 દિલ્હી માટે ઉડાણ ભરવાની તૈયારીમાં હતી.

કોરોનાની દહેશત: વિમાનમાં પેસેન્જરને આવી ઉપરા ઉપરી છીંક, પાઈલટ કોકપિટમાંથી કૂદીને ભાગ્યો

પુણે: વિમાનના મુસાફરોની સાથે સાથે ચાલક દળમાં પણ ખળભળાટ મચાવનારી આ ઘટના શુક્રવાર ના રોજ 20 માર્ચની છે. કોરોના વાયરસ સામે ઝઝૂમી રહેલા પુણે એરપોર્ટથી એર એશિયાની ફ્લાઈટ I5-732 દિલ્હી માટે ઉડાણ ભરવાની તૈયારીમાં હતી. તમામ પેસેન્જરો પોતાની સીટ પર બેસી ગયા હતાં. અચાનક એટલામાં આગળની હરોળમાં બેઠેલા એક મુસાફરે છીંકવાનું શરૂ કરી દીધુ. તેને શરદી હતી. નાજુક ઘડી જોતા સુરક્ષાના પગલા લેવાની જગ્યાએ ચાલક દળના સભ્યો ગભરાઈ ગયાં. જેવું કોકપિટમાં બેઠેલા પાઈલટને ખબર  પડી કે તે ઈમરજન્સી એક્ઝિટ ગેટમાંથી બહાર કૂદી ગયો. 

અફરા તફરીનો માહોલ
આ બાજુ વિમાનના બાકીના ક્રુ મેમ્બર્સે પ્લેનનો પાછલો દરવાજો ખોલ્યો. તમામ મુસાફરોને તે બાજુથી બહાર કાઢવામાં આવ્યાં. ફક્ત સંદિગ્ધ મુસાફર માટે જ આગળનો દરવાજો ખોલાયો. તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ થયું. સારી વાત એ રહી કે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યાં. એર એશિયાના એક પ્રવક્તાએ કહ્યું કે પહેલી હરોળમાં  બેઠેલા મુસાફરના કારણે 20 માર્ચના રોજ પુણે-દિલ્હીની ફ્લાઈટમાં આવો એક મામલો સામે આવ્યો છે. COVID-19ને લઈને દરેક જણ સતર્ક છે અને આથી તમામ મુસાફરોના મેડિકલ સ્ક્રિનિંગ કરાયા. કોઈનો પણ રિપોર્ટ પોઝિટિવ નથી. સુરક્ષા કારણોસર પ્લેનને રિમોટ બેમાં રાખવામાં આવ્યું. સંદિગ્ધ મુસાફને સામેના ગેટથી અને બાકીના મુસાફરોને પાછલા ગેટથી બહાર કાઢવામાં આવ્યાં. 

એર એશિયાનું નિવેદન
એર એશિયાએ જણાવ્યું કે આગળના દરવાજાને સુરક્ષિત જાહર કરવા સુધી ક્રુ મેમ્બર્સે પોતાની જાતને ક્વોરન્ટાઈન કરી લીધી. ફ્લાઈટના કેપ્ટને કોકપિટમાં લાગેલા ઈમરજન્સી એક્ઝિટ ગેટથી બહાર નીકળવાનું સુરક્ષિત સમજ્યું. ત્યારબાદ સમગ્ર  પ્લેનમાં એન્ટી ઈન્ફેક્શન લિક્વિડનો છંડકાવ કરવામાં આવ્યો. અમારા ચાલક દળ આવી કપરી પરિસ્થિતિમાં પણ  પ્રોફેશ્નલ રીતે કામ કરે છે. દળના સભ્યોને તે માટે તાલિમ અપાઈ છે. અમને ગર્વ છે કે તેમણે આવી વિષમ પરિસ્થિતિમાં પણ ધૈર્યથી કામ કર્યું. 

જુઓ LIVE TV

દેશમાં કોરોનાથી સાત મોત
અત્રે જણાવવાનું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 396 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. કેટલાક રાજ્યોને સંપૂર્ણ રીતે લોકડાઉન જાહેર કરાયા છે. અત્યાર સુધી 7 લોકોના મોત થઈ ચૂક્યા છે. સમગ્ર દુનિયામાં 11000 થી વધુ લોકોએ આ મહામારીના કારણે જીવ ગુમાવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news