આગરામાં 97 વર્ષનાં વૃદ્ધે આપી કોરોનાને મ્હાત, આ દવા સાબિત થઇ સંજીવની

દેશ જ નહી સમગ્ર વિશ્વમાં હાલના સમયે કોરોના વાયરસ સામે યુદ્ધ ચાલી રહ્યું છે. કોરોના મહાસંકટમાં દર્દીઓ વધી રહયા છે. તેની સામે લડીને ઠીક થવાનું પ્રમાણ પણ ઘટી રહ્યા છે. કોરોનાને ડરાવનારા આંકડાઓ વચ્ચે તાજનગરી આગરાથી જે સમાચાર આવ્યા છે તે કોરોના દર્દીઓનાં આત્મવિશ્વાસને વધારે મજબુત કરશે. આગરાનાં 97 વર્ષ નાં વૃદ્ધે કોરોનાને પરાજીત કર્યો છે. 12 દિવસની સારવાર બાદ તેઓ સ્વસ્થ થઇને પરત પણ ઘરે પરત ફરી ચુક્યા છે. 

આગરામાં 97 વર્ષનાં વૃદ્ધે આપી કોરોનાને મ્હાત, આ દવા સાબિત થઇ સંજીવની

નવી દિલ્હી : દેશ જ નહી સમગ્ર વિશ્વમાં હાલના સમયે કોરોના વાયરસ સામે યુદ્ધ ચાલી રહ્યું છે. કોરોના મહાસંકટમાં દર્દીઓ વધી રહયા છે. તેની સામે લડીને ઠીક થવાનું પ્રમાણ પણ ઘટી રહ્યા છે. કોરોનાને ડરાવનારા આંકડાઓ વચ્ચે તાજનગરી આગરાથી જે સમાચાર આવ્યા છે તે કોરોના દર્દીઓનાં આત્મવિશ્વાસને વધારે મજબુત કરશે. આગરાનાં 97 વર્ષ નાં વૃદ્ધે કોરોનાને પરાજીત કર્યો છે. 12 દિવસની સારવાર બાદ તેઓ સ્વસ્થ થઇને પરત પણ ઘરે પરત ફરી ચુક્યા છે. 

આગરાના ગાંધીનગરમાં રહેનારા 97 વર્ષનાં જીસી ગુપ્તાને તાવ અને યૂરિન ઇન્ફેક્શનની ફરિયાદ બાદ  તેમનાં પરિવારજનોએ પહેલા તેમને એમજી રોડ ખાતે એક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની કોરોના ટેસ્ટ થયો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 29 મેનાં રોજ મેડિકલ ટીમે તેમને એલ-2 શ્રેણીનાં નયતિ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. 12 દિવસ તેને હાઇ ઓક્સીજન ફ્લો પર રાખવામાં આવ્યા. 12 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ જીસી ગુપ્તાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો. 10 જુને તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. 

જીસી ગુપ્તા અત્યાર સુધીનાં સૌથી ઉમર લાયક ભારતીય છે જેમણે કોવિડ 19ને હરાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ડોક્ટરનાં પ્રયાસ અને 97 વર્ષનાં વૃદ્ધની સકારાત્મક વિચાર અને મનોબળે કોરોના વાયરસને ખરાબ રીતે હરાવી દીધા. આગરાનાં ડીએમ પ્રભુ એન સિંહના અનુસાર વૃદ્ધ દર્દીઓ માટે જીસી ગુપ્તા આશાનું એક નવું કિરણ સમાન છે. દર્દીઓને મનોબળ વધાવવા માટે આ એક ઉત્તમ ઉદાહરણ છે. 

ગુપ્તા ઉત્તર પ્રદેશનાં સૌથી વધારે ઉમરના સ્વસ્થ થનારા પ્રથમ દર્દી છે. ત્રણ દિવસ પહેલા ગૌતમબુદ્ધ નગરમાં 94 વર્ષીય વૃદ્ધોની તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને ડિસ્ચાર્જ કરાવવામાં આવ્યા હતા. જો કે આઘરાનાં વૃદ્ધનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદથી જ એક મેડિકલ ટીમ તેમનાં સ્વાસ્થય પર નજર રાખી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news