Corona કહેર વચ્ચે સારા સમાચાર, દેશમાં ટૂંક સમયમાં આવી શકે છે પાંચ નવી વેક્સિન

Coronavirus Vaccines In India: ભારતમાં હાલ કોરોના વાયરસની બે વિક્સિન- Covaxin અને Covishield ને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મલી છે. ઓક્ટબર સુધી દેશમાં વધુ 5 વેક્સિન આવી શકે છે. 

Corona કહેર વચ્ચે સારા સમાચાર, દેશમાં ટૂંક સમયમાં આવી શકે છે પાંચ નવી વેક્સિન

નવી દિલ્હીઃ કોવિડ-19ના વેક્સિનની કમીના અહેવાલો વચ્ચે કેન્દ્ર સરકારે વેક્સિન ઉત્પાદન વધારવાની દિશામાં પગલા ભર્યા છે. ન્યૂઝ એજન્સી  ANI એ સૂત્રોના હવાલાથી સમાચાર આપ્યા છે કે ઓક્ટોબર સુધી દેશમાં કોરોનાની વધુ 5 વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. હાલમાં ભારતમાં માત્ર કોવિશીલ્ડ અને કોવેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે. રશિયામાં ડેવલોપ કરવામાં આવેલી સ્પતનિક વી વેક્સિનને આગામી જૂન મહિનામાં મંજૂરી આપવામાં આવી શકે છે. 
કઈ પાંચ વેક્સિન આવવાની છે?

ANI એ સૂત્રોના હવાલાથી લખ્યું છે કે 2021ના ત્રીજા ક્વાર્ટર સુધી પાંચ અન્ય રસી ભારતમાં ઉપલબ્ધ થઈ જશે. આ પાંચ વેક્સિન આ પ્રકારે છે. 
સ્પતનિક વી વેક્સિન
જોનસન એન્ડ જોનસન વેક્સિન
નોવાવૈક્સ વેક્સિન
ઝાયડસ કેડિલાની વેક્સિન

કઈ વેક્સિન ક્યારે આવશે?
સરકારી સૂત્રોના હવાલાથી એનઆઈએએ કહ્યું કે સ્પતનિક વી ભારતમાં જૂન સુધી ઉપલબ્ધ થઈ શકે છે. જો બધુ બરાબર રહ્યું તો જોનસન એન્ડ જોનસનની વેક્સિન ઓગસ્ટ સુધી આવી જશે. ઝાયડસ કેડિલાની વેક્સિન પણ ઓગસ્ટમાં આવે તેવી સંભાવના છે. નોવાવૈક્સ સપ્ટેબર સુધી અને ઓક્ટબર સુધી ભારતમાં ઉપલબ્ધ થઈ શકે છે. 

Sputnik V ને મળશે સૌથી પહેલા મંજૂરી
રશિયામાં ડેવલોપ કરાયેલી વેક્સિન સ્પતનિક વીને આગામી 10 દિવસની અંદર ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે. રશિયન ડાયરેક્ટ ઇનવેસ્ટમેન્ટ ફંડ (RDIF) એ ભારતની ઘણી ફાર્મ કાંપનીઓ સાથે વેક્સિન બનાવવા માટે કરારો કર્યાં છે. ભારતમાં આ વેક્સિનના દર વર્ષે 85 કરોડ ડોઝ ઉત્પન કરવામાં આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news