'અંબાણી, RSS ના વ્યક્તિની ફાઇલ મંજૂર કરવાનું હતું દબાણ, 300 કરોડ લાંચ આપવાની થઇ ઓફર'

જમ્મૂ કાશ્મીર (J&K) ના પૂર્વ રજયપાલ સત્યપાલ મલિક (Satya Pal Malik) એ દાવો કર્યો છે કે તેમના કાર્યકાળ દરમિયના તેમને કહેવામાં આવ્યું હતું કે તે અંબાણી  (Ambani) અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) થી સંબદ્ધ એક વ્યક્તિની બે ફાઇલોને મંજૂરી આપે તો તેમને લાંચ તરીકે 300 કરોડ રૂપિયા મળશે. પરંતુ તેમણે સોદાને રદ કરી દીધો. તેમણે દાવો કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ તેમના નિર્ણયનું સમર્થન કરતાં કહ્યું કે ભ્રષ્ટાચાર પર સમજોતો કરવાની કોઇ જરૂર નથી. 
'અંબાણી, RSS ના વ્યક્તિની ફાઇલ મંજૂર કરવાનું હતું દબાણ, 300 કરોડ લાંચ આપવાની થઇ ઓફર'

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીર (J&K) ના પૂર્વ રજયપાલ સત્યપાલ મલિક (Satya Pal Malik) એ દાવો કર્યો છે કે તેમના કાર્યકાળ દરમિયના તેમને કહેવામાં આવ્યું હતું કે તે અંબાણી  (Ambani) અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) થી સંબદ્ધ એક વ્યક્તિની બે ફાઇલોને મંજૂરી આપે તો તેમને લાંચ તરીકે 300 કરોડ રૂપિયા મળશે. પરંતુ તેમણે સોદાને રદ કરી દીધો. તેમણે દાવો કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ તેમના નિર્ણયનું સમર્થન કરતાં કહ્યું કે ભ્રષ્ટાચાર પર સમજોતો કરવાની કોઇ જરૂર નથી. 

'પીડીપી સરકારમાં મંત્રીની ફાઇલો'
મલિક હાલ મેઘાલયના રાજ્યપાલ છે અને કેંદ્રના કૃષિ કાયદાના વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂતના આંદોલન (Farmers Protest) નું સમર્થન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જો ખેડૂતનું પ્રદર્શન ચાલુ રહ્યું તો તે પોતાના પદેથી રાજીનામું આપીને તેમની સાથે ઉભા રહેવા માટે તૈયાર છે. મલિકે રાજસ્થાના ઝુંઝનમાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે 'કાશ્મીર ગયા બાદ મારી સમક્ષ બે ફાઇલો મંજૂરી માટે લાવવામાં આવી. એક અંબાણી અને બીજી આરએસએસથી સંબદ્ધ વ્યક્તિની હતી. જે મહબૂબા મુફ્તીના નેતૃત્વવાળી તાત્કાલિક (પીડીપે-ભાજપ) સરકારમાં મંત્રી હતા. તેમના પ્રધાનમંત્રીના ખૂબ નજીક હોવાનો દાવો કર્યો હતો. 

'5 જોડી કુર્તા લાવ્યો હતો, તે જ લઇને જઇશ'
તેમણે કહ્યું કે 'બંને વિભાગોના સચિવોએ મને જણાવ્યું કે તેમાં અનૈતિક કામકાજ જોડાયેલું છે. જો બંને સોદા રદ કરી દેવામાં આવ્યા છે. સચિવોએ મને કહ્યું હતું કે 'તમને પ્રત્યેક ફાઇલને મંજૂરી આપવા માટે 150-150 કરોડ રૂપિયા મળશે. પરંતુ હું તેમને કહ્યું કે 5 જોડી લેંઘો-કુર્તા લઇને આવ્યો હતો અને ફક્ત તે જ પરત લઇને જઇશ. તેમના ભાષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોઇ શકાશે. 

ગ્રુપ હેલ્થ વિમા પોલિસી સાથે જોડાયેલી ફાઇલો?
મલિકે બે ફાઇલો વિશે વિસ્તારથી જણાવ્યું પરંતુ તે સ્પષ્ટ રૂપથી સરકારી કર્મચારીઓ, પેંશનધારકો અને માન્યતા પ્રાપ્ત પત્રકારો માટે એક સામૂહિક સ્વાસ્થ વિમા પોલિસી યોજનાને લાગૂ કરવા સંબંધિત ફાઇલોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેના માટે સરકારે અનિલ અંબાણી  (Anil Ambani) ના નેતૃત્વવાળી રિલાયન્સ ગ્રુપના રિલાયન્સ જનરલ ઇંશ્યોરન્સ (Reliance General Insurance) સાથે કરાર ગણાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news