કાલથી શરૂ થશે 200 વિશેષ ટ્રેન, RAC અને વેટિંગ લિસ્ટ માટે બનાવાયા છે ખાસ નિયમ
Trending Photos
નવી દિલ્હી : 1 જુનથી સોમવારથી રેલવે દ્વારા 200 ટ્રેનોનું નવેસરથી સંચાલન શરૂ થવા જઇ રહ્યું છે. એવામાં યાત્રીઓ માટે અનેક પ્રકારનાં નિયમ બનાવવામાં આવ્યા છે, જેને ફોલો કરવા પડશે. સ્ટેશન પરિસરમાં માત્ર કન્ફર્મ અથવા આરએસી ટિકિટ ધારક વ્યક્તિને જ પ્રવેશ આપવામાં આવશે. વેટિગ ટિકિટ ધારકને સ્ટેશનમાં પ્રવેશ નહી મળે. હવે સીધા 120 દિવસ પહેલા એટલે કે 4 મહિના પહેલા જ પોતાની યાત્રાની ટિકિટ બુક કરાવી શકો છો. જેના કારણે ટિકિટ મળવા અને યાત્રીઓની યોજના બનાવવામાં મદદ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી તમે માટ્ર એક મહિના પહેલા જ એડવાન્સ બુકિંગ કરાવી શકતા હતા. 3 મહિના પહેલા ટિકિટ બુક કરાવવાની સાથે રેલવેએ આ ટ્રેનમાં કરન્ટ સીટ બુકિંગ, તત્કાલ કોટા બુકિંગ અને વચ્ચેના સ્ટેશનોથી પણ ટિકિટ બુક કરવાની સર્વિસ પણ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે.
હાલ 200 સ્પેશ્યલ ટ્રેનમાં યાત્રા માટે ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકાશે. જો કે સરકારે સમગ્ર દેશમાં 2 લાખથી વધારે કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા પણ ટિકિટ બુક કરાવવા માટેની સગવડ આફી છે. આ ટ્રેનમાં હવે સામાનનું બુકિંગ પણ ચાલુ કરી શકાશે. આ ટ્રેનો માટે મોબાઇલ એપ, કેટલાક પસંદગીના રેલવે સ્ટેશના કાઉન્ટર, પોસ્ટ ઓપીસ, યાત્રી ટિકિટ સુવિધા કેન્દ્ર (YTSK), અધિકારીક એજન્ટ, પેસેન્જર રિઝર્વેશન સિસ્ટ દ્વારા પણ ટિકિટ બુક કરાવી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે