કેરળ: સબરીમાલા મંદિરમાં પહેલીવાર મહિલાઓ પૂજા કરવા પહોંચી, જુઓ VIDEO
કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશની કોશિશને સફળતા મળી છે. બુધવારે સવારે 3.45 વાગે બે મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો.
Trending Photos
નવી દિલ્હી: કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશની કોશિશને સફળતા મળી છે. બુધવારે સવારે 3.45 વાગે બે મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો. મંદિરના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે જ્યારે કોઈ મહિલાએ મંદિરમાં પ્રવેશ કર્યો હોય. અત્રે જણાવવાનું કે સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની આયુની મહિલાઓના પ્રવેશ પર રોક લાગેલી હતી. મહિલાઓના પ્રવેશ પર રોક લાગ્યા બાદ આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. ત્યારબાદ કોર્ટે તેના પરથી પ્રતિબંધ હટાવ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ હટાવાયા છતાં મંદિરમાં મહિલાઓને પ્રવેશ મળતો નહતો.
ન્યૂઝ એજન્સી દ્વારા જારી વીડિયોમાં જોઈ શકાય છે કે બે મહિલાઓ વહેલી સવારે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારથી અંદર પ્રવેશ કરી રહી છે. બંને મહિલાઓએ કાળા રંગના વસ્ત્રો ધારણ કરેલા છે. સૂત્રોના હવાલે સમાચાર મળી રહ્યાં છે કે મહિલાઓની ઉંમર લગભગ 40 વર્ષ છે.
મોડી રાતે કર્યું ચઢાણ
કહેવાય છે કે મંદિરમાં પ્રવેશ કરવા માટે બંને મહિલાઓએ અડધી રાતે ચઢાણ શરૂ કર્યું હતું. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ જે બે મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કર્યો તેમાંથી એકનું નામ બિંદુ અને બીજી મહિલાનું નામ કનકદુર્ગા છે.
#WATCH Two women devotees Bindu and Kanakdurga entered & offered prayers at Kerala's #SabarimalaTemple at 3.45am today pic.twitter.com/hXDWcUTVXA
— ANI (@ANI) January 2, 2019
મંદિરમાં બધાને પ્રવેશનો હક-કોર્ટ
ઉલ્લેખનીય છે કે સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશમાં પ્રાઈવેટ મંદિરનો કોઈ સિદ્ધાંત નથી. મંદિર પ્રાઈવેટ સંપત્તિ નથી પરંતુ સાર્વજનિક સંપતિ હોય છે. જ્યાં કોઈ પણ જઈ શકે છે. કોર્ટે એટલે સુધી કહ્યું કે જ્યારે ભગવાને પુરુષ અને મહિલાઓમાં કોઈ ભેદ નથી કર્યો, તેમણે જ બંનેને બનાવ્યાં છે તો પછી ધરતી પર ભેદભાવ કેમ કરાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે