ચોંકાવનારો કિસ્સો...સ્કૂટર પર જઈ રહેલા પાનવાળાની બેગ ખોલતા જ પોલીસના ઉડ્યા હોશ

નોટબંધીના અઢી વર્ષ બાદ પોલીસ સામે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.

ચોંકાવનારો કિસ્સો...સ્કૂટર પર જઈ રહેલા પાનવાળાની બેગ ખોલતા જ પોલીસના ઉડ્યા હોશ

ઈન્દોર: નોટબંધીના અઢી વર્ષ બાદ પોલીસ સામે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં કુલ 500 અને 1000 રૂપિયાની 73.15 લાખ રૂપિયાની જૂની નોટો સાથે પોલીસે 2 લોકોને પકડ્યા છે. એએસપી શૈલેન્દ્ર સિંહ ચૌહાણે આજે જણાવ્યું કે એમઆર-9 રોડ પાસે વાહનોની તલાશી દરમિયાન રાતે એક સ્કૂટરને રોકવામાં આવ્યું. 

આ વાહન પર ઋષિ રાયસિંહ (23) અને સાવન મેવાતી (26) સવાર હતાં અને તેમની પાસે એક બેગ હતી. આ બેગમાં 1000-1000 રૂપિયાની 4574 જૂની નોટ અને 500-500 રૂપિયાની 5482 જૂની નોટો હતી. ચૌહાણે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓમાં સામેલ ઋષિ મધ્ય પ્રદેશના શાજાપુર જિલ્લાના શુજાલપુર કસ્બામાં પાનની દુકાન ચલાવે છે. જ્યારે મેવાતી ઈન્દોરનગર નિગમનો સફાઈકર્મી છે. 

73.15 लाख के बंद नोट बदलवाने जा रहा था पान वाला, साथी समेत गिरफ्तार

તેમણે જણાવ્યું કે ચલણમાંથી રદ થઈ ગયેલી જૂની નોટો ઋષિ શુજાલપુરથી ઈન્દોર લાવ્યો હતો. તે મેવાતી સાથે તેને 30 ટકા કમીશનના આધારે નવી નોટો સાથે બદલવા માટે જઈ રહ્યો હતો. આ નોટો કોણ અદલાબદલી કરી આપવાનું હતું તે વ્યક્તિની હાલ શોધ થઈ રહી છે. જો કે આ કોઈ પહેલો મામલો નથી, કે બંધ થયેલી નોટો પકડાઈ હોય. પોલીસે અહીં ઓગસ્ટ 2018માં 500 અને 1000 રૂપિયાના લગભગ એક કરોડ રૂપિયાની બંધ થયેલી નોટો સાથે 3 લોકોને પકડ્યા હતાં. 

જુઓ LIVE TV

જો કે હજુ સુધી એ વાતનો ખુલાસો નથી થયો કે 500 અને 1000 રૂપિયાની રદ થયેલી નોટોને બદલવાના આ ગોરખધંધામાં કોણ સામેલ છે અને આ બંધ નોટો કેવી રીતે વટાવાય છે? એએસપીએ  કહ્યું કે અમે વિસ્તૃત તપાસ દ્વારા આ સવાલોના જવાબ શોધવાની કોશિશ કરી રહ્યાં છીએ. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8મી નવેમ્બર 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news