4 વર્ષમાં ભારતે પકડ્યા 16 ભાગેડુ આરોપીઓ, હવે માલ્યા અને મોદીનો વારો
ભાગેડુ આરોપીઓને ભારત લાવવા માટે કેન્દ્ર સરકારના પ્રયાસો સતત ચાલી રહ્યાં છે. ગત ચાર વર્ષોમાં 16 ભાગેડુ આરોપીઓને પરત ભારત લાવવામાં આવ્યા છે. 2018માં પાંચ ભાગેડુના પ્રત્યર્પણ કરી દેશ લાવવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: ભાગેડુ આરોપીઓને ભારત લાવવા માટે કેન્દ્ર સરકારના પ્રયાસો સતત ચાલી રહ્યાં છે. ગત ચાર વર્ષોમાં 16 ભાગેડુ આરોપીઓને પરત ભારત લાવવામાં આવ્યા છે. 2018માં પાંચ ભાગેડુના પ્રત્યર્પણ કરી દેશ લાવવામાં આવ્યા છે. આ પાંચ ભાગેડ઼ુમાં ત્રણ ભારતીય, એક રોમાનિયન અને એક બ્રિટિશ (ક્રિશ્ચિયન મિશેલ) છે. જણાવી દઇએ કે અગસ્તા વેસ્ટલેન્ડ (Agusta Westland Case) વીવીઆઇપી હેલીકોપ્ટર સોદા મામલે કથિત મધ્યસ્થી ક્રિશ્ચિયન મિશેલ પણ આ વર્ષે ભારત લાવવામાં આવ્યો છે.
2015માં સર્વાધિક 6 ભાગેડૂને પરત લાવવામાં આવ્યા
વિદેશ રાજ્ય મંત્રી વીકે સિંહએ લોકસબામાં એક સવાલનો જવાબ આપતા આ જાણકારી આપી કે, તેમણે ચાર વર્ષમાં 2015 એ વર્ષ હતું જેમાં સૌથી વધુ 6 ભાગેડૂને પરત ભારત લાવવામાં આવ્યા. આ છ ભાગેડુમાં પ્રતિબંધિત સંગઠન યૂનાઇટેડ લિબરેશન ફ્રંટ ઓફ આસામ (ULFA)ના જનરલ સેક્રેટરી અનૂપ ચેતિયાને બાંગ્લાદેશથી લાવવાનું સામેલ છે. તેમણે જણાવ્યૂં કે 2016માં ચાર ભાગેડૂને પરત લાવવામાં આવ્યા જ્યારે 2017માં જોબ સ્કેમ રેક્ટમાં સામેલ સુલ્તાન અબૂબકર કાદિરને સિંગાપુરથી પ્રત્યર્પિત કરી ભારત લાવવામાં આવ્યા છે.
ભારતે વિદેશ સરકારોને મોકલ્યા 132 પ્રત્યર્પણ અનુરોધ
કુલ મળીને પસાર થયેલા ચાર વર્ષમાં ભારતે વિદેશોથી 43 પ્રત્યર્પણ અનુરોધ મળ્યા હતા. ત્યારે, ભારતે વિદેશી સરકારોને 132 પ્રત્યર્પણ અનુરોધ મોકલ્યા છે. ભારતે ગત ચાર વર્ષમાં ચાર દેશો-આફગાનિસ્તાનસ લિથુઆનિયા, મલાવી અને મોરક્કોની સાથે પ્રત્યર્પણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારત નીરવ મોદીના પ્રત્યર્પણને લઇ બ્રિટન પર દબાણ બનાવી રહી છે. ઓગસ્ટ, 2018માં ભારતે લંડનને નીરવ મોદીના પ્રત્યર્પિત કરાવવા માટે બે પ્રત્યર્પણ અનુરોધ મોકલ્યા છે. જેમાંથી એક સીબીઆઇ અને બીજું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મોકલાવમાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયના અનુસાર, પ્રત્યર્પણ અનુરોધ પર બ્રિટનના અધિકારી વિચાર કરી રહ્યાં છે.
નીરવ મોદી અને વિજય માલ્યા પર નજર
સિંહે જણાવ્યું કે નેશનલ સેન્ટ્રલ બ્યૂરો મેનચેસ્ટરે ઇનવેસ્ટીગેટરે બ્રિટનમાં નિરવ મોદીના સ્થળની જાણકારી મેળવી હતી. ત્યારબાદ તેની જણકારી ભારતની તપાસ એજન્સીઓ અને સરકારને આપી હતી. તેમણે કહ્યું કે અન્ય દેશોથી પ્રત્યર્પણ મામલા પર અમે પૂરો સહયોગ મળી રહ્યો છે. ભાગેડુ દારૂના વેપારી વિજય માલ્યાના પ્રત્યર્પણ પર પણ ભારતને બ્રિટન તરફથી સકારાત્મક વલણ મળ્યું છે. આ મામલાને બ્રિટનની કોર્ટે આગળ વધાર્યો છે. હવે આ મામલો બ્રિટનના ગૃહ સચિવ સાજિદ જાવિદની સામે જશે, તેમની પાસે પ્રત્યાર્પણનો ઔપચારિક આદેશ આપવાનો પાવર છે.
વધુમાં વાંચો: VVIP હેલિકોપ્ટર ડીલ: મિશેલના પત્રથી મોટો ખુલાસો, કોંગ્રેસે મનમોહન સિંહ પર સર્જ્યુ હતું દબાણ
ત્રણ વિદેશી નાગરિકોનું થયું પ્રત્યર્પણ
જણાવી દઇએ કે ચાર ડિસેમ્બરે સંયુક્ત અરબ અમીરાત (યુએઇ)ખી અગસ્તા વેસ્ટલેન્ડ મામલે એક બ્રિટિશ નાગરિક અને કથિત મધ્યસ્થિ ક્રિશ્ચિયન મિશેલ જેમ્સને ભારત લાવવામાં આવ્યો છે. રસપ્રદ વાત તો એ છે કે ક્રિશ્ચિયન મિશેલ ગત ચાર વર્ષથી ભારત લાવવામાં આવેલો એક માત્ર વિદેશી નાગરી નથી. ભારત પરત લાવેલા 16 લોકોમાંથી ત્રણ વિદેશી નાગરીકો છે. તેમાં ક્રિશ્ચિયન મિશેલ (બ્રિટીશ), ઇયોનત એલેક્જેન્ડુ મૈરિનોઉ (રોમાનિયા) અને વિલી નરૂનાર્ટવાની (થાઇ) સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે