Coronavirus: કોરોનાના લક્ષણો વિશે WHOએ આપ્યું મોટું નિવેદન, જાણવું ખુબ જ જરૂરી
વિશ્વ આરોગ્ય સંગઠન (World Health Organization)એ કહ્યું કે દેશોએ કોરોના વાયરસના સંક્રમણના કેસોની ભાળ મેળવવા માટે લોકોની તપાસ કરવી જોઈએ અને એવા લોકોની પણ તપાસ કરવી જોઈએ જેમાં કોરોના સંક્રમણના લક્ષણો જોવા મળતા નથી. આ સાથે તેમણે લોકો જે રીતે માસ્ક અને સામાજિક અંતરના નિયમોનું પાલન નથી કરતા તે અંગે ચિંતા પણ વ્યક્ત કરી.
Trending Photos
નવી દિલ્હી: વિશ્વ આરોગ્ય સંગઠન (World Health Organization)એ કહ્યું કે દેશોએ કોરોના વાયરસના સંક્રમણના કેસોની ભાળ મેળવવા માટે લોકોની તપાસ કરવી જોઈએ અને એવા લોકોની પણ તપાસ કરવી જોઈએ જેમાં કોરોના સંક્રમણના લક્ષણો જોવા મળતા નથી. આ સાથે તેમણે લોકો જે રીતે માસ્ક અને સામાજિક અંતરના નિયમોનું પાલન નથી કરતા તે અંગે ચિંતા પણ વ્યક્ત કરી.
સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે દુનિયાના દેશોએ કોરોના વાયરસનો ચેપ લાગવાના મામલામાં એ લોકોની પણ તપાસ કરવી જોઈએ જેમનામાં કોવિડ-19ના કોઈ જ લક્ષણો દેખાતા નથી. આ પહેલા અમેરિકાના સ્વાસ્થ્ય એજન્સીએ પોતાની નીતિમાં ફેરફાર કરતા કહ્યું હતું કે સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા એવા લોકો જેમનામાં કોરોનાના લક્ષણો નથી, તેમની તપાસ કરવાની જરૂર નથી.
તપાસનો દાયરો વધારવો જોઈએ
WHOના ટેક્નોલોજી હેડ મારિયા વાન કેરખોવે કહ્યું કે, તપાસનો વ્યાપ વધારવાની જરૂર છે. એવા લોકોની પણ તપાસ થવી જોઈએ જેમનામાં સંક્રમણના લક્ષણો હળવા છે અથવા તો નથી. કેરખોવેએ કહ્યું કે, એ ખૂબ જ જરૂરી છે કે સંક્રમિત લોકોને અલગ કરીને, તેમના સંપર્કમાં કોણ આવ્યું હતું તેની તપાસ કરવામાં આવે. સંક્રમણની કડીને તોડવા માટે આ પાયાની જરૂરીયાત છે.
અત્રે જણાવવાનું કે આ અગાઉ અમેરિકી સ્વાસ્થ્ય એજન્સીએ પોતાની નીતિમાં ફેરફાર કરતા કહ્યું હતું કે સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા એવા લોકો કે જેમનામાં ચેપના લક્ષણો જોવા મળતા નથી તેમની તપાસ કરવી જરૂર નથી.
લોકો હવે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા નથી
તેમણે કહ્યું કે, આ ચિંતાનો વિષય છે કે લોકો હવે સામાજિક અંતરના નિયમોનું કડકાઈથી પાલન નથી કરી રહ્યા. કેરખોવના જણાવ્યાં પ્રમાણે માસ્ક પહેર્યા બાદ પણ ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખવું જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે