આ એક ભૂલના કારણે વધે છે પેટની ચરબી, જાણો શું સાવચેતી રાખશો

આ એક ભૂલના કારણે વધે છે પેટની ચરબી, જાણો શું સાવચેતી રાખશો

નવી દિલ્લીઃ પેટની ચરબી તમારા આખા દેખાવને બગાડી શકે છે. પેટની ચરબી વધી જાય તે દેખાવ માટે અને સ્વાસ્થ્ય માટે સારું નથી. ઘણી વખત લોકો પેટની ચરબી ઘટાડવામાં ભૂલો કરે છે, જેના કારણે મહેનત કર્યા પછી પણ ચરબી ઓછી થતી નથી. પેટની ચરબી પાછળ તમારી ખરાબ જીવનશૈલીથી લઈને આનુવંશિકતા સુધીના ઘણા કારણો હોઈ શકે છે. સ્વાસ્થ્યની કેટલીક સ્થિતિઓ અને ઉંમરને કારણે ચરબી પણ જમા થવા લાગે છે.  કેટલીક એવી ભૂલો જે તમારા પેટની ચરબી ઓછી ન થવાનું કારણ બની શકે છે. અમે તમને જણાવીશું ચરબી ઘટાડવાની સાચી રીત.

વધારે પાણી પીવું જરૂરી છેઃ
જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે પાણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઘણીવાર લોકો શું ખાવું અને શું ન ખાવું તેના પર ધ્યાન આપે છે, પરંતુ પાણીની માત્રા પર ધ્યાન આપતા નથી. જો તમે પાણી ઓછું પીતા હોવ તો તમને પેટની ચરબી ઘટાડવામાં મુશ્કેલી પડી શકે છે. ભોજન પહેલાં પાણી પીવાથી, તમે ઓછી કેલરીનો વપરાશ કરો છો.

સૂક્ષ્મ પોષકતત્ત્વો ઓછા ન હોવા જોઈએઃ
વજન અથવા ચરબી ઘટાડવા માટે, ઘણી વખત લોકો તેમની કેલરીની માત્રા ઘટાડે છે અને પોષણ પણ ઘટાડે છે. આમ કરવાથી તમારા શરીરમાં ચરબીની જગ્યાએ પાણી ઓછું થવા લાગે છે. જ્યારે આવું થાય છે, ત્યારે પેટની ચરબી ઘટાડવામાં સમસ્યા થાય છે.

ફિઝિકલી એક્ટિવ રહેવું જરૂરીઃ
જો તમે માત્ર ખોરાક છોડીને પેટની ચરબી ઘટાડવા માંગતા હોવ તો તમારું બલિદાન નકામું છે. આ માટે તમારે થોડી મહેનત કરવી પડશે. જો તમે શારીરિક રીતે સક્રિય ન હોવ તો પેટની ચરબી ઘટશે નહીં. તમારી દિનચર્યામાં શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ કરવો જરૂરી છે.

ઓછી ઉંઘના કારણે વજન વધે છેઃ
જો તમને પૂરતી ઉંઘ નથી આવતી તો તમારું વજન વધી જશે. જ્યારે ઊંઘ ન આવે ત્યારે કોર્ટિસોલ વધે છે. જ્યારે આવું થાય, ત્યારે તમને વધુ કેલરીવાળો ખોરાક ખાવાનું મન થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news