Coronavirus Precautions: કોરોના દર્દીઓએ રાખવું પડશે આ વાતનું ધ્યાન, જેથી શ્વાસ લેવામાં ન થયા મુશ્કેલી

ભારતમાં કોવિડ-19 ની વર્તમાન લહેર (Covid-19 second wave) વર્ષ 2020 માં આવેલી પ્રથમ લહેરની સરખામણીએ ઘણી રીતે જુદી છે. દરરોજ દેશભરના વિવિધ શહેરોની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતના (Oxygen shortage) સમાચાર સામે આવતા તે સ્પષ્ટ થઈ ગયું છે

Coronavirus Precautions: કોરોના દર્દીઓએ રાખવું પડશે આ વાતનું ધ્યાન, જેથી શ્વાસ લેવામાં ન થયા મુશ્કેલી

નવી દિલ્હી: ભારતમાં કોવિડ-19 ની વર્તમાન લહેર (Covid-19 second wave) વર્ષ 2020 માં આવેલી પ્રથમ લહેરની સરખામણીએ ઘણી રીતે જુદી છે. દરરોજ દેશભરના વિવિધ શહેરોની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતના (Oxygen shortage) સમાચાર સામે આવતા તે સ્પષ્ટ થઈ ગયું છે કે, આ વખતે કોરોનાથી પીડિત દર્દીઓમાં ગત વર્ષ કરતા શ્વાસની બીમારી (Breathing Problem) વધી ગઈ છે. ICMR ના આંકડા પણ આ દર્શાવે છે કે, આ વર્ષ લગભગ 48 ટકા દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા છે. જ્યારે ગત વર્ષ કોરોના દર્દીઓમાં ઉધરસના વધુ લક્ષણો જોવા મળ્યા હતા.

આ વાતોનું રાખો ધ્યાન જેથી શ્વાસ લેવામાં ન પડે તકલીફ
આવી સ્થિતિમાં હોમ આઇસોલેશન દર્દીઓએ (Home Isolation Patients) ધ્યાનમાં રાખવું જોઈએ કે, જો પલ્સ ઓક્સિમીટરમાં ઓક્સિજનનું સ્તર 90 નીચે જાય છે, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો અને હોસ્પિટલમાં જાઓ. આ સિવાય, કોરોના દર્દીને શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન હોવી જોઈએ, તે માટે પણ આ બાબતોને ખાસ અનુસરો.

  1. જો કોરોના દર્દીને તેના શરીરમાં ઓક્સિજનનો અભાવ જોવા મળી રહ્યો છે, તો પછી તેઓએ મીણબત્તીઓ, ઇલેક્ટ્રિક અથવા ગેસ હીટર, ગેસ સ્ટોવ્સ, પેઇન્ટ થિનર, કોઈપણ પ્રકારના સ્પ્રેથી દૂર રહેવું જોઈએ આ વસ્તુઓ શ્વાસ લેવામાં મુશ્કેલી વધારી શકે છે.
  2. કોરોના દર્દીઓએ ભૂલથી પણ સ્મોકિંગ (Avoid smoking) કરવું જોઇએ નહીં અને ના અન્ય કોઇએ પણ ઘરમાં સ્મોકિંગ કરવું જોઇએ. આ ઉપરાંત ઘરમાં ધુમાળાવાળી અગરબતી અવા ધૂપબત્તી પણ ન લગાવવી. કોઇપણ પ્રકારનો ધુમાડાના સંપર્કમાં આવવાથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
  3. જો તમે ઇચ્છો તો ઘરમાં એવા કેટલાક ઇન્ડોર પ્લાન્ટ્સ (Indoor plants for Oxygen) મૂકી શકો છો જે ઘરની અંદરની હવાને સાફ કરવા તેમજ ઘરની હવામાં ઓક્સિજન વધારવાનું કામ કરે છે. એરિકા પામ, સ્નેક પ્લાન્ટ, મની પ્લાન્ટ, એલોવેરા પ્લાન્ટ આ એવા કેટલાક છોડ છે કે જો તમે આસપાસ હોવ તો તમને તાજગી અનુભવાશે અને ઓક્સિજનનો અભાવ નહીં રહે.
  4. એઈમ્સના ચીફ ડોક્ટર રણદીપ ગુલેરિયા અને મેદાંતા મેડિસિટી હોસ્પિટલના અધ્યક્ષ ડો.નરેશ ત્રેહનના કહેવા પ્રમાણે, જો ઘરે સારવાર લેતા દર્દીઓના શરીરમાં ઓક્સિજનનું સ્તર નીચે આવી રહ્યું હોય, તો તેઓએ અનુલોમ વિલોમ (Anulom Vilom) કરવું જોઈએ અને ઉંડાણપૂર્વક શ્વાસ લેવો જોઈએ. ડીપ શ્વાસ લેવાની કસરત (Deep Breathing Exercise) કરવી જોઈએ. લાંબો શ્વાસ લેવાથી ફેફસામાં ઓક્સિજનની ઉંચી માત્રા પહોંચી જાય છે, જે ફેફસાંને મજબૂત બનાવે છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી ઘટાડે છે.
  5. લોહીમાં ઓક્સિજનનું (Oxygen) સારૂ પ્રમાણ જાળવવા માટે, આહારમાં આવી વસ્તુઓનો સમાવેશ કરો. જે લોહીમાં હિમોગ્લોબિન વધારવામાં (Diet that increase haemoglobin in blood) મદદ કરે છે. તમારા આહારમાં, કોપર, આયર્ન, વિટામિન અને ફોલિક એસિડ સહિતની ચીજોનો સમાવેશ કરો. આ પોષક તત્વો લોહીમાં ઓક્સિજનનું સ્તર વધારવામાં મદદ કરે છે. બટાટા, તલ, કાજુ અને મશરૂમમાં મોટા પ્રમાણમાં કોપર હોય છે. આયરન માટે, ચિકન, માંસ ઉપરાંત કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી અને દાળનું સેવન કરો. ખોરાકમાં મીઠાનું સેવન ઓછું કરો.

(નોંધ: કોઈપણ ઉપાય કરતા પહેલા હંમેશા નિષ્ણાત અથવા ડોક્ટરની સલાહ લો. ZEE ન્યૂઝ આ માહિતીની જવાબદારીનો દાવો કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news