શુગર કંટ્રોલમાં રાખવા માટે રોજ કરો આ ભાખરીનું સેવન, જાણો 3 જબરદસ્ત ફાયદા

શુગર કંટ્રોલમાં રાખવા માટે રોજ કરો આ ભાખરીનું સેવન, જાણો 3 જબરદસ્ત ફાયદા

મિલેટ્સ એટલે કે જાડા ધાન્ય એ કોપર, મેગ્નેશિયમ, અને ફોસ્ફરસનો એક ઉત્તમ સ્ત્રોત છે. તે વજન ઓછું કરવામાં તમારી મદદ કરે છે, બ્લડશુગર લેવલ કંટ્રોલમાં રાખે છે અને પાચન માટે પણ સારું હોય છે. કારણ કે તે ફાયબરયુક્ત હોય છે. પરંતુ આમ છતાં આપણામાંથી મોટાભાગના લોકો તેના પર પૂરતું ધ્યાન આપતા નથી. ન્યૂટ્રિશિયનિસ્ટ રુજુતા દિવેકરે પોતાના ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર મિલેટના ફાયદા ગણાવતો એક વીડિયો પણ શેર કર્યો છે. રુજુતા મિલેટ્સ રાંધવા અને ખાવાની યોગ્ય રીત વિશે જણાવે છે. 

રુજુતાના જણાવ્યાંમુજબ ખરાબ રીતે રાંધવાનું કૌશલ એ સ્વસ્થ રહેવાના રસ્તામાં વિધ્ન છે. કારણ કે મોટાભાગના લોકો ખાવાનું પકાવવાનું દર્દ સહન કરવા માંગતા નથી. આપણે મિલેટનું સેવન કરવા માટે ચિપ્સ કે મલ્ટીગ્રેઈન બ્રેડ જેવા વિકલ્પ પસંદ કરીએ છીએ. મિલેટ ખાવા માટેની આ રીત સ્વસ્થ નથી. પેક્જ્ડ અને પ્રોસેસ્ડ ફૂડ આઈટમ તમને ક્યારેય પણ એ પોષણ ન આપી શકે જે ઘરે બનાવેલા તાજા ભોજનથી મળે છે. 

મિલેટ ભાખરી બનાવવાની રીત અને ફાયદા
રુજુતા દિવેકરનું કહેવું છે કે મિલેટ ફાઈબર, અમીનો એસિડ, વિટામિન બી અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આ સુપરફૂડને ખાવાની સૌથી સારી રીતમાંથી એક છે ઘરે  બનાવેલી ભાખરી. ભાખરી જાડા અનાજના લોટથી બનેલી હોય છે. જે રોટલી જેવી હોય છે. તેને બનાવવા માટે વેલણની જગ્યાએ હાથનો ઉપયોગ કરાય છે. 

મિલેટની ભાખરી તમે રોજ દાળ, શાક અને ચટણી સાથે ખાઈ શકો છો. જો તમને પણ લોટ બાંધવામાં પરેશાની થાય તો રુજુતા કહે છે કે મિલેટના લોટને હંમેશા હૂંફાળા પાણી જ બાંધવો જોઈએ. ત્યારબાદ તેના ગોળ ગોળ લુઆ બનાવી લો અને તેને પકવવા માટે તમારા લોઢાના તવા પર નાખતા પહેલા, હાથથી દબાવીને ભાખરી બનાવી લો. 

મિલેટ ભાખરીના ફાયદા
1. મિલેટ ભાખરીમાં નિયાસિન હોય છે જે એક પ્રકારનું વિટામીન બી હોય છે. જે મિલેટમાંથી મળી આવે છે. મિલેટ ઉર્જા ઉત્પાદન, તંત્રિકા સ્વાસ્થ્ય અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. 

2. મિલેટમાં મળી આવતા મેગ્નેશિયમ, ઝિંક અને ફાઈબર તેને બ્લડ શુગર રેગ્યુલેટ કરવા માટે એક ઉત્કૃષ્ટ ભોજન  બનાવે છે. ખાસ કરીને પીસીઓડી અને ડાયાબિટિસ માટે. 

3. મિલેટમાં રહેલું ફોલિક એસિડ આયર્નને શોષવામાં મદદ કરે છે અને ત્વચા, સ્વાસ્થ્ય તથા પ્રજનન ક્ષમતામાં સુધારો કરે છે. 

મિલેટ વિશે વધુ વાત કરતા રુજુતા કહે છે કે તમારે ક્યારેય આ બધા મિલેટને એક સાથે ભેગા કરવા જોઈએ નહીં. તેના કરતા એક એક કરીને ખાવા જોઈએ. એક સમયે એક જ મિલેટનો ઉપયોગ કરવો જોઈએ. તેને ટેસ્ટી બનાવવા માટે તમે તેને ગોળ અને ઘી સાથે પણ પીરસી શકો છો. તમે નિશ્ચિત રીતે તેને ચટણી સાથે પણ ખાઈ શકો છો. જે તમને એકદમ ઉત્તમ અનુભવ પણ કરાવશે. 

કોને કહેવાય મિલેટ્સ?
સાદી ભાષામાં કહીએ તો મિલેટ્સ એટલે જાડું અનાજ કે ધાન્ય. જુવાર, બાજરી, રાગી અને મકાઈ જેવા અનાજનું સેવન કરવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. 

ક્યારે અને કેવી રીતે ખાવું
રુજુતાએ મિલેટ્સના સેવન કરવા અંગે જાણકારી પણ આપી છે. 

- બાજરો અને મકાઈ શિયાળાના ઋતુ માટે હોય છે. તમે તેનો સ્વાદ ગોળ અને ઘી સાથે લઈ શકો છો. 

- જુવાર ગરમીઓ માટે સારું રહે છે. તેને સારી ચટણી સાથે ખાઈ શકો છો. 

- રાગીને આખું વર્ષ ખાઈ શકાય છે. તેના ઢોસા, લાડુ વગેરે પણ બનાવી શકાય છે. વાળ ઉતરતા હોય તો તેને રોકવા માટે બાજરીના લાડુનું સેવન કરો. 

રુજુતા કહે છે કે મિલેટ તમારા માટે ચોખા અને ઘઉની રોટલીનો વિકલ્પ નથી. જો તમે ઈચ્છો તો તમે ચોખા અને ઘઉની રોટલી ભાખરી સાથે આ જાડા ધાન્યની વસ્તુઓ પણ ખાઈ શકો છો. 

(Disclaimer: અહીં આપેલી જાણકારી એક્સપર્ટના મત પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news