જબલપુરના ડોનર સેમ્પલમાંથી મળી આવ્યું વિશ્વમાં અત્યંત દુર્લભ -Ael બ્લડ ગ્રૂપ

આપણે એ પણ ભણ્યા છીએ કે O પ્રકારનું બ્લડ ગ્રુપ ધરાવતા લોકો સાર્વત્રિક દાતા છે અને AB ધરાવતા લોકો સાર્વત્રિક પ્રાપ્તકર્તા છે. આપણે જે આઠ બ્લડ ગ્રુપવિશે જાણીએ છીએ તેમાં AB નેગેટિવ એ બહુ જ ઓછા લોકોમાં જોવામળતું બ્લડ ગ્રુપ માનવામાં આવે છે. જો કે, આ સિવાય અન્ય અત્યંત દુર્લભ બ્લડ ગ્રુપ છે જેના વિશે લોકો ભાગ્યે જ જાણતા હોય છે.

જબલપુરના ડોનર સેમ્પલમાંથી મળી આવ્યું વિશ્વમાં અત્યંત દુર્લભ -Ael બ્લડ ગ્રૂપ

આપણે સૌ સ્કૂલમાં ભણ્યા છીએ કે A, B, AB અને O એમ ચાર બ્લડગ્રુપ છે અને તેમની નેગેટિવ આવૃત્તિઓ છે. આપણે એ પણ ભણ્યા છીએ કે O પ્રકારનું બ્લડ ગ્રુપ ધરાવતા લોકો સાર્વત્રિક દાતા છે અને AB ધરાવતા લોકો સાર્વત્રિક પ્રાપ્તકર્તા છે. આપણે જે આઠ બ્લડ ગ્રુપવિશે જાણીએ છીએ તેમાં AB નેગેટિવ એ બહુ જ ઓછા લોકોમાં જોવામળતું બ્લડ ગ્રુપ માનવામાં આવે છે. જો કે, આ સિવાય અન્ય અત્યંત દુર્લભ બ્લડ ગ્રુપ છે જેના વિશે લોકો ભાગ્યે જ જાણતા હોય છે. આવું જ એક બ્લડ ગ્રુપ શેલ્બી હોસ્પિટલ અમદાવાદના બ્લડ બેંકમાં તાજેતરમાં જબલપુરના 30 વર્ષના બ્લડ ડોનર અમન જૈનના બ્લડ સેમ્પલમાં જોવા મળ્યું હતું.

અમન જૈને ગ્રુપ O તરીકે 10 વખત તેમનું રક્તદાન કર્યું હતું પરંતુ શેલ્બી હોસ્પિટલની બ્લડ બેંકમાં ડૉ. યેશા એન. પરીખ, કન્સલ્ટન્ટટ્રાન્સફ્યુઝન મેડિસિન સ્પેશિયાલિસ્ટ અને બ્લડ બેંક ઓફિસરે તેના લોહીના સેમ્પલમાં અસામાન્ય લક્ષણો સાથે બ્લડ ગ્રુપિંગમાં કેટલાક અસંગત પરિણામો નોંધ્યા હતા. શેલ્બી ખાતે હાથ ધરવામાં આવેલીપ્રાથમિક તપાસ અને ડો. પ્રભાત શર્મા, ગ્રુપ હેડ, પેથોલોજી, શેલ્બી હોસ્પિટલ સાથે ચર્ચા કર્યા બાદ તેના લોહીના નમુનાને વધુ તપાસ માટે સુરતની લોક સમર્પણ બ્લડ બેંકમાં રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉ. સન્મુખ આર. જોશીએ નમુનાનું વિગતવાર પરીક્ષણ કર્યું હતું અને તારણ કાઢ્યું કે ડોનરનું બ્લડ ગ્રુપ O નહોતું, જેમ કે અગાઉ જાણકરવામાં આવી હતી પરંતુ આ બ્લડ ગ્રુપ Ael બ્લડ ગ્રુપ હતું, જે ખુબ જ દુર્લભ બ્લડ ગ્રુપ છે.
 
મેડિકલ સાહિત્યમાં A અને B એન્ટિજેન્સના થોડા નબળા પ્રકારો જાણીતા છે જેમાંથી, A એન્ટિજેનનું Ael પ્રકાર કોઈપણ ખૂબ જ દુર્લભ છે. અમારી શ્રેષ્ઠ જાણકારી મુજબ, ગુજરાતનો આ પ્રકારનો પ્રથમ કેસ છે, કદાચ , સમગ્ર ભારતમાંથી નોંધાયેલો પણ આ પ્રથમ કેસ છે. વિશેષજ્ઞોનું માનવું છે કે સમગ્ર વિશ્વમાં, મુખ્યત્વે દક્ષિણ પૂર્વ એશિયામાંમાત્ર 40 થી 50 લોકો જ આ બ્લડ ગ્રુપ ધરાવે છે. આવા કિસ્સાઓ પર ઓછા અહેવાલો છે અને તેને સુવ્યવસ્થિત રીતે સમજવાના માટે પ્રયાસો થઇ રહ્યા છે.

આ શોધ માટે ટીમને અભિનંદન આપતાં, શેલ્બી હોસ્પિટલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિક્રમ શાહે જણાવ્યું હતું કે, “શેલ્બી ખાતે અમે હંમેશા વિશ્વ કક્ષાના સાધનોનો ઉપયોગ કરીને સંપૂર્ણ તપાસ માટે પ્રતિબદ્ધ છીએ, અને આ શોધ અમારી ટીમ દ્વારા યોગ્ય પ્રોટોકોલ અને તકેદારીના પાલનથી શક્ય બની છે. અમારી લેબમાં અમે મોલેક્યુલરટેસ્ટિંગ અને એનાલિસિસ, સાયટોપેથોલોજી, ટ્રાન્સફ્યુઝન અનેમોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ સેવાઓ પુરી પાડવાનું આયોજન કરી રહ્યા છીએ.”

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news