HEALTH PRECAUTIONS: આયુર્વેદ કહે છે કે ભૂલથી પણ દૂધ સાથે ના કરો આ વસ્તુઓનું સેવન, શરીરમાં આવશે બીમારીઓ

HEALTH PRECAUTIONS: ઘણા લોકોને દૂધ પોતાની મનપસંદ કૂકીઝ અને ફ્રૂટ જોડે ખાવાનો શોખ હોય છે, પણ આયુર્વેદનું માનીએ તો બધી વસ્તુઓ જોડે દૂધ ખાવું સ્વાસ્થ્ય માટે હાનીકારક પુરવાર થાય છે...ખરાબ ફૂડ કોમ્બિનેશનથી પેટ દર્દ,  સોજો, થાક લાગવો, અને દુર્ગંધ આવવાની શકયતા રહે છે...પાચન ક્રિયા નબળી પડવી, ગેસની તકલીફ, બેચેની થવી આ પ્રકારની સમસ્યા દૂધ જોડે ખાવાના ખોટા સંયોજનથી થાય છે.

HEALTH PRECAUTIONS: આયુર્વેદ કહે છે કે ભૂલથી પણ દૂધ સાથે ના કરો આ વસ્તુઓનું સેવન, શરીરમાં આવશે બીમારીઓ

HEALTH PRECAUTIONS: પોષણ અને સ્વાદ માટે આપણે કાયમ બે કે તેથી વધુ ખાવાની વસ્તુઓને મિક્સ કરીએ છીએ, પણ શું તમે જાણો છો કે કેટલીક ખાવાની વસ્તુઓ એક કરીને ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. ખરાબ કોમ્બિનેશનથી પેટમાં દુખાવો, ગેસ, થાક લાગવો, બેચેની અનુભવવી સહિતની સમસ્યા થઈ શકે છે. જો તમે લાંબા સમય સુધી ખોટું ફૂડ કોમ્બિનેશન કરો તો તેના પરિણામના ભાગરૂપે પાચનક્રિયા મંદ થવી, શ્વાસ લેવામાં દુર્ગંધ આવવી સહિતની સમસ્યાઓ થઈ શકે છે. આપણે મોટાભાગે એ વાતની ચિંતા કરીએ છીએ કે કઈ વસ્તુઓ ખાવી પરંતુ કઈ વસ્તુઓની સાથે કઈ વસ્તુઓ સાથે ન ખાવી તે વિશે વિચારતા નથી. ઘણા લોકો દૂધમાં પોતાની પસંદગીના કૂકીઝ અને ફ્રુટ મિક્સ કરવાનું પસંદ કરતા હોય છે. જો આપણે આયુર્વેદનું માનીએ તો  ખોટા સંયોજન સાથે દૂધ લેવું હાનિકારક સાબિત થાય છે.

ખોટું સંયોજન એટલે શું?
ઘણા લોકો દૂધ અને કેળા સાથે ખાતા હોય છે, અને તેવું માનતા હોય છે કે આ બેસ્ટ કોમ્બિનેશન છે, પરંતુ આર્યુવેદ આ કોમ્બિનેશનને સ્પષ્ટ ના કહે છે. આપણા પેટમાં જઠરાગ્નિ ખોરાક પચાવવા માટેની મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે આપણે જઠરાગ્નિ ઓવર લોડ કરનારી વસ્તુઓ આરોગીએ છીએ, તેનાથી પાચન શક્તિ નબળી પડે છે, તેનાથી શરીરમાં વિપરીત પ્રક્રિયા થાય છે અને તે જુદા જુદા રોગનો આધાર રહે છે. ખોટા ફૂડ કોમ્બિનેશનના કારણે જઠરાગ્નિ કમજોર થઈ જાય છે. દૂધનું સેવન ત્યાં સુધી પૌષ્ટિક રહે છે જ્યાં સુધી તેને અસંગત થતી વસ્તુઓ સાથે ના લેવામાં આવે. અહી નીચે દર્શાવેલી વસ્તુઓ જોડે દૂધ ન જ ખાવું જોઈએ...
1. કેળા
2. ચેરી
3. ખાટા ફળ ( નારંગી, મોસંબી, લીંબુ, દ્રાક્ષ, આંબળા,  ગ્રીન એપલ, સહિતના ફળ)
4. આથા માથી બનેલી વાનગી
5. ઈંડા, માંસ અને માછલી
6. દહીં કે દહીંની કોઈ વાનગી
7. મિક્સ કિચડી જેમાં બહુ બધા શાકભાજી કે ફળ હોય
8. કઠોળ
9. મૂળા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

(Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news