ગુજરાતની નંબર 1 ચેનલ ZEE 24 કલાકે પૂર્ણ કર્યા સફળતાનાં 3 વર્ષ.. આભાર ગુજરાત...
વર્ષ 2017માં 20મી ઑગસ્ટના રોજ ‘અમે સાંભળીએ તમારી વાત...’ના ટેગ સાથે શરૂ થયેલી ZEE 24 કલાકની સફર આપ સૌ દર્શકોના પ્રેમથી હવે સફળ બની ચૂકી છે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં તમારી પસંદગીની ન્યૂઝ ચેનલ ZEE 24 કલાકને 3 વર્ષ પૂર્ણ થયા છે. પળેપળના અપડેટ સતત તમારા સુધી પહોંચાડવા તત્પર રહેતી ચેનલે ચોથા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. ત્યારે ZEE 24 કલાકને ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ (#Zee24kalakno1) બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર... વર્ષ 2017માં 20મી ઑગસ્ટના રોજ ‘અમે સાંભળીએ તમારી વાત...’ના ટેગ સાથે શરૂ થયેલી ZEE 24 કલાકની સફર આપ સૌ દર્શકોના પ્રેમથી હવે સફળ બની ચૂકી છે. ચોમાસામાં, વાવાઝોડામાં, પૂરમાં, ભૂકંપમાં, કોરોના મહામારીમાં, ઠંડીમાં, ગરમીમાં, સુખમાં અને દુખમાં ZEE 24 કલાકે હંમેશાં તમારી વાત સાંભળી છે. ગુજરાતના સમાચાર હોય, દેશના સમાચાર હોય કે દુનિયાના, વાત ખેડૂતોની હોય, વેપારીઓની હોય કે વિદ્યાર્થીઓ અને વાલીઓની, ગુજરાતના તમામે તમામ વર્ગ સુધી તમામ સમાચારો સાથે પહોંચવાનો અમારો આ પ્રયાસ નિરંતર ચાલતો રહેશે. ગૃહિણીઓ, શિક્ષકો, કર્મચારીઓ, અધિકારીઓ, જન પ્રતિનિધિઓ- દરેકની વાત અમે સાંભળી છે અને સાંભળતા રહીશું. સૌથી ઝડપી, સચોટ અને સંપૂર્ણ માહિતી સાથેના સમાચારો આપના સુધી અમે પહોંચાડતા રહીશું. આપ સૌ દર્શકોના ભરોસાથી જ ZEE 24 કલાક ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ બની છે.
સચોટ સમાચારો માટે ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ #ZEE24Kalak પર ભરોસો મૂકવા બદલ આભાર ગુજરાત... #Zee24kalakno1 pic.twitter.com/EDtCzVBCkX
— Zee 24 Kalak (@Zee24Kalak) August 20, 2020
ZEE 24 કલાકના સફળતાને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બિરદાવી છે. તેઓએ ZEE 24 કલાકને શુભેચ્છા આપતા કહ્યું કે, સામાજિક નવચેતના વધારવામાં પત્રકારો અને પત્રકારિત્વની મહત્વની ભૂમિકા રહી છે. મીડિયા લોકશાહીનું મહત્વનું ચોથુ સ્તંભ છે. સામાજિક ઉત્થાન અને લોકશાહીના દિશામાં ‘અમે સાંભળીએ તમારી વાત’ના સ્લોગન સાથે ZEE 24 કલાકે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આજે આ ચેનલ પોતાના 3 વર્ષ પૂરા કરી ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. આવનારા સમયમાં ZEE 24 કલાક લોકશાહીના સાચા પ્રહરી બની આગળ વધે તેવી શુભકામનાઓ પાછવું છું. કોરોના મહામારીમાં પણ ZEE 24 કલાક ચેનલે રાજ્ય સરકાર અને જનતા વચ્ચે સેતુ બનવાનુ કામ કર્યું છે. સરકારી કામગીરીની યોજના જનતા સુધી પહોંચાડી લોકોનું જીવન સહજ અને સરળ બનાવવાના જે પ્રયાસો કર્યા છે તેને બિરદાવુ છું. ZEE 24 કલાકના એડિટર દિક્ષીત સોની (Dixit Soni) અને સમગ્ર ટીમને હૃદયપૂર્વના શુભકામના અને અભિનંદન.
આપની ચેનલ ZEE 24 કલાકે ગુજરાતમાં સફળતાનાં 3 વર્ષ પૂર્ણ કરતાં @CMOGuj @vijayrupanibjp નો શુભેચ્છા સંદેશ.. ખૂબ ખૂબ આભાર મુખ્યમંત્રીશ્રી... #Zee24Kalak #News #Gujarat pic.twitter.com/HaHFS4oPEi
— Zee 24 Kalak (@Zee24Kalak) August 20, 2020
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ ZEE 24 કલાકને શુભકામનાઓ પાઠવી હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ ZEE 24 કલાકને અભિનંદન પાઠવ્યા. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતમાં ZEE 24 કલાકે આજે ત્રણ વર્ષ પૂરા કર્યાં છે. તે માટે આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા. ચેનલે ટૂંકા સમયમાં ઘર ઘર સુધી પોતાનું આગવુ સ્થાન ઉભુ કર્યું, લોકોના દિલમાં સ્થાન મેળવ્યું, લોકોનો અવાજ બનવાનું કામ કર્યું, લોકોની સમસ્યા અને તકલીફોને ઉજાગર કરી જાગૃતતા લાવવાનું કામ કર્યું. આવી સફળતા આવનારા સમયમાં પણ મેળવતા રહો તે માટે શુભેચ્છા...
તો આ સાથે જ કલાકાર જગતમાંથી સિંગર ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા, કિંજલ દવે, કીર્તિદાન ગઢવી, અભિનેતા મનોજ જોશી, એક્ટ્રેસ પાયલ રોહતગીએ ZEE 24 કલાકને સફળતાના સોપાન પાર કરવા શુભેચ્છા આપી. આ ઉપરાંત રાજકોટ પોલીસ કમશિનર મનોજ અગ્રવાલ, મંત્રી મનસુખ વસાવા, નારણ કાછડિયા, ભગવતાચાર્ય રમેશ ઓઝા સહિત અનેક હસ્તીઓએ ચેનલની સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવી છે.
આપની ચેનલ ZEE 24 કલાકે ગુજરાતમાં સફળતાનાં 3 વર્ષ પૂર્ણ કરતાં @CMOGuj @Nitinbhai_Patel નો શુભેચ્છા સંદેશ.. ખૂબ ખૂબ આભાર નાયબ મુખ્યમંત્રીશ્રી... #Zee24Kalak #News #Gujarat pic.twitter.com/IZ6WBcUswH
— Zee 24 Kalak (@Zee24Kalak) August 20, 2020
ગુજરાતમાં અમારી ચેનલને નંબર 1 બનાવવામાં દર્શકોનો ભરોસો સામેલ છે. સતત પહેલા દિવસથી અમે સત્યની સાથે રહ્યાં છે. ચેનલ લોન્ચ થઈ ત્યારે અમે ગુજરાતના દર્શકોને વાયદો કર્યો હતો કે, ખબર પર ટકી રહીશું. જમીની સ્તર પર રહીને અમે ગુજરાતની દરેક ઘટનાના સતત અપડેટ આપતા રહ્યાં. પહેલા દિવસથી જ અમારી ચેનલ ન માત્ર ગુજરાતના, પરંતુ દેશ-દુનિયાના ખબરોને તમારી સુધી પહોંચાડતી રહી છે. ગુજરાતના દર્શકોએ અમારી આ કામગીરીને બરદાવી, અને તમારા થકી આજે અમે ગુજરાતની નંબર 1 ચેનલના સ્થાન પર પહોંચી ગયા છે. સતત ચોથા સપ્તાહમાં ઝી 24 કલાક ચેનલ નંબર 1 પર રહી છે. તમારા થકી અમે આ શાનદાર સફર સુધી પહોંચી શક્યા છીએ. કોવિડ હોય કે કોઈ પણ કાળ, દરેક ઘટનામાં ખબરોને તોડ્યા-મરોડ્યા વગર તમારા સુધી પહોંચાડી છે. સત્ય તમારી રાખવાના વાયદાને અમે પૂરો કર્યો છે. આપનો ભરોસો જાળવી રાખવા અમારું આપને વચન છે. અમે હંમેશાં સાંભળીશું તમારી વાત. જય જય ગરવી ગુજરાત.....
ગોરધન ઝડફિયાના હત્યાના ષડયંત્ર વિશે વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....
ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર : શાર્પશૂટરને કોરોના, હવે રિકવરી બાદ જ ધરપકડ થશે
અમદાવાદની આ હોટલમાં રોકાયો હતો ગોરધન ઝડફિયાને મારવા આવેલો શાર્પશૂટર
ગોધરાકાંડ સમયે ગૃહમંત્રી રહેલા ગોરધન ઝડફિયાને અગાઉ પણ ધમકી મળી હતી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે