આ ટેકનોલોજીથી તમે પણ તમારા ઘરે કરી શકો છો શુદ્ધ શાકભાજીની ખેતી! માટી કે જમીનની કોઈ જરૂર નથી!

Phoenix Method: લોકો પોતાના ઘરે જ શાકભાજી ઉગાડી શકે તેવી આ આધુનિક પદ્ધતિને એકવા ફોનિક્સ પદ્ધતિ કહેવામાં આવે છે. જો તમે પણ તમારા ઘરે ખૂબ ઓછી મહેનતે શુદ્ધ શાકભાજીની ખેતી કરવા માંગો છો. 

આ ટેકનોલોજીથી તમે પણ તમારા ઘરે કરી શકો છો શુદ્ધ શાકભાજીની ખેતી! માટી કે જમીનની કોઈ જરૂર નથી!

હાર્દિક દીક્ષિત/વડોદરા: વડોદરાના ઇલેક્ટ્રોનિક એન્જિનિયરે માટી કે જમીન વગર ખેતી કરવાની શરૂઆત કરી છે. લોકો પોતાના ઘરે જ શાકભાજી ઉગાડી શકે તેવી આ આધુનિક પદ્ધતિને એકવા ફોનિક્સ પદ્ધતિ કહેવામાં આવે છે. જો તમે પણ તમારા ઘરે ખૂબ ઓછી મહેનતે શુદ્ધ શાકભાજીની ખેતી કરવા માંગો છો. 

ખેતી માટે જમીન અને માટી જરૂરી છે પરંતુ વડોદરાના માણેજા વિસ્તારમાં એક યુવાને માટી અને જમીન વગર ખેતી કરવાની નવી પદ્ધતિ અપનાવી છે. આ યુવકે એક બિલ્ડિંગના પાંચમાં માળે ટેરેસ પર ખેતી શરૂ કરી છે. માટીના બદલે કપચીનો ઉપયોગ કર્યો છે અને એકવાફોનિક્સ એટલે કે માછલી દ્વારા તૈયાર થતા ખાતર નું પાણી આપીને ખેતી કરવામાં સફળતા મેળવી છે. 

શશાંક ચોબે એ એન્જિનિયર હોવા થી લોખંડની બે લેયરની વ્યવસ્થા કરીને ગ્રેવીટીથી પાણી મળે તેવી વ્યવસ્થા કરી છે અને શાકભાજીના પાકોનું વાવેતર કર્યું છે. આ પાકને કુદરતી રીતે એટલે કે નદી કિનારે ઉગતા શાકભાજીને જેવું જ વાતાવરણ અને પોષક તત્વો મળે તેવી ખાસ વ્યવસ્થા ઉભી કરીને ખેતી કરી રહ્યા છે અને શાકભાજી ઉગાડવાની શરૂઆત કરી છે.

શશાંક ચોબે અત્યારે નવી ખેતીની શરૂઆત કરી છે અને શહેરના લોકો પોતાના ઘરે જ આ પ્રકારની ખેતી કરીને કેમિકલ કે દવા વગરનું શુદ્ધ શાકભાજી ઉગાડતા થયા તેવો વિચાર છે અને તે દિશામાં આગળ વધી રહ્યા છે. શશાંક ચોબે દ્વારા ટેરેસ પર માટી વગર જ ડુંગળી બટેટા ધાણા સહિત ની શાકભાજી ઉગાડી છે. 

શશાંક ચોબે એ વધુમાં જણાવ્યું હતુ કે તેમના પરિવારમાં દાદા ખેતી કરતા હતા. દાદાને ખેતરમાં કાળી મજૂરી કરતા જોઈ ખેડૂતોની કપરી મહેનત પર દયા આવતી. તેમને ભલે એન્જિનિયિંગ કર્યું હોય પરંતુ શરૂઆતથી જ તેમને ખેતીમાં કૈક નવું કરવાની ઈચ્છા હોવાથી વર્ષોની નોકરીને અલવિદા કહી દીધું. નોકરીમાંથી બચાવેલા રૂપિયાથી માટી વગર જ ખેતી કરવાની નવી પદ્ધતિ શોધી અને તેમાં સફળતા પણ મેળવી.

એકવા ફોનિક્સ પદ્ધતિ એ આજના યુગ ની આધુનિક ખેતી કરવાની પદ્ધતિ છે. જેમાં ખેડૂતે જમીન પર નિર્ભર રેહવની કે સારા વરસાદની રાહ જોવાની જરૂર નથી. આ પદ્ધતિ દ્વારા વેસ્ટ થયેલા પાણીને શુદ્ધ કરી તેમાંથી પાક પકવવામાં આવે છે. તેમજ આ પદ્ધતિમાં પાણી તેમજ વીજળી ખૂબ ઓછા પ્રમાણમાં વપરાય છે. આ પદ્ધતિની સૌથી મોટી ખાસિયતની વાત કરીએ તો આમાં પાક નિષ્ફળ જવાની શક્યતા ખૂબ નહિવત છે તો સાથે જ મહેનત પણ ખૂબ ઓછી લાગે છે. જેથી જો ખેડૂત અથવા સામાન્ય વ્યક્તિ આ પદ્ધતિ અપનાવે તો ઓછા ખર્ચમાં મોટી આવક અથવા ફાયદો મળી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news