World Cup 2023: સ્ટેડિયમમાં કોને No Entry? પાર્કિંગ, ટ્રાફિક, સુરક્ષા જાણો મેચ અંગે A to Z માહિતી

ICC ODI World Cup 2023: મેચ જોવા જતા પહેલાં આટલું વાંચી લેજો, સાથે ભૂલથી પણ ના લઈ જતા આ વસ્તુઓ, નહીં તો ગમે તેટલી મોંઘી ટિકિટ લીધી હશે તોય ધોયેલાં મોંઢે ઝાંપેથી પાછા કાઢશે.

  • આજે ક્રિકેટ વર્લ્ડકપનો અમદાવાદથી પ્રારંભ

  • સ્ટેડિયમમાં ભૂલથી પણ ના લઈ જતા આ વસ્તુઓ

    આવા લોકો માટે સ્ટેડિયમમાં મેદાનમાં NO Entry

    જાણો ટ્રાફિક અને સુરક્ષાની શું છે ખાસ વ્યવસ્થા

    ઈગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે પ્રથમ મેચ 

Trending Photos

World Cup 2023: સ્ટેડિયમમાં કોને No Entry? પાર્કિંગ, ટ્રાફિક, સુરક્ષા જાણો મેચ અંગે A to Z માહિતી

ICC ODI World Cup 2023: આજે ક્રિકેટ વર્લ્ડકપ 2023નો અમદાવાદથી પ્રારંભ. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વર્લ્ડ કપની પહેલી મેચ. ગઈ વખતના ચેમ્પિયન અને રનર્સઅપ એટલેકે, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વર્લ્ડ કપની પહેલી મેચ, સ્ટેડિયમ ખાતે અત્યારથી જ ક્રિકેટ ચાહકોની ભીડ ઉમટી રહી છે. વર્લ્ડ કપ દરમિયાન અમદાવાદમાં રમાનારી ક્રિકેટ મેચોને લઈને શહેર પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેના માટે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા વિશેષ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત લોકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈ કેટલાં મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યાં છે. ખાસ કરીને વર્લ્ડ કપ રમી રહેલી 10 ટીમોના ખેલાડીઓ, વીવીઆઈપી અને દર્શકો, તેમજ શહેરમાંથી પસાર થતાં નાગરિકો દરેકને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. 

કઈ કઈ ટીમો લઈ રહી છે ભાગ?
વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન સહિત કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, નેધરલેન્ડ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આ વખતે પહેલીવાર આખો વર્લ્ડ કપ ભારતમાં રમાઈ રહ્યો છે.

જો તમે મેચ જોવા જવાના હોવ તો આ માહિતી તમારા માટે સૌથી મહત્ત્વની છે. કારણકે, સ્ટેડિયમમાં કેટલીક વસ્તુઓ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. પાન, મસાલા, ગુટખા કે કોઈપણ કેફી પીણું, પાણીની બોટલ, કોઈપણ પ્રકારનો નાસ્તો, અણીદાર વસ્તુઓ, અણીદાર કીચેઈન, વીડિયો શુટિંગના મોટા કેમેરા, ટ્રાઈપોર્ડ, પરચુરણ સિક્કા, કાસકો, બક્કલ, બોટલ વગેરે ચીજવસ્તુઓ સાથે સ્ટેડિયમમાં નહીં આપવામાં આવે પ્રવેશ. ટિકિટ લીધેલી હશે તો પણ આવા લોકોને મેચ જોવા સ્ટેડિયમમાં નહીં પ્રવેશવા દેવાય. કોઈપણ પ્રકારનો નશો કરીને આવનાર વ્યક્તિને પણ સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે નહીં. તેથી મેચ જોવા જતા પહેલાં આ પ્રકારની કોઈપણ વસ્તુ તમારી પાસે રાખતા નહીં. 

આજથી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભઃ
ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ગુરુવારથી એટલે કે આજથી શરૂ થઈ રહ્યો છે. જેમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. દરેક ટીમમાં 15 ખેલાડીઓ છે. જે મુજબ ટુર્નામેન્ટમાં કુલ 150 ખેલાડીઓ ભાગ લેશે. આ વખતે વર્લ્ડ કપ ભારતમાં જ રમાશે, આ માટે ભારતના 10 શહેરોની પસંદગી કરવામાં આવી છે. અહીં 10 મેદાન પર મેચો રમાશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ મેચ ચેન્નાઈમાં રમાશે.

વર્લ્ડ કપ દરમિયાન અમદાવાદ પોલીસ કમિશ્નરે શું સુચના આપી?
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે વર્લ્ડ કપની પ્રથમ મેચ રમાશે, આ મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. પોલીસ દ્વારા મેચને લઈને સુરક્ષા વ્યવસ્થા ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. શહેર પોલીસ કમિશનર કોઈપણ જગ્યાએ કચાશ ન રહે તે માટે વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને VVIP, VIP અને વિદેશી નાગરિકો માટે ખાસ વ્યવસ્થા માટે સૂચનાઓ આપવામાં આવી છે. 

સાડા ત્રણ હજારથી વધુ સુરક્ષાકર્મી સ્ટેડિયમની ફરતી પુરી પાડશે થ્રી લેયર સિક્યોરિટીઃ
આજની ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચને લઈને બંદોબસ્ત માટે 3 એડીશનલ કમિશનર, 18 ACP, 13 DCP અને કોન્સ્ટેબલથી લઈને આશરે 3 હજારથી ઉપરની પોલીસ ફોર્સ તેમજ 500 હોમગાર્ડ પણ રહેશે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. મેચ નિહાળવા આવતા દર્શકો સ્ટેડિયમમાં પાણીની બોટલ અને નાસ્તો લઈ જઈ શકશે નહીં. અમદાવાદમાં વર્લ્ડ કપની ક્રિકેટ મેચને લઈ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાહનો માટે 15 પાર્કિગ પ્લોટ રહેશે. તેમજ સવારે 11થી રાત્રે 12 સુધી કેટલાક રૂટની ડાયવર્ટ કરાયા છે. 

વર્લ્ડ કપ દરમિયાન અમદાવાદના કયા કયા રસ્તાઓ રહેશે બંધ?
5થી 19 ઓક્ટોબર સુધી અમદાવાદમાં રમાશે વર્લ્ડ કપની 5 મેચો. વર્લ્ડ કપ દરમિયાન વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરાઈ છે. જનપથથી મોટેરા સ્ટેડિયમ સુધીના રસ્તા પર પ્રવેશ નિષેધ રહેશે. આ રસ્તાઓ રાત્રિના 12 વાગ્યા સુધી રહેશે બંધ. આ બાબતે ટ્રાફિક ડીસીપી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની અમદાવાદ શહેરમાં પાંચ મેચો રમાવા જઈ રહી છે. જેને લઈ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તે મુજબ ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેને લઈજનપથથી સ્ટેડિયમ મુખ્ય ગેટથી કૃપા રેસિડેન્સીથી મોટેરા ટી  સુધીનો માર્ગ સવારે 11 વાગ્યાથી રાત્રિનાં 12.00 સુધી બંધ રહેશે. તેમજ આ જાહેરનામું તમામ મેચો માટે લાગું પડશે. ત્યારે વૈકલ્પિક રસ્તા માટે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધ રાવળ સર્કલ સુધીના માર્ગ પરથી અવરજવર કરી શકાશે. તેમજ કૃપા રેસિડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ-કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર જવર કરી શકાશે. એએમટીએસ, બીઆરટીએસ તેમજ મેટ્રો દ્વારા ટ્રેનો વધારી દેવામાં આવી છે.  માર્ગ ઉપર કોઈ પણ જગ્યાએ અડચણરૂપ વાહનથી ટ્રાફિક ન થાય તે માટે સતત ક્રેન માર્ગ પર ફરતી રહેશે. 

વર્લ્ડ કપ માટે મોડા સુધી દોડશે મેટ્રોઃ
વર્લ્ડ કપની મેચોને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. દ્વારા અમદાવાદમાં રમાનાર મેચના દિવસે મેટ્રોના ટાઈમમાં ફેરફાર કરાયો છે. જેમાં 5 તેમજ 14 ઓક્ટોમ્બરના રોજ મેટ્રો ટ્રેન સવારે 6.20 વાગ્યાથી રાત્રિના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે. જ્યારે 4, 10, 19 નવેમ્બરના રોજ પણ મેટ્રો ટ્રેન 6.20 વાગ્યાથી 1.00 વાગ્યા સુધી કાર્યરત રહેશે.  

કેવી છે પાર્કિંગની વ્યવસ્થા?
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ વાહન પાર્કિંગ માટે કુલ 15 જેટલા પાર્કિંગ પ્લોટ પણ ખાનગી એજન્સીઓ દ્વારા ભાડે રાખવામાં આવ્યા છે.   આ 15 પાર્કિંગ પ્લોટમાં કુલ 15,000 ટુ-વ્હીલર અને 7,250 જેટલા ફોર વ્હીલર પાર્ક કરી શકાશે. વાહન પાર્કિંગ માટે લોકોએ ટુ-વ્હીલર માટે રૂપિયા 100 અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 ચાર્જ ચૂકવવાનો રહેશે. 

અમદાવાદમાં કઈ તારીખે રમાશે મેચ?
- 5 ઓક્ટોબર - ઈંગ્લેન્ડ Vs ન્યૂઝીલેન્ડ 
- 14 ઓક્ટોબર - ભારત Vs પાકિસ્તાન 
- 4 નવેમ્બર - ઓસ્ટ્રેલિયા Vs ઈંગ્લેન્ડ 
- 10 નવેમ્બર - અફઘાનિસ્તાન Vs દ.આફ્રિકા 
- 19 નવેમ્બર - વર્લ્ડ કપ ફાઈનલ 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news