'બુરી નજર વાલે તેરા મુહ કાલા', વિકાસના કામોમાં રોડા નાખનારને કાય કહેવાની જરૂર નથી: સીએમ રૂપાણી

નારી ગૌરવ દિવસની રાજ્ય વ્યાપી ઉજવણીના ભાગ રૂપે આજરોજ વડોદરા શહેરમાં રાજ્ય વ્યાપી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહિલા લક્ષી કેટલીક યોજનાઓનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

'બુરી નજર વાલે તેરા મુહ કાલા', વિકાસના કામોમાં રોડા નાખનારને કાય કહેવાની જરૂર નથી: સીએમ રૂપાણી

હાર્દિક દીક્ષિત/ વડોદરા: નારી ગૌરવ દિવસની રાજ્ય વ્યાપી ઉજવણીના ભાગ રૂપે આજરોજ વડોદરા શહેરમાં રાજ્ય વ્યાપી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહિલા લક્ષી કેટલીક યોજનાઓનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ડિસેમ્બર – ૨૦૨૨ પહેલા રાજ્યની ૧૦ લાખ મહિલાઓને તેમાં જોડીને રૂ. એક હજાર કરોડનું વિના વ્યાજનું ધીરાણ આપવામાં આવશે. આ નવ દિવસીય સેવાયજ્ઞમાં રાજ્યમાં ૧૮ હજાર કાર્યક્રમો થકી રૂ. ૧૫ હજાર કરોડના કામો સરકાર સામે ચાલીને લોકોને અર્પણ કરી રહી છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી વિભાવરી બેન દવે આજે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમને મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે વર્ષ 2002 પહેલાંની સરકારના રાજમાં મહિલાઓ માટેની એક પણ યોજયના રાજ્યમાં અમલમાં નહોતી. અગાઉની સરકારે મહિલાઓની સેજ પણ ચિંતા કરી નથી ત્યારે વિભાવરી બેનના આકરા તેવર જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હળવા મૂડમાં જોવા મળ્યા હતા.

વિભાવરી બેનના નિવેદનને ટાંકતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે વિભાવરી બેન અકળાઈ ગયા છે, બેન આમા કાંઈ અકડાવવાનું ન હોય બુરી નજર વાલે તેરા મુહ કાલા વિકાસના કામોમાં રોડા નાખનારને આપણે કાય કહેવાની જરૂર નથી. રાજ્યની પ્રજા જ એમને જાકારો આપશે. સરકાર દ્વારા એક બાદ એક કરવામાં આવતા વિકાસ કર્યોના કારણે વિરોધીઓના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે.

વધુમાં વાત કરવામાં આવે તો સુરત ખાતે આવેલી ધીરુ ગજેરા શાળા દ્વારા નિયમો વિરુદ્ધ જઈ ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરી દેવાના મામલામાં તેમને જણાવ્યું હતું કે સુરતના સ્થાનિક તંત્ર દ્વારા આ મામલે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકારના નિયમોનો ભંગ કરનાર કોઈને પણ છોડવામાં નહીં આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news