Gujarat Weather LIVE: ગુજરાત પર શું ફરી એકવાર વરસાદનું મોટું સંકટ ઉભું થશે? જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Update 2022 :હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાને લીધે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સમીસાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં તૂટી પડ્યો હતો. ત્યારે ગુજરાતમાં આજે સવારના 6થી સાંજના 6 સુધી 115 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં પડ્યો હતો.
ઉમરપાડામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠાના વિજયનગરમાં પોણા 6 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે જળાશયમાં પાણીની ભારે આવક થઈ છે. હરણાવ જળાશય 80 ટકાથી વધુ ભરાતાં એલર્ટ અપાયું છે. વિજયનગર અને ખેડબ્રહ્માના 10 ગામોને એલર્ટ કરાયા છે. હિંમતનગરની હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે. જ્યારે તલોદમાં 4 ઈંચ, હિંમતનગરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાને લીધે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે.
દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 2 દિવસ સામાન્યથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 15 -16 ઓગસ્ટે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. હાલ રાજ્યનાં બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.
દરિયામાં ઊછળતાં મોજાંની સાથે 50 કિલોમીટરની ઝડપ કરતાં વધુ પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને માછીમારોના જીવ તાળવે ચોંટ્યા છે, જ્યારે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયાં છે. અરબી સમુદ્રમાં ભારે કરંટથી અનેક બોટને નુકસાન પહોંચ્યું છે. દરિયા કિનારે અંદાજે 12થી 15 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે