કનિકાની પાર્ટીએ દેશની સંસદને જોખમમાં મુકી? અનેક સાંસદો પોતાના સ્વાસ્થય મુદ્દે ચિંતિત

કોરોના વાયરસ(Corona Virus)ની શિકાર બનેલી બોલિવુડ સિંગર કનિકા કપુરની પાર્ટીમાં ભાગ લીધા બાદ સંસદ ભવનના અનેક સાંસદો સાથે દુષ્યંત સિંહ (Dushyant singh) ના ઉઠક બેઠકથી હડકંપ મચેલો છે. તેના સંપર્કમાં આવવાના કારણે અનુપ્રિયા પટેલ, સંજય સિંહ, ડેરેક ઓ બ્રાયન સહિત અડધો ડઝન કરતા વધારે સાંસદો સેલ્ફ આઇસોલેશનમાં જઇ ચુક્યા છે. ખુદ દુષ્યંત પણ હાલ આઇસોલેશનમાં છે. આ સ્થિતીમાં હવે સંસદનાં હાલનાં સત્રને સ્થગિત કરવાની માંગ ઉઠવા લાગી છે. આ માંગ ઉઠાવનારા તૃણમુલ કોંગ્રેસનાં સાંસદ ડેરેક ઓ બ્રાયન સૌથી આગળ છે.
કનિકાની પાર્ટીએ દેશની સંસદને જોખમમાં મુકી? અનેક સાંસદો પોતાના સ્વાસ્થય મુદ્દે ચિંતિત

નવી દિલ્હી : કોરોના વાયરસ(Corona Virus)ની શિકાર બનેલી બોલિવુડ સિંગર કનિકા કપુરની પાર્ટીમાં ભાગ લીધા બાદ સંસદ ભવનના અનેક સાંસદો સાથે દુષ્યંત સિંહ (Dushyant singh) ના ઉઠક બેઠકથી હડકંપ મચેલો છે. તેના સંપર્કમાં આવવાના કારણે અનુપ્રિયા પટેલ, સંજય સિંહ, ડેરેક ઓ બ્રાયન સહિત અડધો ડઝન કરતા વધારે સાંસદો સેલ્ફ આઇસોલેશનમાં જઇ ચુક્યા છે. ખુદ દુષ્યંત પણ હાલ આઇસોલેશનમાં છે. આ સ્થિતીમાં હવે સંસદનાં હાલનાં સત્રને સ્થગિત કરવાની માંગ ઉઠવા લાગી છે. આ માંગ ઉઠાવનારા તૃણમુલ કોંગ્રેસનાં સાંસદ ડેરેક ઓ બ્રાયન સૌથી આગળ છે.

Coronavirus: જનતા કર્ફ્યુ દરમિયાન એક પણ ટ્રેનનું સંચાલન નહી થાય
સુત્રોનું કહેવું છે કે માં વસુંધરા રાજેની સાથે લખનઉની હોટલ તાજમાં એક પાર્ટી દરમિયાન કનિકાનાં સંપર્કમાં આવેલા સાંસદ દુષ્યંત સિંહની કોરોના તપાસનાં રિપોર્ટ પર જ સંસદ સત્રનું ચાલવાનું નિર્ભર કરશે. જો રિપોર્ટ નેગેટિવ આવે છે તો પછી સંસદ સત્ર નિર્ધારિત ત્રણ એપ્રીલ સુધી ચાલી શકે છે, નહી તો સત્રને સમય પહેલા પણ પુર્ણ કરવામાં આવી શકે છે, કારણ કે સાંસદો જાણતા અજાણતા જ તેની ઝપટે ચડે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લખનઉમાં 15 માર્ચે કનિકા કપુરની પાર્ટી રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને દુષ્યંત સિંહનો સમાવેશ થાય છે. શુક્રવારે કનિકા કપુરનાં કોરોનો પોઝીટીવ થયાનો રિપોર્ટ આવ્યા બાદ વસુંધરા અને દુષ્યંત એક સ્વ એકાંતવાસમાં જતા રહ્યા છે. ખાસ વાત છે કે 15 માર્ચે આ પાર્ટીમાં ભાગ લેવા માટે એક દિવસ 16 માર્ચે દુષ્યંત સિંહ સંસદ ભવન પહોંચ્યા હતા અને તેમણે કાર્યવાહીમાં હિસ્સો લીધો હતો.

આજે મે મારી નજીકની વ્યક્તિ ગુમાવી દીધી, જેને હું ખુબ જ ચાહતો હતો: સૌરવ ગાંગુલી
90 સાંસદોમાં હડકંપ મચ્યો
બીજી તરફ 18 માર્ચે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત બ્રેકફાસ્ટ પાર્ટીમાં તેઓ ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનનાં કુલ 96 સાંસદો સાથે હિસ્સો લીધો હતો. દુષ્યંતનાં કનિકા કપુરની પાર્ટીમાં જવા અને પોતે સ્વયં આઇસોલેશનમાં ગયા બાદ 96 સાંસદોમાં હડકંપ મચી ચુક્યો છે. દુષ્યંત કુમારે સ્ટેન્ડિંગ કમિટીમાં હિસ્સો લેવા માટે આવેલા અનેક સાંસદો સાથે મુલાકાત યોજી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news