જેમને CM ભૂપેન્દ્ર પટેલે દંડવત પ્રમાણ કર્યા, કોણ છે દિપકભાઇ અને કયો છે તેમનો સંપ્રદાય?

રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલ સાંજે રાજભવનથી સીધા જ ત્રિમંદીર ખાતે ગયા હતા. આવતી કાલે 02 વાગ્યે મુખ્યમંત્રી શપથગ્રહણ કરશે. આ કાર્યક્રમમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઇ, અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વા હાજર રહેવાના છે. આ ઉપરાંત હરિયાણાના સી.એમ મનોહરલાલ ખટ્ટર પણ હાજર રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. 

જેમને CM ભૂપેન્દ્ર પટેલે દંડવત પ્રમાણ કર્યા, કોણ છે દિપકભાઇ અને કયો છે તેમનો સંપ્રદાય?

અમદાવાદ : રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલ સાંજે રાજભવનથી સીધા જ ત્રિમંદીર ખાતે ગયા હતા. આવતી કાલે 02 વાગ્યે મુખ્યમંત્રી શપથગ્રહણ કરશે. આ કાર્યક્રમમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઇ, અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વા હાજર રહેવાના છે. આ ઉપરાંત હરિયાણાના સી.એમ મનોહરલાલ ખટ્ટર પણ હાજર રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. 

અત્રે નોંધનીય છે કે, હાલ માત્ર મુખ્યમંત્રી જ ફાઇનલ થયા છે તેમના મંત્રીમંડળમાં કોને સ્થાન આપવું તે અંગે હજી સુધી કોઇ જ નિર્ણય લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શાહના આવ્યા બાદ જ આ તમામ પાસાઓ પર ચર્ચા થશે અને નવા મંત્રીમંડળ અંગે પણ ચર્ચા થશે. નવા મંત્રીમંડળના નામો પર આખરી નિર્ણય અમિત શાહ દ્વારા જ લેવામાં આવશે. જેમા અનેક યંગ અને અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત નીતિન પટેલ અને વિજય રૂપાણીની ભુમિકા પણ નક્કી થશે. 

ભુપેન્દ્ર પટેલ પણ દર્શન કરવા માટે ત્રિમંદિર ખાતે મુલાકાત લીધી હતી. ત્રિમંદિર ખાતે તેમણે દિપક ભાઇને દંડવત પ્રણામ કર્યા હતા. ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરનાર ભૂપેન્દ્ર પટેલનું વ્યક્તિત્વ ખુબ જ અલગ છે. તેઓના નામની જાહેરાત થતાની સાથે જ ન માત્ર ગુજરાતની જનતા પરંતુ ભાજપના ધારાસભ્યો પણ ચોંકી ઉઠ્યા હતા. તેઓ દાદાભગવાનના અન્ય ભક્ત છે. અને તેના કારણ જ તેઓ પોતાના વિધાનસભા વિસ્તારમાં "દાદા" તરીકેની ઓળખ ધરાવે છે. તેઓ રાજકીય ક્ષેત્રે ઘણા લાંબા સમયથી સક્રિય રહ્યા છે. જો કે તેમ છતા પણ તેઓ પોતાના સૌમ્ય સ્વભાવના કારણે દરેક પક્ષ સાથે તાલમેલ સાધીને ચાલે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news