ધોરણ 12 ના વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન કોરોના હોય તો? સરકારે આપ્યા રાહતના સમાચાર!

ગુજરાતનાં શીક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા અંગેની જાહેરાત કરવાની સાથે સાથે કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. જેમાં કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓની પરીક્ષા નિયત સમયમર્યાદામાં ન આપી શકે તો તેઓની પરીક્ષા 25 દિવસ બાદ લેવામાં આવશે. 

ધોરણ 12 ના વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન કોરોના હોય તો? સરકારે આપ્યા રાહતના સમાચાર!

ગાંધીનગર : ગુજરાતનાં શીક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા અંગેની જાહેરાત કરવાની સાથે સાથે કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. જેમાં કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓની પરીક્ષા નિયત સમયમર્યાદામાં ન આપી શકે તો તેઓની પરીક્ષા 25 દિવસ બાદ લેવામાં આવશે. 

ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પહેલી જુલાઇથી આજ તારીખ સુધી લેવામાં આવશે. શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર અંગે સરકાર બે ત્રણ દિવસમાં નવી ગાઇડ લાઇન જાહેર કરવામાં આવશે. ફીના ધોરણથી માંડીને પ્રવેશ અને શાળાના સંચાલક સહિતની તમામ બાબતો અંગેની ગાઇડ લાઇનની જાહેરાત ટુંક સમયમાં થશે. 

ધોરણ 10નાં વિદ્યાર્થીઓ પરીક્ષા ફી પરત આપવા સરકારે નહી આપવા માટેનો કોઇ નિર્ણય લીધો નથી. આગામી સમયમાં સંચાલકો અને વાલીઓને સાંભળ્યા બાદ નિર્ણય લેવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, હાલમાં સોશિયલ મીડિયામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત કરવામાં આવશે તેવા સમાચારો વહેતા થયા છે. જેનું સરકાર દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું. હાલ આ અંગે કોઇ જ નિર્ણય લેવાયો નહી હોવાનું જણાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news