ગુજરાતે ગુમાવ્યો પોતાનો અવાજ, અભિનેતા- દિગદર્શક આશિષ કક્કડનું નિધન

રાજ્યમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ આ મહામારી ખુબ જ ઘાતક નિવડી છે. જાણીકા અભિનેતા નરેશ કનોડિયાનું નિધન કોરોનાને કારણે થયું અને તેની શાહી હજી સુકાઇ નથી વધારે એક દિગ્ગજ કલાકાર-દિગદર્શક અને ઘેઘુર અવાજનાં માલિકનું નિધન થતા ફરી એકવાર ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદમાં રહેતા રાજ્યના જાણીતા ફિલ્મ કલાકાર અભિનેતા દિગદર્શક અને નાટ્યકાર આશિષ કક્કડનું દુખદ નિધન થયું છે. જેના પગલે સમગ્ર ઇન્ડસ્ટ્રી સહિત તેમના ચાહકો શોકમાં ગરક થયા છે. 

ગુજરાતે ગુમાવ્યો પોતાનો અવાજ, અભિનેતા- દિગદર્શક આશિષ કક્કડનું નિધન

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ આ મહામારી ખુબ જ ઘાતક નિવડી છે. જાણીકા અભિનેતા નરેશ કનોડિયાનું નિધન કોરોનાને કારણે થયું અને તેની શાહી હજી સુકાઇ નથી વધારે એક દિગ્ગજ કલાકાર-દિગદર્શક અને ઘેઘુર અવાજનાં માલિકનું નિધન થતા ફરી એકવાર ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદમાં રહેતા રાજ્યના જાણીતા ફિલ્મ કલાકાર અભિનેતા દિગદર્શક અને નાટ્યકાર આશિષ કક્કડનું દુખદ નિધન થયું છે. જેના પગલે સમગ્ર ઇન્ડસ્ટ્રી સહિત તેમના ચાહકો શોકમાં ગરક થયા છે. 

પોતાના કોલેજનાં દિવસો દરમિયાન જ નાટ્યક્ષેત્રે ખુબ જ સક્રિય આશિષ કક્કડને અભિનયમાં ખુબ જ રસ હતો. એટલો જ રસ તેમને બેકસ્ટેજ અને લાઇટિંગ જેવા પ્રોડક્શનની નાનામાં નાની બાબતમાં ખુબ જ રસ હતો. પોતાના જવાનીના દિવસોમાં અનેક નાટકોમાં ખુબ જ સારો અભિનય આપ્યો. તેમના ઘેઘુર અવાજ આજે પણ અનેક જાહેરાતો અને સરકારી જાહેરાતોમાં ગુજતો રહે છે. પોતાની એક શોર્ટ ફિલ્મ થકી તેમણે બોલિવુડ ક્ષેત્રે પણ પદાર્પણ કર્યું અને વિવિધ ગુજરાતી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. 

ગુજરતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બેટર હાફથી સમાંતર ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ કરનારા આશિષ કક્કડ નાટક- ટીવી અને ફિલ્મો સહિત તમામ માધ્યમોમાં પોતાની પ્રતિભા દર્શાવી ચુક્યા છે. તેમનાં અવસાનના કારણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. ગુજરાતનાં નાટ્યકારો, અભિનેતા અને સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. આશિષ કક્કડ દિકરાનો જન્મ દિવસ હોવાનાં કારણે અમદાવાદથી કલકત્તા ગયા હતા. 6 નવેમ્બરે તેઓ ગુજરાત પરત ફરવાના હતા. જો કે ઉંઘમાં જ તેમને હૃદયાઘાત આવતા તેમનું મોત નિપજ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news