કોરોના અને કરફ્યૂ વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો, હવામાન વિભાગની છે આગાહી
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે વાતાવરણનો પણ કહેર વર્તાઈ રહ્યો છે. મંગળવારે રાત્રે અચાનક ગુજરાતના વાતાવરણમાં પલટો આવી ગયો હતો. જેમાં સૌરાષ્ટ્રભરમાં વીજળી સાથે અને વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. સાથે જ અમદાવાદમાં પણ મોડી રાત્રે વાવાઝોડાની અસર દેખાઈ હતી.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે વાતાવરણનો પણ કહેર વર્તાઈ રહ્યો છે. મંગળવારે રાત્રે અચાનક ગુજરાતના વાતાવરણમાં પલટો આવી ગયો હતો. જેમાં સૌરાષ્ટ્રભરમાં વીજળી સાથે અને વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. સાથે જ અમદાવાદમાં પણ મોડી રાત્રે વાવાઝોડાની અસર દેખાઈ હતી.
ગુજરાતમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે મુજબ, લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરાઈ છે. જે મુજબ, કચ્છ અને પોરબંદરમાં હીટવેવની આગાહી કરાઈ છે. તો અમદાવાદમાં પણ તાપમાન 43 ડિગ્રી રહી શકે છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની પણ આગાહી કરાઈ છે.
ગુજરાતના આ મંદિરમાં 600 વર્ષથી કાળા માટલાઓમાં સચવાયું છે ઘી, નથી બગડ્યું કે નથી પડી કોઈ જીવાત
જે મુજબ, અમદાવાદમાં મંગળવારે રાત્રે વાવાઝોડુ અનુભવાયું હતું. ચારેય તરફ ધૂળની ડમરીઓ ઉડી હતી. તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં તેની મોટી અસર દેખાઈ હતી. દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં પણ વાવાઝોડું અનુભવાયુ હતું. ધૂળની ડમરીઓ ઉડતા ગત રાતે અમદાવાદમાં વાવાઝોડાની અસર વર્તાઈ હતી. ભારે પવન ફૂંકાતા અનેક ઠેકાણે નુકસાન થયેલુ જોવા મળ્યું. કોરોના ટેસ્ટ માટે ઉભા કરાયેલા ડોમ પણ જમીનદોસ્ત થયા હતા. તો હેબતપુર ચાર રસ્તા પરનો ડોમ સંપૂર્ણ ધ્વસ્ત થયા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ અને હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં તેની અસર થઈ શકે છે. અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધતા આ અસર થઈ રહી છે.
ગુજરાતના 29 શહેરોમાં આજથી 8 દિવસ બધુ જ બંધ... જાણો આજનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
તો ગઈકાલે રાત્રે રાજકોટ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા જિલ્લામાં પવન સાથે વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં વાતાવારણમાં પલટો આવ્યો હતો. દિવસભર ભારે ગરમી બાદ
રાત્રે ભારે પવન ફૂંકાયો હતો. ગોંડલના અનેક ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. દેરડી (કુંભાજી), રાણસીકી, મોટી ખિલોરી સહિતના અને ગામોમાં કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. મોટી ખિલોરી ગામે કરા સાથે વરસાદ પડ્યો હતો. આ વરસાદ ખેડૂતો માટે મોટું સંકટ લઈને આવ્યો છે. ખેડૂતોના તલ, લસણ, ડુંગળી સહિતના પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે