ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ! કોંગ્રેસના નેતા પર લાગ્યો મોટો આરોપ, 130 કરોડની જમીન કરી ગયા સગેવગે?

અમદાવાદના બોડકદેવ વિસ્તારના ખેડૂત વિપુલ પટેલે કોંગ્રેસના નેતા પર પંકજ પટેલ પર ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતા પંકજ પટેલે તેમની અંદાજે 120થી 130 કરોડની જમીન પચાવી પાડી છે. વર્ષ 2017માં પંકજ પટેલને ભાડા પટ્ટે પોતાની જમીન આપી હતી.

ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ! કોંગ્રેસના નેતા પર લાગ્યો મોટો આરોપ, 130 કરોડની જમીન કરી ગયા સગેવગે?

ઝી બ્યુરો/અમદાનાદ: અમદાવાદમાં કોંગ્રેસના એક મોટા નેતા પર જમીન પચાવી પાડવાનો આક્ષેપ લાગ્યો છે. 130 કરોડ રૂપિયાની જમીન પચાવી પાડ્યાનો આરોપ ખેડૂતે કરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. રાજકીય વગ વાપરી જમીન સગેવગે કરી દેનારા કોણ છે આ મોટા નેતા? કેવી રીતે તેમણે પચાવી પાડી જમીન?

અમદાવાદના બોડકદેવ વિસ્તારના ખેડૂત વિપુલ પટેલે કોંગ્રેસના નેતા પર પંકજ પટેલ પર ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતા પંકજ પટેલે તેમની અંદાજે 120થી 130 કરોડની જમીન પચાવી પાડી છે. વર્ષ 2017માં પંકજ પટેલને ભાડા પટ્ટે પોતાની જમીન આપી હતી. એડવાન્સ આપેલા ચેક બાઉન્સ થયા પછી જમીન પરત માંગી તો જમીન પર કબજો કરીને પંકજ પટેલના લોકોએ મારામારી કરી હોવાનોખેડૂતનો આરોપ છે. પંકજ પટેલના કોંગ્રેસના રાહુલ ગાંધી સહિતના મોટા નેતાઓ સાથે સંબંધ હોવાથી તેમણે કોર્પોરેશનમાં લાયસન્સ કાઢવી લીધુ છે. એટલું જ નહીં કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને તેમની જમીન પર ધ ઇન્ડિયન ચેનલ અને એર બરીસ્ટો નામની ટેરેસ રેસ્ટોરન્ટ ચાલુ કરી દીધી છે. છેલ્લા 6 વર્ષથી કોર્ટમાં કેસ ચાલતો હોવાથી હવે ખેડૂત નામદાર કોર્ટ પાસેથી ન્યાયની માગ કરી રહ્યા છે.

કોંગ્રેસના સીનિયર નેતા અને મોટા આગેવાન પંકજ પટેલ પર જમીન પચાવી પાડવાનો આરોપ લાગ્યો છે. 130 કરોડ રૂપિયાની ખેડૂતની જમીન પચાવી પાડ્યાનો આરોપ લાગતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીને પંકજ પટેલે ભાડા પટ્ટા પર લીધેલી જમીન પર કબજો જમાવી દીધાનો આક્ષેપ વિપુલ પટેલ નામના એક ખેડૂતે લગાવ્યો છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારના ખેડૂતના આરોપથી રાજકારણમાં જાણે ગરમાવો આવી ગયો છે. 

અમદાવાદના બોડકદેવ વિસ્તારના ખેડૂત વિપુલ પટેલ અને તેમના પુત્ર હેતાક્ષ પટેલે કોંગ્રેસના નેતા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસના નેતા પંકજ પટેલે તેમની અંદાજિત 120થી 130 કરોડની જમીન પચાવી પાડી છે અને હવે જમીન પર ગેરકાયદે કબજો કરી લીધો છે. ખેડૂતના જણાવ્યા અનુસાર તેમણે વર્ષ 2017માં પંકજ પટેલને ભાડા પટ્ટે પોતાની જમીન આપી હતી. અને પ્રતિમાસ 4 લાખ 12 હજાર 500 રૂપિયા ભાડું નક્કી કરાયું હતુ. પંકજ પટેલ સાથે ખેડૂતે 11 માસ 15 દિવસનો ભાડા કરાર પણ કર્યો હતો. 

પંકજ પટેલે ભાડા માટે એડવાન્સ ચેક આપ્યા હતા. પરંતુ તેમાંથી માત્ર એક જ ચેક પાસ થયો હતો. બાકીના ચેક પાસ થયા ન હતા. જેથી ખેડૂતે કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી. જ્યારે ભાડા કરાર પૂર્ણ થયા બાદ જમીન પરત માંગી તો જમીન પર કબજો કરીને પંકજ પટેલે મારામારી કરી હોવાનો આરોપ ખેડૂતે લગાવ્યો છે. ખેડૂતે આરોપ લગાવ્યો છે કે પંકજ પટેલનો રાહુલ ગાંધી સહિતના મોટા નેતાઓ સાથે સંબંધ હોવાથી વગ વાપરી કોર્પોરેશનમાં લાયસન્સ કઢાવી દીધું છે. ખેડૂતે પોતાને ન્યાય મળે તેવી માંગણી કરી છે. 

કોંગ્રેસના મોટા નેતા પંકજ પટેલ પર આક્ષેપ લાગ્યો છે તે પંકજ પટેલ છે કોણ તે તમે જાણી લો 2017ની વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદની દસ્ક્રોઈ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર. 2017ની ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવાર હતા. 2017માં આપેલી એફિડેવિટ પ્રમાણે 231 કરોડની દર્શાવી હતી સંપત્તિ. ગુજરાતમાં વિધાનસભા સહિત અનેક ચૂંટણીઓ લડ્યા. હાલ પ્રદેશ કોંગ્રેસમાં ઉપપ્રમુખની નિભાવે છે જવાબદારી. કોંગ્રેસ હાઈકમાન્ડના અનેક ટોચના નેતાઓ સાથે ઘાટ સંબંધ. અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા ચંચળ પાર્ટીપ્લોટના છે માલિક. અમદાવાદમાં અનેક જગ્યાએ આવેલી છે પંકજ પટેલની પ્રોપર્ટીઓ. જમીનોમાં છે મોટા પાયે રોકાણ. કોંગ્રેસના આ મોટા નેતા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાતા જ હાહાકાર મચી ગયો છે. 

પંકજ પટેલની સાથે ફરિયાદી ખેડૂતે અન્ય કેટલાક લોકોના નામ પણ પોતાની ફરિયાદમાં લગાવ્યા છે. જમીન પચાવી પાડવાની આ ઘટનાને કારણે અમદાવાદમાં આગામી દિવસોમાં રાજકીય ઘમાસાણ જોવા મળે તો નવાઈ નહીં....

કોણ છે પંકજ પટેલ?

  • 2017ની ચૂંટણીમાં દસ્ક્રોઈ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર
  • 2017ની ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવાર હતા
  • 2017માં એફિડેવિટ પ્રમાણે 231 કરોડની દર્શાવી હતી સંપત્તિ
  • ગુજરાતમાં વિધાનસભા સહિત અનેક ચૂંટણીઓ લડ્યા
  • પ્રદેશ કોંગ્રેસમાં ઉપપ્રમુખની નિભાવે છે જવાબદારી
  • કોંગ્રેસ હાઈકમાન્ડના અનેક ટોચના નેતાઓ સાથે ઘાટ સંબંધ
  • અમદાવાદના વાસણામાં આવેલા ચંચળ પાર્ટીપ્લોટના માલિક
  • અમદાવાદમાં અનેક જગ્યાએ આવેલી છે પ્રોપર્ટીઓ
  • જમીનોમાં છે મોટા પાયે રોકાણ

ખેડૂતે શું લગાવ્યો આક્ષેપ?

  • કોંગ્રેસના નેતા પંકજ પટેલે 120થી 130 કરોડની જમીન પચાવી પાડી 
  • જમીન પર ગેરકાયદે કબજો કરી લીધો 
  • વર્ષ 2017માં પંકજ પટેલને ભાડા પટ્ટે જમીન આપી હતી
  • પ્રતિમાસ 4 લાખ 12 હજાર 500 રૂપિયા ભાડું નક્કી કરાયું હતું
  • 11 માસ 15 દિવસનો ભાડા કરાર કર્યો હતો
  • પંકજ પટેલે ભાડા માટે એડવાન્સ ચેક આપ્યા હતા
  • માત્ર એક જ ચેક પાસ થયો, બાકીના ચેક પાસ ન થયા 
  • ભાડા કરાર પૂર્ણ થયા બાદ જમીન પરત માંગી 
  • જમીન પર કબજો કરીને પંકજ પટેલે મારામારી કરી 
  • રાહુલ ગાંધી સહિતના મોટા નેતાઓ સાથે સંબંધ 
  • વગ વાપરી કોર્પોરેશનમાં લાયસન્સ કઢાવી દીધું 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news