કમલમમાં કાઉન્ટડાઉન શરૂ : મુખ્યમંત્રીનું નામ ફાઈનલ કરવા પહોંચી રહ્યા છે દિગ્ગજ નેતાઓ

કોણ બનશે ગુજરાત (Gujarat Next CM) ના નવા મુખ્યમંત્રી? હાલ ચારેતરફ એક જ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. આ વચ્ચે ભાજપના કાર્યાલય કમલમ ખાતે ધમધમાટ શરૂ થઈ ગયો છે. કમલમાં હાલ ધારાસભ્યોની બેઠક યોજાનાર છે, જેમાં મુખ્યમંત્રીના નામો પર ચર્ચા થશે અને તેના તરત બાદ બપોરે 3 વાગ્યે મુખ્યમંત્રી (gujarat cm) ના નામની જાહેરાત થશે. ત્યારે આ બેઠકમાં હાજરી આપવા વિજય રૂપાણી, સીઆર પાટીલ, નીતિન પટેલ, પુરુષોત્તમ રૂપાલા પહોંચી ચૂક્યા છે. તો દિલ્હીથી આવેલી નિરીક્ષકો પણ કમલમમાં પહોંચ્યા છે. ત્યારે હાલ કમલમ સત્તાનું કેન્દ્ર બન્યુ છે. 
કમલમમાં કાઉન્ટડાઉન શરૂ : મુખ્યમંત્રીનું નામ ફાઈનલ કરવા પહોંચી રહ્યા છે દિગ્ગજ નેતાઓ

ઝી મીડિયા/બ્યૂરો :કોણ બનશે ગુજરાત (Gujarat Next CM) ના નવા મુખ્યમંત્રી? હાલ ચારેતરફ એક જ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. આ વચ્ચે ભાજપના કાર્યાલય કમલમ ખાતે ધમધમાટ શરૂ થઈ ગયો છે. કમલમાં હાલ ધારાસભ્યોની બેઠક યોજાનાર છે, જેમાં મુખ્યમંત્રીના નામો પર ચર્ચા થશે અને તેના તરત બાદ બપોરે 3 વાગ્યે મુખ્યમંત્રી (gujarat cm) ના નામની જાહેરાત થશે. ત્યારે આ બેઠકમાં હાજરી આપવા વિજય રૂપાણી, સીઆર પાટીલ, નીતિન પટેલ, પુરુષોત્તમ રૂપાલા પહોંચી ચૂક્યા છે. તો દિલ્હીથી આવેલી નિરીક્ષકો પણ કમલમમાં પહોંચ્યા છે. ત્યારે હાલ કમલમ સત્તાનું કેન્દ્ર બન્યુ છે. 

હાલ ધારાસભ્યોની મળનારી બેઠકમાં મુખ્યમંત્રીની પસંદગી થશે. નવા નામની જાહેરાત બાદ રાજ્યપાલને મળી સરકાર રચવાનો દાવો કરાશે. ત્યારે હાલ દેશભરના મીડિયાની નજર એકમાત્ર કમલમ પર છે. કમલમ (kamalam) માં ધમધમાટ વચ્ચે નવા મુખ્યમંત્રીના આગમનને વધાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. આ માટે કમલમમાં સવારથી જ ફૂલોના ગુલદસ્તા મંગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કાર્યાલયમાં રજિસ્ટ્રેશન ડેસ્ક અને ફેસ રીડર મૂકવામાં આવ્યા છે. 

ધારાસભ્યોની બેઠકને પગલે કમલમમાં સવારથી જ સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરી દેવાયો છે. આ પહેલા દિલ્હીથી આવેલા નિરીક્ષકોએ વિજય રૂપાણીની મુલાકાત કરી હતી. તેના બાદ વિજય રૂપાણી કમલમ પહોંચ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news