સુરત સિવિલમાં ટેબલ પર પગ મુકી મોબાઇલમાં રમતા મેડિકલ ઓફિસરનો વીડિયો વાયરલ
એક તરફ સુરત શહેરને કોરોના મહામારીએ પોતાના કબજામાં લઈ લીધુ છે. ત્યારે એમએલસી અને પોસ્ટમોર્ટમ ડ્યુટી કરતા મેડિકલ ઓફિસરનો આરામ ફરમાવતો વીડિયો વાયરલ થયા બાદ અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
Trending Photos
ચેતન પટેલ/સુરતઃ એક તરફ સુરતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજીતરફ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર કામકાજના ટેબલ પર પગ મૂકી આરામ ફરમાવતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. મેડિકલ ઓફિસર ડો. એમ સી ચૌહાણ ટેબલ પર લાંબા પગ કરીને મોબાઇલમાં ગેમ રમી રહ્યાં છે. મહત્વનું છે કે તેઓ આ પહેલા પણ વિવાદોમાં રહી ચુક્યા છે. પોલીસ અને દર્દીઓ સાથે વિવાદ બાદ મેડિકલ ઓફિસરનું આવુ સ્વરૂપ જોઈએ કર્મચારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે.
ભારતમાં બનેલી બંને કોરોના વેક્સીનને બનાવવામાં ગુજરાતનો મોટો રોલ
એક તરફ સુરત શહેરને કોરોના મહામારીએ પોતાના કબજામાં લઈ લીધુ છે. ત્યારે એમએલસી અને પોસ્ટમોર્ટમ ડ્યુટી કરતા મેડિકલ ઓફિસરનો આરામ ફરમાવતો વીડિયો વાયરલ થયા બાદ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. હાલ તો ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિ પણ સુરતની મુલાકાતે છે ત્યારે મેડિકલ ઓફિસરનો આ વાયરલ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે