‘વાયુ’ની અસરને કરાણે ભુજ એસ.ટી વિભાગનો નિર્ણય, STના 288 રૂટ બંધ કરાયા
વાયુ વાવાઝોડાનુ સંકટ ભલે ગુજરાત પરથી દુર થયુ હોય પરંતુ તેની અસરની શક્યતાના પગલે સતત વહીવટી વિભાગ જોખમી સેવા અને વિભાગીય સેવા બંધ કરી રહ્યા છે. કંડલા,ભુજથી હવાઇ સેવા અને મુંબઇ જતી રેલ્વે સેવા બંધ કર્યા બાદ આજે નવો નિર્ણય ન આવે ત્યા સુધી કચ્છમાં તમામ એસ.ટી સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/ભુજ : વાયુ વાવાઝોડાનુ સંકટ ભલે ગુજરાત પરથી દુર થયુ હોય પરંતુ તેની અસરની શક્યતાના પગલે સતત વહીવટી વિભાગ જોખમી સેવા અને વિભાગીય સેવા બંધ કરી રહ્યા છે. કંડલા,ભુજથી હવાઇ સેવા અને મુંબઇ જતી રેલ્વે સેવા બંધ કર્યા બાદ આજે નવો નિર્ણય ન આવે ત્યા સુધી કચ્છમાં તમામ એસ.ટી સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
કચ્છમાં 8 મોટા એસ.ટી. ડેપો આપેલા છે તે પૈકી 6 ડેપો કોસ્ટલ વિસ્તારમાં છે. તેનાથી જો સંભવત કોઇ સ્થિતી ઉભી થાય તો જોખમ ઉભુ થઇ શકે જેના પગલે કચ્છ એસ.ટી. વિભાગની તમામ 288 રૂટ બંધ કરી દેવાયા છે. તો કોસ્ટલ વિસ્તારમાં તમામ એસ.ટી કર્મચારીઓને એલર્ટ અપાયુ છે. અને આપતી સમયે લોકોને સલામત ખસેડવા સહિતની સેવામાં ઉપયોગ લેવાનો નિર્ણય લેવાયો છે. જો કે અચાનક એસ.ટી સેવા બંધ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.
વાયુ વાવાઝોડાની ગુજરાતમાં આફત તો ટળી ગઇ છે. પરંતુ તેની અસર ગુજરાતના દરિયા કિનારે રહેવાની શક્યતાઓ છે. જેને પગલે કચ્છની તમામ એસ.ટી સેવાઓ બંધ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લેવામાં આવેવા નિર્ણયથી કચ્છ વિસ્તારમાંથી મુસાફરી કરતા તમામ મુસાફરોને મુશ્કેલી પડી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે