વંદેભારત ટ્રેનની અડફેટે આવી મહિલા, શરીરના કપાઈને બે ટુકડા થઈ ગયા

Vandebharat Train Accident : આણંદ રેલવે સ્ટેશન નજીક વંદેભારત ટ્રેનની અડફેટમાં આવી જતા અમદાવાદની મહિલાનું મોત

વંદેભારત ટ્રેનની અડફેટે આવી મહિલા, શરીરના કપાઈને બે ટુકડા થઈ ગયા

બુરહાન પઠાણ/આણંદ :વંદેભારત ટ્રેનને ન જાણે કોનુ ગ્રહણ લાગ્યું છે. વંદેભારત ટ્રેનને ફરી એકવાર અકસ્માત નડ્યો છે. આણંદ રેલ્વે સ્ટેશન નજીક વંદેભારત ટ્રેનની અડફેટમાં આવી જતા પ્રૌઢ મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નં.4નાં ઉત્તર તરફનાં છેડા પર ભાલેજ રેલ્વે ફાટક તરફનાં ટ્રેક પર વંદેભારત ટ્રેનની અડફેટમાં આવી જતા અમદાવાદની 54 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. આ બનાવ આણંદ રેલ્વે પોલીસ મથકે નોંધાયો છે.

મળતી વિગતો અનુસાર, અમદાવાદનાં મણિનગર વિસ્તારમાં લક્ષ્મીનારાયણ બસ સ્ટેન્ડની બાજુમાં ભાવદિપ એપાર્ટમેન્ટમાં રહેતા બિસેટ્રીસ આરસીબોલ્ડ પીટર (ઉ.વ.54) રહે છે. તેઓ આજે સાંજનાં સુમારે આણંદ રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ નં.4નાં ઉત્તર તરફનાં છેડા તરફ ભાલેજ રેલ્વે ફાટક તરફનાં ટ્રેક પર રેલ્વે ટ્રેક ક્રોસ કરવા જતા હતા. આ સમયે પસાર થતી વંદેભારત ટ્રેનની અડફેટે આવી જતા તેઓનું શરીર કપાઈ ગયુ હતુ. વૃદ્ધ મહિલાનું ટ્રેનની અડફેટે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

આ ઘટનાને લઈને આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. તેમજ મૃતક મહિલાનાં પરિવારજનો પણ આવી જતા તેઓએ ભારે કલ્પાંત મચાવ્યું હતું. ધઘનાની જાણ થતા આણંદ રેલ્વે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતક મહિલાનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ બનાવ અંગે અપમૃત્યુની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news