કલાકારે બનાવ્યું પોતાની કલ્પનાનું નાનકડું રામમંદિર, લોકોએ કરી વાહવાહી

રામમંદિરનો ચુકાદો (ram mandir verdict) આવ્યા બાદ દરેક ભારતીય કલ્પના કરી રહ્યો છો કે આખરે કેવુ રામમંદિર (ayodhya verdict) નિર્માણ થશે. વર્ષોથી રામજન્મભૂમિ પર ભગવાન રામનું મંદિર જોવા માંગતા લોકો માટે આ મંદિર એક સ્વપ્ન જેવુ બની રહેશે. ત્યારે વડોદરાના એક કલાકારે પોતાની કલ્પનાનું રામમંદિર બનાવ્યું હતું. ગાંધીનગર (Gandhinagar) માં યોજાયેલ માટીની કલાકૃતિ પ્રદર્શન અને જનજાગૃતિ શિબિરમાં વડોદરાના કલાકાર દક્ષેશે માટીમાંથી અદભૂત રામમંદિર બનાવ્યું હતું. જે સમગ્ર પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. લોકો આ રામમંદિરના વખાણ કરી રહ્યાં છે. 

કલાકારે બનાવ્યું પોતાની કલ્પનાનું નાનકડું રામમંદિર, લોકોએ કરી વાહવાહી

હિતલ પારેખ/ગાંધીનગર :રામમંદિરનો ચુકાદો (ram mandir verdict) આવ્યા બાદ દરેક ભારતીય કલ્પના કરી રહ્યો છો કે આખરે કેવુ રામમંદિર (ayodhya verdict) નિર્માણ થશે. વર્ષોથી રામજન્મભૂમિ પર ભગવાન રામનું મંદિર જોવા માંગતા લોકો માટે આ મંદિર એક સ્વપ્ન જેવુ બની રહેશે. ત્યારે વડોદરાના એક કલાકારે પોતાની કલ્પનાનું રામમંદિર બનાવ્યું હતું. ગાંધીનગર (Gandhinagar) માં યોજાયેલ માટીની કલાકૃતિ પ્રદર્શન અને જનજાગૃતિ શિબિરમાં વડોદરાના કલાકાર દક્ષેશે માટીમાંથી અદભૂત રામમંદિર બનાવ્યું હતું. જે સમગ્ર પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. લોકો આ રામમંદિરના વખાણ કરી રહ્યાં છે. 

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામ મંદિર બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાશે. જોકે ગાંધીનગરમાં યોજાયેલા માટી કલાકૃતિના પ્રદર્શનમાં વડોદરાના કલાકાર દ્વારા અદભુત રામમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભાજપના એજન્ડામાં લખાયેલ કલમ 370, ત્રિપલ તલાક અને રામ મંદિરના મુદ્દાને પૂર્ણ કરવામાં આવ્યા. તેના આધારે વડોદરાના કલાકાર દક્ષેશ દ્વારા રામ મંદિરની કલાકૃતિ બનાવવામાં આવી છે. માટીના આ રામમંદિરમાં એક રામમંદિર અંગેનો ચુકાદો આપનાર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ (Ranjan Gogoi) ને ભગવાન ગણેશના સ્વરૂપે મૂકવામાં આવ્યા. તો તેમની બાજુમાં વેલકમ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની કલાકૃતિ પણ મૂકાઈ છે. 

https://lh3.googleusercontent.com/-OlKPdx1MRsI/Xd921Rhx7JI/AAAAAAAAJ44/dfvvTZIfAnYNg3QOEcLqzw0Srnz8-HoLgCK8BGAsYHg/s0/Dakshesh_vadodara_artist_zee.JPG

વડોદરાના કલાકાર દક્ષેશ એ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે, ભાજપે 2019માં તેના મહત્વના ત્રણેય એજન્ડા પૂરા કર્યા છે. તેથી મેં આ રામમંદિર બનાવ્યું છે. 12 કલાકની મહેનત બાદ દક્ષેશ દ્વાર આ માટીનું રામંદિર કંડારવામાં આવ્યું છે. 

ગાંધીનગરમાં ટાઉન હૉલ ખાતે આજે માટીની કલાકૃતિ પ્રદર્શન અને જનજાગૃતિ શિબિર યોજાઈ છે. જેમાં ઈકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓનો વ્યાપ વધે તે માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા તેનું ઉદઘાટન કરાયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news