વડોદરામાં ટોચના બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ, ભાજપી નેતાના ભાઈનું ચીઠ્ઠીમાં લખ્યું નામ
Builder Attempt To Suicide : વડોદરામાં વ્યાજખોરોના ડરથી બિલ્ડરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ... 3 કરોડનું દેવું થઈ જતા ઉંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ... બિલ્ડરે લક્ષ્મણ ભરવાડ અને રમેશ માલિક સામે કર્યા આક્ષેપ....
Trending Photos
Vadodara News : વડોદરામાં બિલ્ડર દ્વારા ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. બિલ્ડર જયેશ પારેખને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા, હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળ્યું છે કે, 3 કરોડ જેટલું દેવું થઈ જતા આર્થિક સંકળામણ ઉભી થઇ હતી. તેથી બિલ્ડરે ગોત્રી વિસ્તારમા આવેલી પોતાની ઓફિસમાં 30 થી વધુ ઊંઘની ગોળીઓ ખાધી હતી. વ્યાજખોરોની ધકધામકીથી કંટાળી બિલ્ડરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તેઓએ ચીઠ્ઠીમાં લખ્યું કે, લક્ષ્મણ ભરવાડ, રમેશ પ્રજાપતિ નામના શખ્સો દ્વારા ધાકધમકી આપતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, જમીન માલિક અને વ્યાજખોરોના ત્રાસને કારણે આત્મહત્યા કરવા મજબૂત થયા હતા. આ સાથે જ બિલ્ડરે રમેશ પ્રજાપતિના નામનો ખાસ ઉલ્લેખ કર્યો છે, જેઓ વડોદરાના પૂર્વ ધારાસભ્ય અને મેયર રહી ચૂક્યાં છે.
ચીઠ્ઠીમાં લખેલા નામો
1. વ્યોમેશ ચીમન પટેલ
2. કૌશિક ચીમન પટેલ
3. પિયુષ વિનય ચંદ્ર શાહ
4. ગિરીશ ભીખાભાઈ પટેલ
5. સુનીલભાઈ અગ્રવાલ
6. લક્ષ્મણ ભરવાડ (વ્યાજખોર)
7. રમેશ પ્રજાપતિ (દલસુખ પ્રજાપતિના ભાઈ)
બિલ્ડર જયેશ પારેખે ‘હું રમેશ પ્રજાપતિના કારણે આપઘાત કરું છું’ એવું ચીઠ્ઠીમાં લખ્યું છે. તેમણે ચીટ્ઠીમાં લખ્યું કે, લક્ષ્મણ ભરવાડને બે કરોડથી વધુ રકમ ચૂકવી હોવા છતાં ત્રાસ આપે છે, દર મહિને વ્યાજના 4.50 લાખ રૂપિયા માંગે છે. જમીન મલિક રમેશ પ્રજાપતિ બાંધકામ ચાલુ હોવા છતાં સાઈટ લોક કરી દઈ બનાખત થવા દેતા નહીં હોવાનો આક્ષેપ બિલ્ડરે મૂક્યો. ઉલ્લેખનીય છે કે, રમેશ પ્રજાપતિ ભાજપ નેતા દલસુખ પ્રજાપતિના ભાઈ છે. રૂપિયા ઉઘરાવવા માટે અચાનક આવે,ઓફીસ અને ઘરે આવી અચાનક આવી ધાકધમકી આપે છે.
બિલ્ડરના ભાણેજ મયંક પારેખે જણાવ્યું કે, જમીન રમેશ પ્રજાપતિની છે, તેમને આપઘાતની કોશિશ કરનાર બિલ્ડરની સાઈટ પર પોતાના માણસો બેસાડી સાઈટ લોક કરી દીધી છે. જેમને મકાન ખરીદ્યા એમના બાનાખત નથી કરી આપતા એટલે બિલ્ડર આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા. શ્રીજી શ્રેનીટી નામની સાઈટ પર હુસૈન પઠાણ નામનો વ્યક્તિ હાજર છે. રમઝાન નામના વ્યક્તિને સાઈટ પર સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આપઘાતની કોશિશ કરનારના ભાણેજે જમીન માલિક રમેશ પ્રજાપતિ પર સાઈટ પર પોતાના માણસો બેસાડી સાઈટ લોક કરી હોવાનો આક્ષેપ કર્યો છે.
ઉલ્લેખનીય કે, દલસુખ પ્રજાપતિ વડોદરાના પૂર્વ ધારાસભ્ય અને મેયર છે. તેઓ વડોદરાના જાણીતા બિલ્ડર અને જમીન માલિક પણ છે. અગાઉ ગુજરાત માટીકામ બોર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે. વડોદરામાં દલસુખ પ્રજાપતિની ધન કુબેર તરીકે ઓળખ છે. હાલ દલસુખ પ્રજાપતિનો પુત્ર રાજેશ પ્રજાપતિ ભાજપમાં કોર્પોરેટર છે. હાલ પરિવાર ભાજપ સાથે સંકળાયેલો છે. બિલ્ડર જયેશ પારેખે જે રમેશ પ્રજાપતિના નામનો ઉલ્લેખ કર્યો છે, તે દલસુખ પ્રજાપતિના ભાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે