Vadodara: રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ

આજે દેશભરમાં રામનવમીની ઉજવણી જોરશોરમાં ચાલુ છે. ત્યારે વડોદરામાં રામનવમીના અવસરે મોટી બબાલ જોવા મળી છે. વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ થઈ હોવાના સમાચાર છે. બે જૂથ વચ્ચે ભારે અથડામણ થઈ છે. પોલીસનો મોટો કાફલો સ્થળે પહોંચી ગયો છે. પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હોવાનું પણ કહવાય છે. માહોલ હાલ તંગ છે. 

Vadodara: રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ

રવિ અગ્રવાલ, વડોદરા: આજે દેશભરમાં રામનવમીની ઉજવણી જોરશોરમાં ચાલુ છે. ત્યારે વડોદરામાં રામનવમીના અવસરે મોટી બબાલ જોવા મળી છે. વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ થઈ હોવાના સમાચાર છે. બે જૂથ વચ્ચે ભારે અથડામણ થઈ છે. પોલીસનો મોટો કાફલો સ્થળે પહોંચી ગયો છે. પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હોવાનું પણ કહવાય છે. માહોલ હાલ તંગ છે. આ જૂથ અથડામણમાં ભગવાનની મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ કરાયો  છે. અત્રે જણાવવાનું કે રામ નવમી નિમિત્તે ભગવાન રામની શોભાયાત્રા નીકળી ત્યારે તેના પર પથ્થરમારો થતા આ જૂથ અથડામણ સર્જાઈ.

મળતી માહિતી મુજબ આજે રામનવમીના તહેવાર નિમિતે ફતેહપુરા ગરનાળા પાસે આ ઘટના ઘટી. ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેના પર પથ્થરમારો કરવામાં આવ્યો. આ ઘટના બાદ બે જૂથ વચ્ચે અથડામણ થવા માંડી. મૂર્તિને ખંડિત કરવાની કોશિશ કરાઈ પણ મૂર્તિ બચાવી લેવાઈ. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ 1500 લોકોનું ટોળું ત્યાં આવી ચડ્યું હતું. પોલીસે વાતાવરણ તંગ બનતા લાઠીચાર્જ કરવો પડ્યો. 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 30, 2023

હાલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે છે અને વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. અત્રે જણાવવાનું કે આ વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદનો આક્ષેપ હતો કે શોભાયાત્રા દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો નહતો જેને લઈને પોલીસ દ્વારા કહેવાયું કે દરેક શોભાયાત્રા સાથે પોલીસની અલગથી ટીમ રાખવામાં આવી છે. હરણીથી આ શોભાયાત્રા નીકળી હતી અને ત્યાંથી અહીં (ફતેપુરા) પોલીસ સાથે જ છે. જ્યાં જ્યાં શોભાયાત્રા નીકળે છે ત્યાં લોકલ પોલીસની ટીમ પણ સાથે રહેતી હોય છે. એસઆરપી પણ હોય છે. પુરતો બંદોબસ્ત છે એનો કોઈ ઈશ્યુ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news