Vadodara Municipal Corporation ની પોલ ખૂલી, પાલિકાના ખાડા બન્યા જીવલેણ

પાલિકાએ અકોટાના શ્રેણિક પાર્ક સર્કલ (ગાય સર્કલ ) પાસે ઠેર ઠેર ખાડા ખોદી નાખ્યા છે, જે ખાડા પુરાયા નથી, જેમાં વરસાદી (Rain) પાણી ભરાતા ટુ વ્હીલર પર સવાર બે વ્યક્તિઓ ખાડાના લીધે રોડ પર પટકાયા અને તેમનો આબાદ બચાવ થયો હતો.

Vadodara Municipal Corporation ની પોલ ખૂલી, પાલિકાના ખાડા બન્યા જીવલેણ

વડોદરા: વડોદરા (Vadodara) માં પાલિકાએ રોડ પર ખોદેલા ખાડા લોકો માટે જાનલેવા સાબિત થઈ શકે છે, પાલિકાએ અકોટાના શ્રેણિક પાર્ક સર્કલ (ગાય સર્કલ ) પાસે ઠેર ઠેર ખાડા ખોદી નાખ્યા છે, જે ખાડા પુરાયા નથી, જેમાં વરસાદી (Rain) પાણી ભરાતા ટુ વ્હીલર પર સવાર બે વ્યક્તિઓ ખાડાના લીધે રોડ પર પટકાયા અને તેમનો આબાદ બચાવ થયો હતો.જેના કારણે પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી. 

વડોદરા (Vadodara) માં અનેક રોડ રસ્તાની બાજુમાં આજે પણ ખાડાઓ અને ખુલ્લી ગટરો જોવા મળે છે જે જાનલેવા સાબિત થઈ શકે છે, વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજથી અકોટાના ગાય સર્કલ જતા રોડની એક બાજુ વરસાદી પાણી ભરાયેલા હતા, મોપેડ ચાલકે ભરાયેલા પાણી બાજુથી મોપેડ લેતા જ ખાડામાં મોપેડ પટકાઈ અને એક પુરુષને એક સ્ત્રી નીચે પટકાયા હતા. 

ત્યાં હાજર દુકાનદાર અને અન્ય વાહન ચાલકે આવીને મદદ કરી ઘાયલ બંને વ્યક્તિઓને રોડની બાજુમાં બેસાડ્યા હતા. બંનેને નાની મોટી ઇજાઓ થઈ અને મોપેડને નુકશાન પણ થયું, સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) માં કેદ થતા તંત્રને જાણકારી અપાઈ હતી. જે બાદ ખાડાઓ પુરવામાં આવ્યા હતા, સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

વડોદરા (Vadodara) પાલિકા તંત્ર દ્વારા સીટી કમાન્ડ સેન્ટર ઉભું કરાયું છે શહેરભરમાં લાગેલા 300 થી વધુ સીસીટીવી કેમેરા નું મોનીટરીંગ થાય છે જોકે તે ફક્ત ટ્રાફિક પોલીસ (Police) વાહન ચાલકોને દંડ ફટકારવામાં જ ઉપયોગમાં લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, કેમકે આ ઘટના બની તેની સામે જ ગાય સર્કલ આવેલું છે ને ત્યાં સીસીટીવી કેમેરા (CCTV Camera) પણ લાગેલા છે.

પરંતુ પાલિકાએ લગાવેલા સીસીટીવી કેમેરા (CCTV Camera) કોઈ જ કામ કરતા નથી. અકસ્માતના સમગ્ર દ્રશ્યો દુકાનદાર ને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા (CCTV Camera) માં કેદ થયા હતા. જે સોશીયલ મીડીયા (Social Media) માં વાયરલ થઈ રહ્યા છે અને પાલિકાની ગંભીર બેદરકારી છતી કરી રહ્યા છે.

સમગ્ર મામલે કોર્પોરેશનના (Corporation) સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ કહે છે કે મીડિયાએ મારુ ધ્યાન દોર્યું છે, તો જે પણ અમારા કામ બાકી રહી ગયા હશે તે ઝડપથી કરાવીશું, સાથે જ આ મામલામાં જે અધિકારીની ભૂલ હશે તેની સામે કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનર ને સૂચના આપીશું.

મહત્વની વાત છે કોર્પોરેશન (Corporation) તંત્રની ગંભીર બેદરકારી ક્યારેક શહેરીજનો માટે આફત બની શકે છે, કોઈ વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. ત્યારે પાલિકા તંત્ર શું કોઈ વ્યક્તિની જીવ જશે ત્યારબાદ જાગશે તે સવાલ ઉઠી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news