ગુજરાતમાં અહીં બહુચર્ચિત 'ધ કાશ્મીર ફાઇલ' ફિલ્મ નિઃશુલ્ક બતાવવાનું શરૂ! શું તમે જોઈ કે નહીં? ના જોઈ હોય તો... 

પીએમ મોદીથી માંડીને તમામ અગ્રણી નેતા આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે. બીજી બાજુ ગુજરાત સરકારે પણ આ ફિલ્મને કરમુક્ત કરી છે. ત્યારે વડોદરામાં ભાજપ દ્વારા બહુચર્ચિત ધ કાશ્મીર ફાઇલ ફિલ્મ નિઃશુલ્ક બતાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં અહીં બહુચર્ચિત 'ધ કાશ્મીર ફાઇલ' ફિલ્મ નિઃશુલ્ક બતાવવાનું શરૂ! શું તમે જોઈ કે નહીં? ના જોઈ હોય તો... 

રવિ અગ્રવાલ/વડોદરા: શહેર ભાજપ દ્વારા બહુચર્ચિત 'ધ કાશ્મીર ફાઈલ' ફિલ્મ નિશુલ્ક બતાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. શહેરના કોર્પોરેટર નીતિન ડોંગાએ 21 ભુદેવને નિઃશુલ્ક ફિલ્મ બતાવી હોવાની માહિતી મળી રહી છે. કોર્પોરેટર શ્રીરંગ આયરે અને રાજેશ આયરે 51 કાર્યકર્તાઓને પણ ફિલ્મ દેખાડી છે. જ્યારે વોર્ડ નંબર. બેના કોર્પોરેટર મહાવીરસિંહ પુરોહિત શિક્ષણ સમિતિના શિક્ષકોને આખો શો બુક કરાવી ફિલ્મ બતાવશે.

દેશભરમાં બહુચર્ચીત ફિલ્મ ધ કાશ્મીર ફાઇલની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. પીએમ મોદીથી માંડીને તમામ અગ્રણી નેતા આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે. બીજી બાજુ ગુજરાત સરકારે પણ આ ફિલ્મને કરમુક્ત કરી છે. ત્યારે વડોદરામાં ભાજપ દ્વારા બહુચર્ચિત ધ કાશ્મીર ફાઇલ ફિલ્મ નિઃશુલ્ક બતાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરાના સુભાનપુરા વિસ્તારના થિયેટરમાં વોર્ડ 9ના ભાજપના કાર્યકર્તાઓ માટે ધ કાશ્મીર ફાઇલ ફિલ્મના ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે અને તેમના પુત્ર  કોર્પોરેટર શ્રાીરંગે થિયેટરમાં કાર્યકર્તાઓને ફિલ્મ બતાવી  હતી. આ ઉપરાંત 16 માર્ચે પણ આ ફિલ્મના વિશેષ શોનું આયોજન રાજેશ આયરે દ્વારા કરવામાં આવ્યું છે. 

આ ઉપરાંત વોર્ડ 10ના કોર્પોરેટર નિતિન ડોંગાએ બ્રાહમણોને 'ધ કાશ્મીર ફાઇલ' ફિલ્મ બતાવી હતી. બીજી તરફ, વોર્ડ 2ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહીતે આજે શિક્ષણ સમિતિના મેળામાં આ ફિલ્મ માટે એક શો બુક કરાવવાની જાહેરાત કરી હતી. વોર્ડ 2ના કોર્પોરેટર શિક્ષણ સમિતિના શિક્ષકો, ચેરમેન સહિતના હોદ્દેદારો, શહેર ભાજપ સંગઠન, ધારાસભ્યો અને કોર્પોરેટર માટે આખો શો બુક કરાવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news