તમારા ટેલિગ્રામ પર સુંદર યુવતીઓ 'હાય' કરે ચેતજો! સાયબર માફિયાઓએ શોધ્યો ખંખેરવાનો નવો જુગાડ

સાયબર માફિયાઓ દ્વારા નીત નવા નુસખા અપનાવીને વધુ નાણાં કપાવવાની ખેવના રાખતા લાલચુ લોકોને છેતરવાની નવી મોડસ ઓપરે્ડી અપનાવી રહ્યા છે.

તમારા ટેલિગ્રામ પર સુંદર યુવતીઓ 'હાય' કરે ચેતજો! સાયબર માફિયાઓએ શોધ્યો ખંખેરવાનો નવો જુગાડ

રવિ અગ્રવાલ/વડોદરા: સાયબર માફિયાઓએ નવી મોડસ ઓપરેન્ડી શરૂ કરી છે. જેમાં જો તમને ટેલિગ્રામ પર સુંદર યુવતી ડોલરમાં રોકાણ કરી વધુ નાણાં કમાવાની લાલચ આપે તો ચેતી જજો કારણ કે આ લાલચમાં લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવી શકે છે. વડોદરામાં આ લાલચમાં આવી અનેક લોકો ફસાયા છે.

સાયબર માફિયાઓ દ્વારા નીત નવા નુસખા અપનાવીને વધુ નાણાં કપાવવાની ખેવના રાખતા લાલચુ લોકોને છેતરવાની નવી મોડસ ઓપરે્ડી અપનાવી રહ્યા છે. ટેલિગ્રામના માધ્યમથી સુંદર યુવતીઓ ઊંચા વળતરની લાલચ આપીને ડોલરમાં રોકાણ કરાવે છે અને થોડા સમય સુધી ઊંચું વળતર આપીને અનેક લોકોને આ સ્કીમમાં જોડી ત્યારબાદ નાણા આપવાનું બંધ કરી દે છે. આવી જ ઘટના વડોદરામાં પ્રકાશમાં આવી છે.

ગ્લોબલ કોઈન એજ હબ નામની વેબસાઈટ ઉપર લોકોને જોડીને રોકાણ કરાવવામાં આવ્યું અને એક ગ્રુપના 30 થી 35 લાખ રૂપિયા શેરવી લેવામાં આવ્યા છે, ત્યારબાદ નાણા પરત લેવાનો પ્રયાસ કરતા નાણાં મળ્યા નહોતા. જોકે આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમના હાથ પણ ટૂંકા પડ્યા છે અને ફરિયાદીઓને પોતાની ફરિયાદ પરત ખેંચી લેવા માટે કહેવામાં આવ્યું છે.

ગ્લોબલ કોઈન એજ હબ આ વેબસાઈટ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડના ડોમિનથી ઓપરેટ થઈ રહી છે અને આ વેબસાઈટ પર આખા દેશમાંથી લોકોએ 300 થી 400 કરોડનું રોકાણ કર્યું છે અને નાણાં ગુમાવવાનો વારો આવ્યો છે. આ વેબસાઈટ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડથી ઓપરેટ થતી હોવાથી સાયબર ક્રાઇમ પણ કંઈ કરી શકતી નથી. આ ઉપરાંત વડોદરાથી કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દિલ્હીનો પણ સંપર્ક કરવામાં આવ્યો, જો કે આ ટીમ પણ કંઈ જ મદદ કરી શકી નહોતી. ત્યારે કહી શકાય કે નવી મોડસ ઓપરેન્ડીથી થતી છેતરપિંડીમાં સાયબર ક્રાઇમ પોલીસના હાથ પણ ટૂંકા પડી રહ્યા છે.

સાયબર માફિયાઓ નીત પેતરા અપનાવીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે, ત્યારે ગ્લોબલ કોઈન એજ હબ નામની વેબસાઈટ પર પણ અનેક લોકો છેતરાયા છે અને લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે. ત્યારે આવી ફ્રોડ વેબસાઈટની લોભામણી લાલચથી લોકોએ ચેતવું જોઈએ અને સાઇબર ક્રાઇમની આવી ઘટનાથી બચવા માટે સાવચેત રહેવું જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news