વડનગરવાસીઓએ હીરાબાની જૂની વાતો વાગોળી: જાણો નરેન્દ્ર મોદી વિશેની એક રસપ્રદ વાત

Heeraben Modi Death: હીરાબાના અવસાનને લઇને નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા છે. અહીં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

વડનગરવાસીઓએ હીરાબાની જૂની વાતો વાગોળી: જાણો નરેન્દ્ર મોદી વિશેની એક રસપ્રદ વાત

PM Modi Mother Passes Away: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. બુધવારે તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેમને અમદાવાદની યુ એન મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. હીરાબાના અવશાનને લઇને નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા છે. અહીં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

પીએમ મોદીએ માતાના નિધન પર ટ્વીટ કરીને લખ્યું કે શાનદાર શતાબ્દીનું ઈશ્વર ચરણોમાં વિરામ...મા મે હંમેશા તે ત્રિમુર્તિની અનુભૂતિ કરી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીનું પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. હું જ્યારે તેમને 100માં જન્મદિવસ મળ્યો તો તેમણે એક વાત કરી હતી જે હંમેશા યાદ રહે છે કે બુદ્ધિથી કામ લો, પવિત્રતાથી જીવો. એટલે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી. હીરાબાના નિધનથી શોકનો માહોલ છે. 

હીરાબા PM મોદીને ‘નરૂ... નરૂ...’કહી બૂમો પાડતા 
નરેન્દ્ર મોદીની એક રસપ્રદ વાત ત્યાંના સ્થાનિકો પાસેથી જાણવા મળી અને આ જગ્યાનો ઉલ્લેખ તેમના ફિલ્મમાં પણ જોવા મળ્યો છે. તેમના રહેણાંક ઘર કે વિસ્તારથી થોડા અંતરે રામ ટેકરી નામની પ્રાચીન જગ્યા આવેલી છે. ત્યાં ભગવાન રામેશ્વર મંદિર નામનું પ્રાચીન શિવાલય આવેલું છે. ત્યાં નરેન્દ્ર મોદીએ તેમની દિનચર્યા બાદ વધતો મોટાભાગનો સમય અહીં વિતાવ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જ્યારે નરેન્દ્ર મોદી ગામમાં કોઈ જગ્યાએ ના મળે ત્યારે તેમના મિત્રો તેમજ પરિવારજનો ખાસ આ જગ્યાએ જ હશે તેવું માની લેતા હતા અને અહીંથી જ તેઓ મળતા તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. તેમના માતા હીરાબા આ જગ્યાએ આવી ‘નરૂ... નરૂ...’ કહી બૂમ પાડી તેમને બોલાવીને ઘેર લઈ જતા હતા. આમ હાલ વડનગરવાસીઓ માટે નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલ જગ્યાઓ સાથેની તેમની વાતો વાગોળી ગર્વ સાથે આનંદ અનુભવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલીસવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા છે. અહીં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ વિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. મોદી પરિવારે હીરાબાની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.

સ્વજનો હીરા બાને આપી રહ્યા છે અંતિમ વિદાય
હીરા બાના નિધન પર તેમના પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. હીરા બાના પિયર પક્ષના અને સાસરી પક્ષના સ્વજનો હાજર છે. તમામ સ્વજનો સ્તુતિ કરીને હીરા બાને અંતિમ વિદાય આપી રહ્યા છે.  PM મોદીના આજના નિર્ધારિત કાર્યક્રમો યથાવત રહેશે. PMO તરફથી મળતી માહિતી મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં આજના નિર્ધારિત કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે. આ કાર્યક્રમોમાં મુખ્ય કનેક્ટિવિટી-સંબંધિત પ્રોજેક્ટ્સ અને રાષ્ટ્રીય ગંગા કાઉન્સિલની બેઠકનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news