ગરીબોની જરૂરિયાત જોઈ વ્યાજના નામે લોહી ચૂસતો વ્યાજખોર ઝડપાયો, ડરીને કોર્ટમાં સરેન્ડર કર્યું
ઇસનપુરના એક ફરિયાદીએ પોતાની જરૂરિયાત માટે એકાદ વર્ષ અગાઉ લીધેલા 25,000 રૂપિયાના બદલામાં દોઢથી બે લાખ રૂપિયા આવ્યા જખોર મનોજ ભરવાડને ચૂકવ્યા હતા તેમ છતાં પણ અવારનવાર પૈસાની માંગણી કરી ફરિયાદીને પરેશાન કરતો હતો.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: ઇસનપુર પોલીસે વ્યાજખોરી કરતા એક શખ્સની ધરપકડ કરી છે. ગેરકાયદેસર રીતે વ્યાજ વટાવનો વ્યવસાય કરતા મનોજ ભરવાડ પાસે શરાફી પેઢી કે નાણા ધીરધાર તરીકેનું લાયસન્સ ન હોવા છતાં પણ ઊંચા વ્યાજે પૈસા આપી લાખો રૂપિયા પેનલ્ટી અને વ્યાજના નામે પડાવતો હતો.
જે અંગે ઇસનપુરના એક ફરિયાદીએ પોતાની જરૂરિયાત માટે એકાદ વર્ષ અગાઉ લીધેલા 25,000 રૂપિયાના બદલામાં દોઢથી બે લાખ રૂપિયા આવ્યા જખોર મનોજ ભરવાડને ચૂકવ્યા હતા તેમ છતાં પણ અવારનવાર પૈસાની માંગણી કરી ફરિયાદીને પરેશાન કરતો હતો જેને લઈ ફરિયાદીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ આરોપી મનોજ ભરવાડને પોતાની વિરુદ્ધ થયેલી ફરિયાદ અંગે જાણ થતા પોલીસથી બચવા સારું સમક્ષ હાજર થતા આજે ઇસનપુર પોલીસે ધરપકડ કરી હતી અને વધુ પૂછપરછ હાથ ધરી છે.
પ્રાથમિક વિગતો અનુસાર આરોપી મનોજ ભરવાડ છેલ્લા ઘણા સમયથી 10% કરતાં વધુ વ્યાજ અને પેનલ્ટી પેટે પૈસાની વસૂલાત કરતા અને કોઈ પૈસા ન ચૂકવી શકે તો બદલામાં પેનલ્ટી અને ઊંચું વ્યાજ પણ વસૂલતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે