કોરોના મુક્તિ માટે અનોખી સાધના; ખાસ મંત્રો સાથે અગ્નિમાં બેસી-માથા પર અગ્નિ ધારણ કરી રોજના ચાર કલાક ઉગ્ર તપસ્યા
ભાવનગર-ઘોઘા વચ્ચે આવેલા ખોડીયાર મંદિરના મહંત અને શ્રી શ્રી 1008 દીનબંધુદાસ બાપુ દ્વારા વિશ્વ કલ્યાણ અને દેશ અને દુનિયા વહેલી તકે કોરોના મુક્ત બને તેવા શુભ આશયથી અગ્નિ વચ્ચે બેસી-માથા પર અગ્નિ ધારણ કરી એક અનોખી સાધના કરવામાં આવી રહી છે.
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લાના ઘોઘા નજીક આવેલા ખોડીયાર મંદિરે એક સંત દ્વારા અનોખી સાધના હાથ ધરવામાં આવી છે. હાલ જયારે કોરોનાના કહેરનો સામનો દેશ અને દુનિયા કરી રહી છે, ત્યારે દર વર્ષે વસંતપંચમીથી ગંગા દસમી સુધી સાડાચાર મહિના વર્ષો વરસ વિશ્વ શાંતિ માટે સાધના કરતા આ સંત દ્વારા આ વખતે કોરોનામાંથી દેશ અને દુનિયામાંથી વહેલી તકે મુક્તિ પામે તે માટે ખાસ મંત્રો સાથે અગ્નિ વચ્ચે બેસી-માથા પર અગ્નિ ધારણ કરી રોજના ચાર કલાક ઉગ્ર તપસ્યા કરવામાં આવી રહી છે.
ભાવનગર સંતો-મહંતો અને મહાપુરુષોની ધરતી તરીકે જાણીતી છે. અહી મસ્તરામ બાપા, બજરંગદાસ બાપા જેવા દિવ્ય સંતો દ્વારા કરેલી સાધનાનું ફળ આ ધરતીના લોકો પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે ભાવનગર-ઘોઘા વચ્ચે આવેલા ખોડીયાર મંદિરના મહંત અને શ્રી શ્રી 1008 દીનબંધુદાસ બાપુ દ્વારા વિશ્વ કલ્યાણ અને દેશ અને દુનિયા વહેલી તકે કોરોના મુક્ત બને તેવા શુભ આશયથી અગ્નિ વચ્ચે બેસી-માથા પર અગ્નિ ધારણ કરી એક અનોખી સાધના કરવામાં આવી રહી છે.
દીનબંધુદાસ બાપુ વર્ષોથી વસંતપંચમીથી ગંગાદસમી સુધી ચાર માસ વિશ્વ શાંતિ માટે રોજના ચાર કલાક સાધના કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે જયારે કોરોના મહામારીનો કહેર દેશ અને દુનિયામાં વધતા જે પ્રમાણે લોકો તેના ભોગ બની મોતને ભેટી રહ્યા છે, આ જોઇને વ્યાકુળ બનેલા સંત દિનબંધુદાસ બાપુ દ્વારા એક અનોખી સાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ સંત મંદિરમાં એક ખાસ જગ્યા પર બેસી તેમની ફરતે તેમજ માથા પર કુંડામાં અગ્નિ ધારણ કરી મૌન મંત્રોચ્ચાર સાથે વિશ્વ કલ્યાણ એટલે કે કોરોનાના કહેર માંથી મુક્તિ માટે સાધના કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આ સાધના ભગવાન ચોક્કસ સ્વીકાર કરી દેશ અને દુનિયાને કોરોનામાંથી મુક્તિ અપાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે