જવાનો સાથેનો આ અનુભવ ક્યારેય નહીં ભુલાયઃ સોનાક્ષી સિન્હા

બોલિવૂડની જાણીતી અભિનેત્રી સોનાક્ષી એક ફિલ્મના શૂટિંગ માટે ભૂજમાં છે, તે ભુજના આર્મી કેન્ટોનમેન્ટમાં સવારે જવાનો સાથે વોલિબોલ રમી હતી અને તેનો વીડિયો ટ્વીટર પર શેર કર્યો હતો

જવાનો સાથેનો આ અનુભવ ક્યારેય નહીં ભુલાયઃ સોનાક્ષી સિન્હા

ભુજઃ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને ભાજપના નેતા શત્રુધ્ન સિંહાની પુત્રી સોનાક્ષી સિન્હા બે દિવસથી કચ્છના ભુજમાં આવેલી છે. તે એક ફિલ્મના શૂટિંગ માટે ભુજ આવી છે. શુક્રવારે મોડી રાત્રે તે ભુજ શહેરમાં ફરવા નિકળી હતી અને તેણે ચણિયાચોળી ખરીદી હતી. શનિવારે સવારે તે ભૂજના આર્મી કેન્ટોનમેન્ટમાં જવાનો સાથે વોલિબોલ રમી હતી અને તેનો વીડિયો પણ ટ્વીટર પર શેર કર્યો હતો. 

જવાનો સાથેનો વોલિબોલ રમવાનો વીડિયો શેર કરતાં સોનાક્ષીએ લખ્યું કે, "ભારતીય સેનાના જવાનો સાથેનો બે દિવસનો અનુભવ અવિસ્મરણીય રહેશે. જવાનો સાથે વોલિબોલ રમવાની જે તક મળી તેને હું જીવનમાં ક્યારેય નહીં ભુલી શકું. સ્પોર્ટ્સ ગર્લ ફોર લાઈફ, વોલિબોલ, જય જવાન, ભુજ, પંજાબ રેજિમેન્ટ, આર્મી કેમ્પ."

સોનાક્ષીએ જવાનોને ઉલ્લેખીને વધુમાં લખ્યું કે, "તમારા જેવા જ બનીને રહેવાનો અનોખો લ્હાવો મળ્યો. તમારી પાસેથી ઘણું બધું શીખવાનું મળ્યું. બંદૂક ચલાવવી અને ટેન્કમાં બેસવાનો અનુભવ મેળવ્યો. તમારી સાથે વિતાવેલો સમય હું ક્યારેય નહીં ભુલું."

સોનાક્ષી ટ્વીટર પર લખ્યું કે, જવાનોના ચહેરા પર સ્મિત રેલાવીને મેં તેમની પાસેથી વિદાય લીધી છે. જય જવાન.

સોનાક્ષીએ જવાનો સાથે એક સેલ્ફી પણ લીધી હતી. તેણે અહીં બંદૂક ચલાવવાની તાલીમ લીધી હતી. મોડી સાંજે તેણે ભારતીય જવાનો સાથે મેસમાં જવાનોનું ભોજન લીધું હતું. ભારતીય સેનાના જવાનો પણ સોનાક્ષીના આ વ્યવહારથી ખુબ જ અભિભુત થઈ ગયા હતા.

સોનાક્ષી સિન્હા ફિલ્મ 'હોલિડેઃ એ સોલ્જર ઈઝ નેવર ઓફ ડ્યુટી' ફિલ્મમાં કામ કરી રહી છે. જે ભારતીય સેનાની જાસુસી શાખાના કેપ્ટન ડીઆઈએ વિરાટ બક્ષી પર આધારિત એક ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર વિરાટ બક્ષીની ભૂમિકા ભજવી રહ્યો છે. 

સોનાક્ષી ટૂંક સમયમાં જ ફિલ્મ 'કલંક'માં રૂપેરી પડદે જોવા મળશે. આ ફિલ્મની કલ્પના કરણ જોહર અને તેના સ્વર્ગસ્થ પિતા યશ જોહરે 15 વર્ષ પહેલાં કરી હતી. 'કલંક' ફિલ્મ 1940ના સમયની એક કથા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news