પોલીસમાં ફરજ બજાવતા જવાનના માતા-પિતાએ જ વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવી લીધુ

ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ લગભગ દરેક શહેરમાં જોવા મળે છે. વ્યાજખોરોને કારણે અત્યાર સુધી અનેક લોકોએ આત્મહત્યાઓ કરી છે. પરંતુ તંત્રની કાર્યવાહી માત્ર ચોપડે જોવા મળે છે. હવે મોરબીમાં વ્યાજખોરોને કારણે દંપત્તિએ જીવન ટુંકાવ્યું છે. 
 

પોલીસમાં ફરજ બજાવતા જવાનના માતા-પિતાએ જ વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવી લીધુ

હિમાંશુ ભટ્ટ, મોરબીઃ   મેગાસિટી બાદ હવે નાના શહેરોમાંથી પણ વ્યાજખોરોનો આતંક સામે આવી રહ્યો છે. આ વખતે કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં પરંતુ પોલીસમાં ફરજ બજાવતા જવાનના માતા-પિતાએ જ વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવી લીધુ છે. ત્યારે કોણ છે સતત ત્રાસ આપી દંપતિને મરવા મજબૂર કરનાર વ્યાજખોર, જોઈએ આ રિપોર્ટમાં... 

જીહા, આજકાલ વ્યાજનું દૂષણ એટલી હદે વધી ગયું છે કે જેમાં ફસાઈને અનેક પરિવારના માળા વિખાય ગયા છે. આમ તો ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો આવા વ્યાજખોરોના ચક્કરમાં ફસાઈ ત્યારે પોલીસની મદદ  માટે પહોંચતા હોય છે. પરંતુ અહીં મોરબીમાં તો ખુદ પોલીસ જવાનના માતાપિતા જ વ્યાજના વિષચક્રમાં ફસાયા અને તેમને અંતે જીવન ટુંકાવવાનો વારો આવ્યો છે. 

મિલનભાઈ ખુંટ નામના પોલીસ જવાને ટંકારામાં ફરિયાદ નોંધાવી હતી. વ્યાજખોરોના કારણે માતા-પિતાએ આપઘાત કર્યાનો આરોપ લગાવ્યો. વ્યાજખોર અશ્વિન મારુ અને દિવ્યેશ આહીર સામે ફરિયાદ કરી. ફરિયાદમાં જણાવ્યું કે પિતા નિલેશભાઈ ખુંટે અશ્વિન અને દિવ્યેશ પાસેથી રૂપિયા લીધા. અશ્વિનભાઈ પાસેથી 4 લાખ અને દિવ્યેશભાઈ પાસેથી 50 હજાર લીધા હતા. 3 ટકા વ્યાજે લીધેલા પૈસા માટે વ્યાજખોરો હેરાન કરતા હતા. ઘરે આવી પઠાણી ઉઘરાણી કરીને નિલેશભાઈને ધમકાવતા હતા. સતત વ્યાજખોરોના ત્રાસથી નિલેશભાઈ કંટાળી ગયા હતા. 

અંતે વ્યાજખોરોની ધમકી અને દાદાગીરીઓ સહન થતાં નિલેશભાઈ ખુંટ અને તેમના પત્નીએ મોરબીના ટંકારામાં આવેલા છતર ગામે આવી ગયા હતા. જ્યાં છતર ગામની પ્રાથમિક શાળા પાસે ઝેરી દવા ગટગટાવી લેતા બંનેનું મોત નિપજ્યું હતુ. 

પઠાણી વ્યાજની ઉઘરાણી કરીને માતાપિતાને મરવા મજબૂર કરનારા બંને વ્યાજખોરો સામે પોલીસ જવાન મિલનભાઈ ખુંટે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ફરિયાદ લઈને રાજકોટના એક વ્યાજખોર દિવ્યેશ આહીરને દબોચી લીધો છે. જ્યારે અન્ય વ્યાજખોર અશ્વિન મારુને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 

વ્યાજના ખપ્પરમાં હોમાતા લોકોને બચાવવા માટે પોલીસ લોક દરબાર યોજતી હોય છે. જેમાં તેઓ પ્રયાસ કરે છે કે આવા વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોને બચાવી શકાય, પરંતુ મોરબીમાં તો ખૂદ પોલીસ જવાનના માતાપિતા જ વ્યાજખોરોની ચૂંગાલમાં આવી ગયા અને તેમને વ્યાજખોરોના ત્રાસથી પોતાનું જીવન પણ ટૂંકાવી લીધું... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news